બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Who is responsible for poor quality of bridge in Palanpur, criminal negligence? Why was GPC Infra, which is in controversy, given the job?

મહામંથન / પાલનપુરમાં બ્રિજની નબળી ગુણવત્તા, ગુનાહિત બેદરકારીની જવાબદારી કોની? વિવાદોમાં રહેલી GPC ઈન્ફ્રાને કેમ અપાયું કામ?

Vishal Khamar

Last Updated: 09:38 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ પાલનપુર આરટીઓ સર્કલ પાસે 125 કરોડનાં ખર્ચે નિર્માણ થઈ રહેલ બ્રિજ ધરાશાયી થયો હતો. આ બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા 2 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કોનાં કહેવાથી બ્લેક લિસ્ટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે સૌ પ્રથમ તો તપાસનો વિષય છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દુર્ઘટના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે આર એન્ડ બી તે તપાસનો વિષય છે.

આપણે ઝૂલતા પુલ દુર્ઘટના અંગે તો વારંવાર ચર્ચા કરતા જ રહીએ છીએ અને તેના પડઘા પણ હજુ શમ્યા નથી ત્યાં ફરી એકવાર રાજ્યમાં બ્રિજને લગતી જ દુર્ઘટના બની. પાલનપુરના RTO સર્કલ પાસે 125 કરોડના ખર્ચે જે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું તેના સ્લેબ ધરાશાયી થયા. આ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા. કોઈ દુર્ઘટના બને એટલે રાબેતા મુજબ તપાસ થવાની હોય એ તો થાય જ છે અને સમયાંતરે અપડેટ્સ પણ આવતા રહે છે પરંતુ મહામંથનમાં પાયાનો સવાલ એ જ કરવાનો છે કે આ બેદરકારી ગુનાહિત બેદરકારી છે તો તેમાં સ્પષ્ટરૂપથી જવાબદારી નક્કી થશે કે નહીં. 

  • પાલનપુરના RTO સર્કલ પાસે આવેલો બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થયા
  • બ્રિજની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ દુર્ઘટના બની
  • દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા

બ્રિજમાં ક્રોસ ગર્ડરની કામગીરી ચાલુ હતી ત્યારે એક ગર્ડર પડ્યો અને પછી બાકીના ગર્ડર પડ્યા એવા ટેકનિકલ કારણો આપવામાં આવી રહ્યા છે પણ દોઢ વર્ષથી બ્રિજની કામગીરી ચાલતી હતી તો આ સમય દરમિયાન ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ અને રોડ-બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ શું કરતું હતું. શું રેન્ડમ ચેકિંગની કોઈ વ્યવસ્થા છે કે નહીં. જે કંપનીને કામ સોંપાયું તે કંપનીને અગાઉ ખોટા બિલ રજૂ કરવાના મુદ્દે અમદાવાદ મહાપાલિકા બ્લેકલીસ્ટ કરી ચુકી છે તો હજુ પણ એ જ કંપનીને કામ કેમ અપાયું?. હવે તપાસ થશે, બચાવ થશે, પણ જવાબદારી નક્કી થશે કે નહીં. કંપનીના માલિક એવી સુફિયાણી વાતો કરી રહ્યા છે કે જે મૃત્યુ પામ્યા તે મારા દીકરા જેવા છે પરંતુ આવું કહેવાથી શું થશે. ન તો એ મૃતકો પાછા આવવાના છે કે ન તેમના પરિવારના ઘા પુરાવાના છે. અને આ તમામ ઘટનાક્રમ એક બેદરકારીથી સર્જાયો અને તેમા આખરે જવાબદારી કોની?

  • ગર્ડરમાંથી એક ગર્ડર પડ્યું જેથી બાકીના ગર્ડર પણ પડ્યા
  • ડિઝાઈન, બાંધકામ સહિતના મુદ્દાની ચકાસણી થઈ રહી છે
  • R&B અને NHAIના અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી
  • બ્રિજની કામગીરી નબળી હોવા અંગે ધારાસભ્યએ પણ દિશાનિર્દેશ કર્યો હતો

પાલનપુરના RTO સર્કલ પાસે આવેલો બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થયા હતા.  બ્રિજની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં  દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે.  દુર્ઘટના બાદ તપાસ થઈ રહી છે. ગર્ડરમાંથી એક ગર્ડર પડ્યું જેથી બાકીના ગર્ડર પણ પડ્યા છે.  ડિઝાઈન, બાંધકામ સહિતના મુદ્દાની ચકાસણી થઈ રહી છે. R&B અને NHAIના અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી છે. બ્રિજની કામગીરી નબળી હોવા અંગે ધારાસભ્યએ પણ દિશાનિર્દેશ કર્યો હતો.

  • પાલનપુરના બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની
  • બ્રિજનું કામ દોઢ વર્ષથી ચાલતું હતું
  • બ્રિજનું કામ જે કંપનીને અપાયું હતું તે અગાઉ પણ વિવાદમાં હતી

પાલનપુરના બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે.  બ્રિજનું કામ દોઢ વર્ષથી ચાલતું હતું. બ્રિજનું કામ જે કંપનીને અપાયું હતું તે અગાઉ પણ વિવાદમાં હતી. GPC ઈન્ફ્રા.ના ડિરેક્ટરે કહ્યું કે અમે કોઈ કચાશ રાખી નથી. GPC ઈન્ફ્રા.કંપનીને અમદાવાદ મહાપાલિકાએ બ્લેકલીસ્ટ કરી હતી. 2017માં IOCના ડુપ્લીકેટ બિલ રજૂ કરવા મુદ્દે GPC ઈન્ફ્રા.સામે ફરિયાદ થઈ હતી. બ્રિજ 125 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો હતો. બ્રિજના 5 ગર્ડર ધરાશાયી થયા હતા. બ્રિજ ઉપર 6 ગર્ડર ચડેલા હતા. ક્રોસ ગર્ડરનું કામ ચાલુ હતું તે દરમિયાન દુર્ઘટના બની. DySPના માર્ગદર્શનમાં સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. બ્રિજના ગર્ડર ધરાશાયી થયા તેમા કોની જવાબદારી નક્કી થશે? કંપની કહે છે કે પૂરતી સલામતી રાખી હતી તો દુર્ઘટના કેમ થઈ? બે લોકોના મૃત્યુની જવાબદારી કોની? જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

  • GPC ઈન્ફ્રા.ના ડિરેક્ટરે કહ્યું કે અમે કોઈ કચાશ રાખી નથી
  • GPC ઈન્ફ્રા.કંપનીને અમદાવાદ મહાપાલિકાએ બ્લેકલીસ્ટ કરી હતી
  • 2017માં IOCના ડુપ્લીકેટ બિલ રજૂ કરવા મુદ્દે GPC ઈન્ફ્રા.સામે ફરિયાદ થઈ હતી
  • બ્રિજ 125 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો હતો 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ