બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Who is giving money to heathens to seduce Hindu daughters? How will cases of love jihad be stopped?

મહામંથન / હિન્દુ દીકરીઓને ફસાવવા વિધર્મીઓને કોણ આપી રહ્યું છે પૈસા? કઈ રીતે અટકશે લવજેહાદના કેસો

Vishal Khamar

Last Updated: 08:43 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં પાંડેસરમાં લવજેહાદની ઘટનામાં મોટા ખુલાસા થયા છે. જેમાં આરોપી રિઝવાને લવ જેહાદની કબુલાત કરી છે. તેઁણે પોતે હિદુ હોવાનો યુવતીને પરિચય આપ્યો હતો. તેમજ હિંદુ યુવતીઓને ફસાવવાનાં રૂપિયા મળતા હોવાની કબુલાત કરી છે. ત્યારે હજુ આ ષડયંત્રમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

સુરતમાં લવજેહાદનો જે કિસ્સો સામે આવ્યો તે આપણા ધાર્યા કરતા વધારે સ્ફોટક છે. અત્યાર સુધી આપણે એવા કિસ્સા વિશે જ સાંભળતા કે કોઈ હિંદુ દીકરી મુસ્લિમ યુવકની જાળમાં ફસાઈ હોય પરંતુ આ વખતે ઘટના જરા વિપરીત છે. સુરતના પાંડેસરાની દીકરી મુસ્લિમ યુવકની જાળમાં ફસાઈ જેણે પોતાની ઓળખ હિંદુ તરીકે આપી હતી. લગ્ન પછી યુવક મુસ્લિમ છે તે હકીકત કરતા વધુ ચોંકાવનારી હકીકત એ હતી કે એ મુસ્લિમ યુવકને હિંદુ દીકરીઓને ફસાવવાના અને તેની સાથે લગ્ન કરવાના રૂપિયા મળતા હતા. જેટલી વધુ દીકરીઓને ફસાવે એટલા જ વધુ રૂપિયા મળે. જરા કલ્પના કરો કે આ ષડયંત્ર કેટલું ઘાતક રીતે આકાર પામી રહ્યું છે. 

  • રાજ્યમાં ફરી લવજેહાદનો કિસ્સો સામે આવ્યો
  • ઘટના સુરતના પાંડેસરાની યુવતી સાથે બની
  • યુવતી જ્યારે સગીરા હતી ત્યારે તેની સાથે ઘટના બની હતી

આજે કોઈ વ્યક્તિ માટે પોતાની ઓળખ છુપાવવી બહુ અઘરી વાત નથી. કોઈ હિંદુ યુવક મુસ્લિમ જેવી ટોપી ધારણ કરી લેશે અને તેના જેવો પહેરવેશ પણ ધારણ કરી લેશે તો સામે પક્ષે કોઈ મુસ્લિમ યુવક ટોપી, દાઢી અને પોતાનો મૂળભૂત પહેરવેશ દૂર કરીને હિંદુ જેવો દેખાશે, આવા સમયે દીકરીની સમજણ, તેના મા-બાપની સમજણ અને સરવાળે સમગ્ર સમાજની સમજણ જ તેને કામ આવશે. સુરતના પાંડેસરાના કિસ્સામાં પણ એવું જ બન્યું કે જેમા રિઝવાને પોતાની ઓળખ કરણ તરીકે આપી અને હિંદુ દીકરી તેની પ્રેમજાળમાં ફસાઈ ગઈ. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે સમગ્ર ઘટના 5 વર્ષ બાદ પ્રકાશમાં આવી છે અને યુવતીએ જ્યારે એ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા ત્યારે તો તે હજુ સગીરા હતી. પોલીસ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને મોટા ષડયંત્રના ખુલાસા થશે એ વાત ચોક્કસ છે ત્યારે ગંભીર પ્રશ્ન એટલો જ છે કે હિંદુ દીકરીઓને આવા ષડયંત્રોથી કેવી રીતે બચાવવી.

  • સુરતના પાંડેસરાની યુવતી લવજેહાદનો શિકાર બની
  • યુવતી જ્યારે યુવકના પરિચયમાં આવી ત્યારે તેની વય 17 વર્ષની હતી
  • યુવતી પાંડેસરામાં સંચા વિભાગમાં કામ કરતી હતી

રાજ્યમાં ફરી લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના સુરતના પાંડેસરાની યુવતી સાથે બની છે. યુવતી જ્યારે સગીરા હતી ત્યારે તેની સાથે ઘટના બની હતી. આ વખતે બનેલી ઘટના વધુ સતર્ક કરનારી છે. આરોપી યુવકને દીકરીઓને ફસાવવા માટે ફંડિંગ કરાતું હતું. પોલીસ તપાસમાં લવજેહાદને લઈને સ્ફોટક ખુલાસા થયા છે.

  • લગ્ન બાદ યુવક સગીરાને દિલ્લી લઈ ગયો હતો
  • દિલ્લીમાં યુવકે પોતાનો અસલી રંગ બતાવ્યો
  • સગીરાને માલૂમ પડ્યું કે યુવક મુસ્લિમ છે અને તેનું નામ રિઝવાન છે

સુરતનો કેસ શું છે?
સુરતના પાંડેસરાની યુવતી લવજેહાદનો શિકાર બની છે. યુવતી જ્યારે યુવકના પરિચયમાં આવી ત્યારે તેની વય 17 વર્ષની હતી. યુવતી પાંડેસરામાં સંચા વિભાગમાં કામ કરતી હતી. સગીરા નોકરી માટે રીક્ષામાં આવ-જા કરતી હતી. દરરોજની આવન-જાવનથી રીક્ષાચાલક સાથે યુવતીને મિત્રતા થઈ હતી.  મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંનેએ લગ્ન કર્યા. રીક્ષાચાલકે પોતાની ઓળખ કરણ તરીકે આપી હતી. યુવકે 2018માં સગીરા 17 વર્ષની હતી ત્યારે તેની સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ યુવક સગીરાને દિલ્લી લઈ ગયો હતો. દિલ્લીમાં યુવકે પોતાનો અસલી રંગ બતાવ્યો. સગીરાને માલૂમ પડ્યું કે યુવક મુસ્લિમ છે અને તેનું નામ રિઝવાન છે.

  • આરોપી રિઝવાનને રૂપિયા મળતા હતા
  • રિઝવાનને હિંદુ દીકરીઓને ફસાવવાનું કામ સોંપાયું હતું
  • હિંદુ યુવતીઓ સાથે લગ્ન કરવાનો ટાર્ગેટ આપવામાં આવતો

આ ખુલાસા ગંભીર
આરોપી રિઝવાનને રૂપિયા મળતા હતા. રિઝવાનને હિંદુ દીકરીઓને ફસાવવાનું કામ સોંપાયું હતું. હિંદુ યુવતીઓ સાથે લગ્ન કરવાનો ટાર્ગેટ આપવામાં આવતો હતો.  જેટલી વધુ યુવતીઓને ફસાવે એટલા વધુ રૂપિયા મળતા હતા.  હિંદુ દીકરી સાથે લગ્ન બાદ રહેવાની પણ સગવડ મળતી હતી. રિઝવાને કહ્યું રૂપિયાની જરૂર છે એટલે તે કંઈપણ કરશે. રિઝવાને જે હિંદુ દીકરી સાથે લગ્ન કર્યા તેને ધર્મપરિવર્તન માટે દબાણ કર્યું હતું.  જો ધર્મપરિવર્તન ન કરે તો બાળકો અને પરિવારને મારવાની ધમકી આપી હતી.  રિઝવાનનો પરિવાર પણ યુવતીને મ્હેણા-ટોણા મારતો હતો. રિઝવાનને મળતા ફંડિંગનો સોર્સ શું છે તેની તપાસ હાથ હાથ ધરી છે. 

  • વડોદરામાં આર્મી ઓફ મેહંદી ગૃપનો ખુલાસો થયો હતો
  • આ ગૃપના સભ્યો સમગ્ર રાજ્યમાં હોવાનું સામે આવ્યું
  • આર્મી ઓફ મેહંદી ગૃપ વિધર્મી યુગલની માહિતી રાખતું હતું

વડોદરામાં શું બન્યું હતું?
વડોદરામાં આર્મી ઓફ મેહંદી ગૃપનો ખુલાસો થયો હતો. આ ગૃપના સભ્યો સમગ્ર રાજ્યમાં હોવાનું સામે આવ્યું હતું.  આર્મી ઓફ મેહંદી ગૃપ વિધર્મી યુગલની માહિતી રાખતું હતું. માહિતી માટે ડિલીવરી બોય અને ખાણી-પીણીવાળાને પણ સાધ્યા હતા. મુસ્લિમ યુવતી અન્ય ધર્મના યુવક સાથે નજરે પડે તો ગૃપમાં મેસેજ મુકાતો હતો.  બાઈક અથવા કારના નંબરના આધારે ઓળખ કરવામાં આવતી હતી. કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો-મેસેજ કરવામાં આવતા હતા. 150થી વધુ સભ્યો ગૃપમાં સક્રિય હતા.

  • માહિતી માટે ડિલીવરી બોય અને ખાણી-પીણીવાળાને પણ સાધ્યા હતા
  • મુસ્લિમ યુવતી અન્ય ધર્મના યુવક સાથે નજરે પડે તો ગૃપમાં મેસેજ મુકાતો
  • બાઈક અથવા કારના નંબરના આધારે ઓળખ કરવામાં આવતી હતી
  • કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો-મેસેજ કરવામાં આવતા હતા

અમદાવાદનો કેસ શું હતો?
અમદાવાદના ગોમતીપુરમાં બે બહેનો લવજેહાદનો શિકાર બની હતી. બંને બહેનો મુસ્લિમ યુવકના જાળમાં ફસાઈ હતી. મોટી બહેન સાથે મુસ્લિમ યુવકે મરાઠીમાં લખેલા સોગંદનામામા સહી કરાવી હતી. મોટી બહેને ખુલાસો કર્યો કે તેમાં લગ્ન નહીં પણ ધર્મપરિવર્તનની વાત હતી. મુસ્લિમ યુવક ઈકબાલે યુવતીને સાત વર્ષ સુધી યુપીમાં ગોંધી રાખી હતી. ઈકબાલના ઘરના યુવતી ઉપર અસહ્ય ત્રાસ ગુજારતા હતા. યુવતીની નાની બહેન પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી.  મુસ્લિમ યુવકે મંથન જોષી બનીને યુવતીનો સંપર્ક કર્યો હતો.  યુવતીએ લગ્ન કર્યા બાદ ખબર પડી કે તેનું નામ સોહેલ ખાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ