બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Who Is Sana Javed, Pakistan Cricketer Shoaib Malik's New Wife

લગ્ન / કોણ છે સના જાવેદ, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની દુલ્હન? સાનિયાએ જ આપ્યાં હતા તલાક

Hiralal

Last Updated: 03:58 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે એક્ટ્રેસ સના જાવેદ લગ્ન કર્યાં છે. શોએબની દુલ્હન પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ છે.

  • પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે એક્ટ્રેસ સના જાવેદ સાથે કર્યાં લગ્ન
  • સાનિયા મિર્ઝાએ જ તલાક આપ્યાં હોવાનો ખુલાસો
  • શોએબ નહીં સાનિયાએ જ આપ્યાં હતા તલાક 

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ફરી લગ્ન કરી લીધા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની નવી જીવનસાથી તરીકે પસંદ કરી છે. શોએબ મલિકે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. શોએબ અને સનાએ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછેડાની ચર્ચા ચાલતી હતી પરંતુ હવે સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું કે બન્ને વચ્ચે તલાક નહોતા તે 'ખુલા' હતું. ઈસ્લામમાં તલાક અને ખુલા વચ્ચે ફર્ક છે. 

શું છે ખુલા 
છૂટાછેડા અને ખુલા વચ્ચે બહુ ફરક નથી. જ્યારે કોઈ સ્ત્રી અલગ થવાનું નક્કી કરે છે, ત્યારે તે પતિને 'ખુલા' આપતી હોય છે. આ કિસ્સામાં સાનિયાએ જ શોએબને 'ખુલા' આપ્યાં છે. પુરુષ તરફથી જ્યારે આ નિર્ણય આવે છે તો તેને તલાક કહેવાય છે. ડિવોર્સ બાદ પણ મહિલા સતત ત્રણ મહિના સુધી પતિના ઘરમાં રહે છે. કુરાન અને હદીસમાં પણ તેનો ઉલ્લેખ છે. સાનિયાના પિતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, અલગ થવાનો નિર્ણય સાનિયા તરફથી લેવામાં આવ્યો હતો.

કોણ છે સના જાવેદ?
શોએબ મલિકની દુલ્હન સના જાવેદ પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. સના જાવેદે 2012માં સીરિયલ શેહેર-એ-જાટ દ્વારા સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. સનાને ટેલિવિઝન સિરીઝ 'ખાની'માં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ ઓળખ મળી હતી. સના જાવેદને તેના સામાજિક નાટકો રુસવાઈ અને ડંક માટે પ્રશંસા મળી છે. આ ઉપરાંત તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે.

શોએબ મલિક અને સના જાવેદનું 8 વર્ષનું લગ્નજીવન તૂટ્યું 
શોએબ મલિક અને સાનિયાના લગ્ન 12 એપ્રિલ, 2010ના રોજ પરંપરાગત વિધિથી થયા હતા. આ લગ્ન હૈદરાબાદમાં થયા હતા. લગ્નના 8 વર્ષ બાદ 2018માં તેમના પુત્ર ઇઝહાન મિર્ઝા મલિકનો જન્મ થયો હતો. શોએબ હજુ પણ પ્રોફેશનલ ક્રિકેટમાં સક્રિય છે, જ્યારે સાનિયાએ ગત વર્ષે જ ટેનિસમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ