બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Where is the car that Elon Musk sent into space 6 years ago?

રહસ્ય / 6 વર્ષ પહેલા એલન મસ્કે અંતરિક્ષમાં મોકલેલી કાર આખરે ક્યાં છે? શું છે તેના હાલ? જાણો ખાસિયત

Priyakant

Last Updated: 10:32 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk's Tesla Car in Space Latest News: 6 વર્ષ પહેલા 6 ફેબ્રુઆરી 2018ના રોજ  એલન મસ્કે ફાલ્કન હેવી રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં મોકલેલ ટેસ્લા કાર હાલ ક્યાં છે ?

Elon Musk's Tesla Car in Space : એલન મસ્ક હંમેશા એક યા બીજી વસ્તુ કરે છે જેના કારણે તે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. પણ શું તમે જાણો છો કે બરાબર 6 વર્ષ પહેલા 6 ફેબ્રુઆરી 2018ના રોજ એલન મસ્કે ફાલ્કન હેવી રોકેટનો ઉપયોગ કરીને ટેસ્લા કાર અવકાશમાં મોકલી હતી? આ ટેસ્લા કારની સાથે કંપનીના એક ડ્રાઈવરને પણ ડ્રાઈવિંગ સીટ પર બેસાડીને મોકલવામાં આવ્યો હતો. આ ડ્રાઈવર કોણ હતો અને શું આ ડ્રાઈવર પણ છેલ્લા 6 વર્ષથી કાર લઈને અવકાશમાં ફરતો હતો?

એલન મસ્કની કારની સાથે ગયેલ ડ્રાઈવર કોઈ માણસ નહીં પરંતુ એક ડમી હતો જેને સ્પેસ સૂટ પહેરીને મોકલવામાં આવ્યો હતો. આ ડમીનું નામ સ્ટારમેન હતું આ ટેસ્લા કારને અવકાશમાં મોકલતા પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે આ કારને મંગળની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ કાર આજે ક્યાં છે તેનો સચોટ અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલન મસ્કની આ ટેસ્લા કાર ખોટી દિશામાં વળી ગઈ હતી અને આ કાર સૂર્યની આસપાસ ફરે છે.

અવકાશમાં મોકલેલી એલોન મસ્કની આ અંગત કારનું નામ ટેસ્લા રોડસ્ટર હતું. એવું કહેવાય છે કે, એક સમયે એલન મસ્ક આ કારને ઓફિસે લઈ જતા હતા. રિપોર્ટ્સ અનુસાર આ કાર રોકેટથી અલગ થઈ ત્યારથી સૂર્યની આસપાસ ફરે છે, એટલું જ નહીં આ કાર અત્યાર સુધીમાં સૂર્યની આસપાસ 3 પરિક્રમા કરી ચૂકી છે.

શું રોડસ્ટર ક્યારેય પરત આવશે?
શું એલન મસ્કની ટેસ્લા રોડસ્ટર ક્યારેય અવકાશમાંથી પછી આવશે? આ સવાલ ઘણા લોકોના મનમાં ઘૂમી રહ્યો છે, તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એલન મસ્ક પાસે આ વાહનને પૃથ્વી પર પાછા લાવવાની કોઈ યોજના નથી. આ તમામ માહિતી અહેવાલો પર આધારિત છે કારણ કે વાહનને ટ્રેક કરી શકાતું નથી. કારણ કે આ કામમાં ઘણો ખર્ચ થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો અવકાશમાં મુસાફરી કરી રહેલી ટેસ્લા કંપનીની આ કાર 2091માં પૃથ્વીની નજીકથી પસાર થશે. આ કાર પૃથ્વી પર પાછી આવશે કે નહીં આ સવાલનો જવાબ સમય જ આપશે.

વધુ વાંચો: પાકિસ્તાનના બીજા મોટા નેવી એરબેઝ પર ભયંકર હુમલો, બાદમાં ચાર આતંકીઓને કરાયા ઠાર

શું છે ટેસ્લા રોડસ્ટરની વિશેષતાઓ
જો આપણે ટેસ્લા કંપનીની આ ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કારના કેટલાક મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો આ કાર એક વખત ફુલ ચાર્જ થવા પર 620mi (લગભગ 997 કિલોમીટર) સુધીનું અંતર કાપી શકે છે. આ સિવાય ટેસ્લા રોડસ્ટર માત્ર 1.9 સેકન્ડમાં 0 થી 60 સુધીની ઝડપ પકડી લે છે જ્યારે આ કાર 0 થી 100 સુધીની ઝડપ મેળવવામાં 4.2 સેકન્ડનો સમય લે છે. આ કારમાં ચાર લોકો માટે બેસવાની જગ્યા છે. કંપનીની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યું છે કે જો કોઈ ટેસ્લા કંપનીની આ કારને બુક કરાવવા માંગે છે તો તેની રિઝર્વેશન કિંમત 50 હજાર ડોલર (લગભગ 41 લાખ 68 હજાર રૂપિયા) છે. રૂ. 627) ચૂકવવા પડશે. આ કારમાં ગ્રાહકોને કાચની છત મળે છે અને આ કારની ટોપ સ્પીડ કોઈ સ્પોર્ટ્સ કારથી ઓછી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ