બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Who will free the cities from stray animals and pressure? Despite the attack on cattle party, why the claims of Subsalamat?

મહામંથન / રખડતા પશુ અને દબાણનો ભરડો શહેરોને મુક્ત કોણ કરશે? ઢોર પાર્ટી પર હુમલો છતા સબસલામતના દાવા કેમ?

Vishal Khamar

Last Updated: 10:20 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટનાં કડક વલણ બાદ મહાનગર પાલિકા તેમજ નગર પાલિકા દ્વારા રખડતા પશુ તેમજ દબાણ હટાવોની કાર્યવાહી વેગવંતી બનાવી છે. ત્યારે બે દિવસ પહેલા જ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનાં ડેપ્યુટી કમિશ્નર પર હુમલો થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસ તેમજ મહાનગર પાલિકાની ટીમ પર હુમલો થવા છતાં સબ સલામતનાં દાવા કેમ?

શહેર હોય કે ગામ નાની-મોટી સમસ્યાઓ દરેક જગ્યાએ હોય છે. મુશ્કેલી ત્યારે વધે જ્યારે સમસ્યા વિકરાળ સ્વરૂપ લેતી જાય અને સમસ્યાના સમાધાનની જેની જવાબદારી છે તેઓ પણ આંખ આડા કાન કરી લે અથવા તો કોઈ સ્થાપિત હિત આગળ નતમસ્તક થઈને લોકોને તેના ભરોસે છોડી દે. 

  • શહેરમાં રખડતા પશુ અને દબાણની સમસ્યા વકરી રહી છે
  • રખડતા પશુની અડફેટથી ઈજા કે મૃત્યુના બનાવ અટકતા નથી
  • શહેરમાં દબાણ પણ જ્યાં-ત્યાં ખડકી દેવાયા છે

અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુ અને દબાણની સમસ્યા વિકરાળ બની ચુકી છે. આ બાબતે આપણે પણ અનેકવાર ચર્ચા કરી ચુક્યા છીએ અને જવાબદારો પગલા લેવાની કાગળ ઉપર તો ચોક્કસ વાત કરી રહ્યા છે. શહેરો જાણે કે રખડતા પશુ અને દબાણની ચુંગાલમાં સપડાઈ ગયા છે જેમાથી તેને છોડાવનારુ કોઈ નથી. છોડાવવાની જેની જવાબદારી છે તેઓ જ સમસ્યામાં ધકેલનારાઓ સામે ઝૂકી ગયા છે. ગુજરાત હાઈકોર્ટ જેવી બંધારણીય સંસ્થા જ્યારે કાન આમળે ત્યારે અચાનક બધા જાગે છે અને સબ સલામતની વાતો કરે છે. હમણાનો બનાવ તાજો જ છે કે જેમાં દબાણ હટાવવાની રુટીન કામગીરી સમજીને ગયેલી મહાપાલિકાની ટીમ ઉપર દબાણનું સ્થળ જ છોડીને ભાગી જવું પડે એટલી આક્રમકતાથી લોકોએ હુમલો કર્યો. 

  • હાઈકોર્ટ ઝાટકણી કાઢે છે પરંતુ પથ્થર ઉપર પાણી ઢોળ્યા જેવી સ્થિતિ છે
  • હાઈકોર્ટની પણ જાણે કે ધીરજ ખૂટી રહી છે
  • શહેરો રખડતા પશુ અને દબાણના ભરડામાંથી મુક્ત થશે કે નહીં તેનો કોઈ જવાબ નહીં!

નાયબ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી ઈજાગ્રસ્ત થઈ જાય અને કોઈ કશું કરી શકે નહીં. રખડતા પશુ અને દબાણની સમસ્યાથી ખુદ ગુજરાત હાઈકોર્ટ એટલી હદે ઉકળી ઉઠી કે તેણે ત્યાં સુધી કહેવું પડ્યું કે જો તમારાથી આ ન થઈ શક્તું હોય તો અમને જણાવી દો, અમે કોઈ રસ્તો શોધીશું. હાઈકોર્ટ જેવી સંસ્થાને એવી સ્થિતિનો ઉલ્લેખ પોતાના મુખે કરવો પડે કે જેમાં પોલીસની જીપ પાસેથી લાકડી લઈને લોકો પસાર થતા હોય અને પોલીસ કશું ન કરી શકે. જો પોલીસ કે મહાપાલિકાની આવી સ્થિતિ રહી તો કદાચ એ જવાબ કોઈ પાસે નથી કે રખડતા પશુ અને દબાણની સમસ્યામાંથી શહેરો ક્યારે મુક્ત થશે. 

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે મહાપાલિકાની ટીમ પર હુમલો
  • રસ્તા ઉપર ઉભેલી નોનવેજની લારી હટાવવાનું કહેતા હુમલો થયો
  • ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુ.કમિશનર ઘાયલ થયા

શહેરમાં રખડતા પશુ અને દબાણની સમસ્યા વકરી રહી છે. રખડતા પશુની અડફેટથી ઈજા કે મૃત્યુના બનાવ અટકતા નથી. શહેરમાં દબાણ પણ જ્યાં-ત્યાં ખડકી દેવાયા છે. મહાપાલિકા કે પોલીસની ટીમ કામગીરી કરે છે તો તેના પર હુમલો થાય છે. સ્થિતિ એવી છે કે કોર્પોરેશન અને પોલીસ મૂકપ્રેક્ષક બની રહી છે. કાયદાની ઐસી-તૈસી થાય છે અને લોકોની પરેશાની અટકતી નથી. હાઈકોર્ટ ઝાટકણી કાઢે છે પરંતુ પથ્થર ઉપર પાણી ઢોળ્યા જેવી સ્થિતિ છે. હાઈકોર્ટની પણ જાણે કે ધીરજ ખૂટી રહી છે. શહેરો રખડતા પશુ અને દબાણના ભરડામાંથી મુક્ત થશે કે નહીં તેનો કોઈ જવાબ નહીં!

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

હાઈકોર્ટે કોને-કોને હાજર રહેવા કહ્યું હતું?

  • પ્રિન્સીપલ સેક્રેટરી, શહેરી વિકાસ વિભાગ
  • મ્યુનિસિપલ કમિશનર, AMC
  • પોલીસ કમિશનર, અમદાવાદ શહેર 

હાઈકોર્ટે કાઢી ઝાટકણી

અમદાવાદ પોલીસ કમિશનરને શું કહ્યું?
અમારા નિર્દેશનું પાલન નથી થઈ રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓને માર પડી રહ્યો છે. અલાર્મિંગ સ્થિતિ છે, તમે શું કરો છો? સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનો રિપોર્ટ જુઓ. પોલીસ મહાપાલિકાને રક્ષણ આપી શકતી નથી.  તમારી વર્દી ઉપર લાગેલા સ્ટાર જુઓ. તમે ન કરી શકતા હો તો જણાવી દો. પોલીસ જીપની બાજુમાં 10-15 લોકો લાકડી લઈને ફરે છે. લોકો લાકડી લઈને ફરે છે અને પોલીસ કંઈ કરતી નથી.

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...

હાઈકોર્ટે કાઢી ઝાટકણી

AMC કમિશનરને શું કહ્યું?
પાલિકા કર્મચારીઓ ઉપર હુમલા થાય છે. આવાત નહીં ચલાવી લેવાય. મ્યુ.કમિશનર કહે છે કે દરરોજ મોનિટરિંગ થાય છે. મહાપાલિકાનું મોનિટરિંગ ગ્રાઉન્ડ લેવલે દેખાતું નથી.

પ્રિન્સીપલ સેક્રેટરીને શું કહ્યું?
તમે જોઈ રહ્યા છો કે શહેરની બહાર શું થઈ રહ્યું છે. સમાચાર માધ્યમોમાં આવે છે કે લોકો મરી રહ્યા છે. કડક હાથે કામ લેવાની જરૂર છે. સ્થિતિ સુધારવા અમે અઠવાડિયાનો સમય આપીએ છીએ. લોકો નથી સુધરતા તો એ જવાબદારી તંત્રની છે. અઠવાડિયા પછી અમે સ્થિતિની સમીક્ષા કરીશું. દરેક જગ્યાએ સમસ્યા જ સમસ્યા છે. પોલીસ જીપની બાજુમાંથી લોકો લાકડી લઈને હુમલો કરે છે. 

આ સ્થિતિનું નિવારણ શું?

  • અમદાવાદમાં રખડતા પશુને પકડવા ગયેલી ટીમ ઉપર હુમલાના અનેક બનાવ
  • 45 દિવસમાં AMCની ઢોર પાર્ટી ઉપર હુમલાના 24 બનાવ બન્યા

અમદાવાદના ક્યા-ક્યા વિસ્તારમાં હુમલો થયો?

રામોલ
નિકોલ
વટવા GIDC
ઓઢવ
બોડકદેવ
સોલા
ખોખરા
અસલાલી
નારણપુરા
ચાંદખેડા
કૃષ્ણનગર
રાણીપ
સાબરમતી
નારોલ
મહાપાલિકાની ટીમ પર હુમલો કરનારની પોલીસે ધરપકડ કરી

 તાજેતરમાં અમદાવાદમાં શું બન્યું?
અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે મહાપાલિકાની ટીમ પર હુમલો થયો હતો.  રસ્તા ઉપર ઉભેલી નોનવેજની લારી હટાવવાનું કહેતા હુમલો થયો. ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુ.કમિશનર ઘાયલ થયા હતા. ચીપીયા અને અન્ય સાધનોથી કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો કર્યો હતો. હુમલો કરનાર ટોળાથી બચવા કર્મચારીઓએ સ્થળ છોડવું પડ્યું હતું. ટોળામાંથી આ લોકોને જીવતા નથી જવા દેવાના એવા શબ્દો પણ સંભળાતા હતા. હુમલાની ઘટના બાદ બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી હતી.  ઘટનાના પડઘા મુખ્યમંત્રી સુધી પડ્યા હતા. હુમલો કરનારા 5 લોકો ઝડપાઈ ગયા. કોર્પોરેશને કહ્યું કે રૂટીન કામગીરી હતી એટલે પોલીસ રક્ષણ લીધું ન હતું.  પોલીસનું કહેવું છે કે AMCની ટીમ આવી કામગીરી માટે જાય તો જાણ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ