બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Who are the five judges of the Supreme Court? Who gave the historic judgment on Article 370

જાણી લો / કોણ છે સુપ્રીમ કોર્ટના એ પાંચ જજ? જેઓએ આર્ટિકલ 370 પર આપ્યો ઐતિહાસિક ચુકાદો

Megha

Last Updated: 01:10 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 વર્ષ, 4 મહિના, 6 દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો કે કેન્દ્ર સરકારનો કલમ 370 હટાવવાનો નિર્ણય સાચો હતો. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચ આ નિર્ણય સંભળાવ્યો હતો.

  • સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો
  • પ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો
  • સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચ આ નિર્ણય સંભળાવ્યો

મોદી સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે મોટી વાતો

- રાષ્ટ્રપતિ પાસે કલમ 370 હટાવવાનો અધિકાર છે. કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે સાચો હતો.
- બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ-કાશ્મીરને લાગુ પડે છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના એકીકરણ માટે હતો.
- કલમ 370 હટાવવામાં કોઈ દ્વેષ નથી.
- જમ્મુ-કાશ્મીરમાં વહેલી ચૂંટણી માટે પગલાં લેવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવી જોઈએ.
- જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો જલ્દીથી પુનઃસ્થાપિત થવો જોઈએ.
- કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી.

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચ આ નિર્ણય સંભળાવ્યો
સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય સામે 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે તમામની સુનાવણી કર્યા બાદ કોર્ટે સપ્ટેમ્બરમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જો કે 370 નાબૂદ થયાના 4 વર્ષ, 4 મહિના, 6 દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય સાચો હતો. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચ આ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ પાંચ જજોમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. 

એવામાં ચાલો જાણીએ આ પાંચ જજો વિશે.. 

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ  (D Y Chandrachud) - 
જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ ભારતની સુપ્રીમ કોર્ટમાં જજ છે અને તેમણે 10 ઓક્ટોબર, 2022ના રોજ ત્યારના CJI UU લલિતનું સ્થાન લીધું હતું. જસ્ટિસ ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર, 1959ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચુડ 16મા અને સૌથી લાંબા સમય સુધી સેવા આપતા CJI હતા. જસ્ટિસ ચંદ્રચુડની 29 માર્ચ, 2000ના રોજ બોમ્બે હાઇકોર્ટના વધારાના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.  1 ઓક્ટોબર 2013 ના રોજ એમને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા અને 13 મે 2016 ના રોજ તેમને ભારતની સર્વોચ્ચ અદાલતમાં પ્રમોટ કરવામાં આવ્યા હતા.

જસ્ટિસ સંજય કિશન કૌલ - 
જસ્ટિસ કૌલ સુપ્રીમ કોર્ટના બીજા નંબરના મોસ્ટ સિનિયર જજ છે. એમને 1987 થી 1999 સુધી ભારતના સર્વોચ્ચ અદાલતના વકીલ તરીકે સેવા આપી હતી અને ડિસેમ્બર 1999 માં તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 3 મે, 2001ના રોજ, તેઓ દિલ્હી હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે પ્રમોટ થયા અને 02 મે, 2003ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 2013માં તેઓ પંજાબ હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને 26 જુલાઈ 2014ના રોજ તેઓ મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. આ પછી તેઓ 17 ફેબ્રુઆરી 2017 ના રોજ, તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા.

જસ્ટિસ સંજીવ ખન્ના 
14 મે 1960ના રોજ જન્મેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ 1983 માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અને કોર્ટ દ્વારા એમિકસ ક્યુરી તરીકે નિમણૂક કર્યા બાદ પણ ઘણા ફોજદારી કેસોની દલીલ કરી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં આવકવેરા વિભાગના વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે લગભગ સાત વર્ષ સુધી કામ કર્યું. 2005માં દિલ્હી હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે પ્રમોટ થયા, 2006માં તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. 18 જાન્યુઆરી 2019 ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે પ્રમોટ થયા હતા. જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત્ત થવાના છે.

જસ્ટિસ બીઆર ગવઈ 
24 નવેમ્બર 1960ના રોજ અમરાવતીમાં જન્મેલા બી.આર. ગવઈ 16 માર્ચ, 1985ના રોજ બારમાં જોડાયા હતા. તેમણે ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના જજ રાજા ભોસલે સાથે 1987 સુધી કામ કર્યું. 1987 થી 1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરી. 1990 પછી, તેમણે મુખ્યત્વે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ સમક્ષ પ્રેક્ટિસ કરી. 17 જાન્યુઆરી, 2000 ના રોજ, તેમને નાગપુર બેંચ માટે સરકારી વકીલ અને સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બર, 2005ના રોજ તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા. 24 મે, 2019 ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે પ્રમોટ થયા. તેઓ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ