બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 10:44 AM, 1 March 2024
માઈક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ આ દિવસોમાં ભારતમાં છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચા વેચનારને કહે છે, 'એક ચા પ્લીઝ'. આ પછી ચા વેચનાર તેમને સ્ટાઇલમાં ગરમ ચા આપે છે. આ પછી બિલ ગેટ્સ ચાની ચુસ્કી માણતા જોવા મળે છે. બિલ ગેટ્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Bill Gates collaborating with Dolly Chaiwala is the most unexpected collaboration I've ever seen. 😭😭 pic.twitter.com/JvYXct93m8
— Prayag (@theprayagtiwari) February 28, 2024
ADVERTISEMENT
દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે આ કોણ છે? તો અમે તમને જણાવી દઈએ કે આ ચા વેચનારનું નામ છે ડોલી ચાયવાલા, જે હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ડોલી ચાયવાલા અવારનવાર પોતાની અનોખી સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે અને તે નાગપુરના સદર વિસ્તારમાં ચા વેચે છે.
#WATCH | Nagpur (Maharashtra): Microsoft Co-founder Bill Gates posted a video, in which he can be seen enjoying Dolly's tea.
— ANI (@ANI) February 29, 2024
Dolly Chaiwala says, "I was not aware at all I thought that he was a guy from a foreign country so I should serve him tea. The next day when I came back… pic.twitter.com/hicI3vY31y
ડોલી ચાયવાલા ઉર્ફે સેલિબ્રિટી ચાયવાલા સ્વેગ અને સ્ટાઇલથી ભરપૂર છે. તેની ચા બનાવીને આપવાની રીત ઘણી અલગ છે અને તેના સ્ટાઇલિશ લુક માટે લોકો તેને દેશી જોની ડેપ પણ કહે છે. ડોલી ચાયવાલા TikTok દ્વારા ફેમસ થયો હો અને હવે ઘણા લોકો તેની સ્ટાઈલ વિશે ચર્ચા કરે છે. તે ટ્રેન્ડી કપડાં પહેરે છે, અલગ હેરસ્ટાઇલ અને સનગ્લાસ પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ રીતે ચા પીરસે છે. સ્થાનિક લોકો અને ફૂડ બ્લોગર્સ તેના ફેન્સી લુક અને ચા પર ઘણા વિડીયો બનાવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રના નાગપુરનમાં ડોલી ચાયવાલા એક અલગ જ ઓળખ ધરાવે છે. આ વ્યક્તિએ 10મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો અને છેલ્લા 16 વર્ષથી નાગપુરના સિવિલ લાઈન્સ પાસે ચાની દુકાન ચલાવે છે. જે પણ ડોલીના ટી સ્ટોલ પર ચા પીવા આવે છે તે તેની સ્ટાઈલ અને સ્વાદ બંનેના ચાહક બની જાય છે.
ડોલી ડાયવાલા તેના આ નાના ટી સ્ટોલમાંથી સારી કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર ડોલીની કુલ સંપત્તિ 10 લાખ રૂપિયાની આસપાસ છે. આ સાથે જ તેની દુકાને બીજા ઘણા મોટા અભિનેતા અને અભિનેત્રીઓ પણ આવી ચૂક્યા છે. હાલ સોશિયલ મીડિયા પર ડોલી ચાયવાલા વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.