બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why are people 'poor' in the control campaign against stray cattle? Lack of policy or regulations in action?

મહામંથન / રખડતા ઢોર સામે અંકુશ અભિયાનમાં જનતા `બિચારી' કેમ? કાર્યવાહીમાં નીતિનો અભાવ કે નિયતનો?

Vishal Khamar

Last Updated: 09:29 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન પેચીદો બન્યો છે. તેમજ રખડતા ઢોરને કારણે કેટલાય લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અચાનક જ ઢોર પકડો અભિયાન બંધ કરી દેતા ફરી લોકોને ફરી રખડતા ઢોરોનાં આતંકનો ભોગ બનવું પડે છે.

રખડતા પશુઓના ત્રાસથી રાજ્યની જનતા છેલ્લા ઘણા સમયથી પરેશાન છે.શહેરોમાં રખડતા ઢોર સામે અંકુશ અભિયાન ચલાવવાના દાવા તો  ઘણા કરાય છે પરંતુ  રખડતા પશુ પર નિયંત્રણ મેળવવામાં વહીવટી તંત્ર સફળ નીવડી શક્યું નથી. આવા પશુમાલિકો સામે અનેક કિસ્સાઓમાં FIR પણ નોંધાઈ છે..તેમ છતાં પશુઓની અડફેટે સામાન્ય લોકો ચઢતા રહ્યા છે. પશુમાલિકો વિરુદ્ધ કડક કાર્યવાહીના હેતુથી કાયદો લાવવાનો પણ પ્રયાસ થયો જે સમાજના વિરોધ બાદ પડતો મૂકવો પડ્યો. અને તે બાદ ન તો નીતિ બદલાઈ કે સ્થિતિ બદલાઈ. ત્યારે અહી સવાલ એ છે કે રખડતા પશુ સામેના અભિયાનમાં જનતા `બિચારી' કેમ બને છે?. પશુમાલિકો સામે કાર્યવાહીમાં શું નીતિ કે નિયતનો અભાવ છે?..પશુમાલિક સામે પગલા લેવામાં વહીવટી તંત્રના હાથ કેમ બંધાઈ જાય છે? 

  • રાજ્યભરમાં ઢોરના ત્રાસથી પ્રજા ત્રસ્ત છે
  • મહાનગરોમાં પણ ઢોર પર અંકુશ લેવાઈ શકાયો નથી
  • જાહેર માર્ગ પર અનેક વખત ઢોરે લોકોને અડફેટે લીધા છે

રાજ્યભરમાં ઢોરના ત્રાસથી પ્રજા ત્રસ્ત છે.  મહાનગરોમાં પણ ઢોર પર અંકુશ લેવાઈ શકાયો નથી.  જાહેર માર્ગ પર અનેક વખત ઢોરે લોકોને અડફેટે લીધા છે. તાજેતરમાં પાટણ અને ગોંડલમાં ઢોરનો ત્રાસ સામે આવ્યો છે.  પાટણમાં રખડતા ઢોરે શ્રમિકોને અડફેટે લીધા હતા. ઢોરે હવામાં ફંગોળતા શ્રમિકને પહોંચી ગંભીર ઈજા પહોંચી હતી.  રખડતા ઢોરના કારણે કેટલાક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અનેક દુર્ઘટના બાદ પણ તંત્રની કામગીરી દેખાતી નથી. ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી છતા તંત્ર કોઈ નિરાકરણ લાવી શક્યુ નથી. 

  • રખડતા ઢોરના ત્રાસનો કાયમી ઉકેલ લાવવો જોઈએ
  • તંત્રની ઢોર પાર્ટીની કામગીરી વધુ મજબૂત બને
  • પશુપાલકોને શહેરથી દૂર અલગ જમીન ફાળવવી જોઇએ

રખડતા ઢોર મુદ્દે જનતાની શું છે માંગ?
રખડતા ઢોરના ત્રાસનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.  તંત્રની ઢોર પાર્ટીની કામગીરી વધુ મજબૂત બને. પશુપાલકોને શહેરથી દૂર અલગ જમીન ફાળવવી જોઇએ.  રખડતાં ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે તે દૂર થવી જોઇએ. વાહનચાલકોને પડતી મુશ્કેલીનુંનિવારણ આવવું જોઇએ. રખડતા ઢોરની સમસ્યાને ધ્યાને લઈ અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ. તંત્રએ પશુપાલકોની પણ સમસ્યા સમજી નિવારણ લાવવું જોઇએ. તંત્રનું કામ માત્ર બે-ત્રણ દિવસ દેખાડા પૂરતું જ ન હોવું જોઇએ. તંત્ર દ્વારા રખડતા ઢોરને લઇ સતત કાર્યવાહી કરતું રહેવું જોઇએ. 

રખડતા ઢોરનો ત્રાસ 

8 મહિનામાં 3674 અકસ્માત
સપ્ટેમ્બર 2022- 471
ઓક્ટોબર 2022- 513
નવેમ્બર 2022- 444
ડિસેમ્બર 2022- 475
જાન્યુઆરી 2023- 450
ફેબ્રુઆરી 2023- 401
માર્ચ 2023- 508
એપ્રિલ 2023- 412
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ