બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / where are the players of team indias first t20 win agianst south africa 2006

ક્રિકેટ / દિનેશ મોંગીયા, ઝહીર ખાન..., આખરે ક્યાં છે ભારતની પ્રથમ T20ની જીતના 11 નાયક, કોઇ બન્યું એક્ટર, તો કોઇ સાંસદ

Arohi

Last Updated: 02:40 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

First T20 Winner Players of Indian Cricket Team: આ ઐતિહાસિક મેચમાં ભાગ લેનાર 11માંથી 10 ખેલાડી સંન્યાસ લઈ ચુક્યા છે. અમુક ખેલાડી કમેન્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યા છે તો કોઈ સાંસદ બની ચુક્યા છે. આવો જાણીએ આ 11 ચેમ્પિયન પ્લેયર્સ વિશે...

  • ક્યાં છે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ? 
  • જેમણે જીતી હતી ભારતની પ્રથમ T20
  • કોઇ બન્યું એક્ટર, તો કોઇ સાંસદ

ભારતીય ટીમ સાઉથ આફ્રીકા પ્રવાસ પર છે. જ્યાં તે પહેલી ટી20 સિરીઝ રમવા જઈ રહી છે. આમ જોઈએ તો ભારતે સાઉથ આફ્રીકાના વિરૂદ્ધ જ પોતાની પહેલી ટી20 મેચ રમી હતી. 01 ડિસેમ્બર 2006ને જોહાનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં ભારતે છ વિકેટથી જીત મેળવી હતી. 

આ ઐતિહાસિક મેચમાં ભાગ લેનાર 11માંથી 10 ખેલાડી સંન્યાસ લઈ ચુક્યા છે. અમુક ખેલાડી કમેન્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યા છે તો કોઈ સાંસદ બની ચુક્યા છે. આવો જાણીએ આ 11 ચેમ્પિયન પ્લેયર્સ વિશે...

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

વીરેન્દ્ર સહેવાગ 
આ ઐતિહાસિક મુકાબલામાં ભારતીય ટીમની કેપ્ટન્સી સહેવાગે કહી હતી. સહેવાગે 29 બોલ પર 34 રનોની તાબડતોબ ઈનિંગ રમી હતી. સહેવાગ સોશિયલ મીડિયા પર મજાકીયા અંદાજમાં પોસ્ટ કરે છે. વીરેન્દ્ર સહેવાગને ઘણી મેચોમાં કમેન્ટ્રી કરતા જોવામાં આવી ચુક્યા છે.

સચિન તેંડુલકર 
સચિન તેંડુલકરની ટી20 ઈન્ટરનેશનલ કરિયરની આ એકમાત્ર મેચ હતી. સચિન આ મેચમાં 10 રન બનાવી શક્યા હતા. જોકે તેમણે એક વિકેટ પણ લીધી હતી. માસ્ટર બ્લાસ્ટરનું નામ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સેન્ચુરી માટે નોંધાયેલું છે. સચિન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે રાજ્યસભામાં સદસ્ય પણ રહી ચુક્યા છે.

દિનેશ મોંગિયા 
ભારતીય ટીમની જીતમાં દિનેશ મોંગિયાનું પણ મોટુ યોગદાન રહ્યું હતુ. દિનેશે ભારતમાં ડેબ્યૂ ટી20 મેચમાં 38 રનોની ઈનિંગ રમીને કર્યું. 46 વર્ષના મોંગિયા હાલ ઓડિશાની ક્રિકેટ ટીમના હેડ કોચ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

એમએસ ધોની 
ધોની આ મેચમાં ખાતું પણ ન હતુ ખોલી શક્યા. ધોનીએ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધુ હતું. જોકે ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યા છે. ધોની ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે અને તેમનું રાંચીમાં વિશાળ ફાર્મહાઉસ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dinesh Karthik (@dk00019)

દિનેશ કાર્તિક 
તે મેચમાં દિનેશ કાર્તિકે 28 બોલ પર અણનમ 31 રન બનાવ્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યા હતા. કાર્તિકે અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ નથી લીધુ અને તે આઈપીએલ 2024માં પણ રમતા જોવા મળશે. 

સુરેશ રૈના 
વર્ષ 2020માં આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાંસ લઈ લીધો હતો. લેફ્ટ હેન્ડના બેટ્સમેન રૈનાએ ભારતના પહેલા ટી20 મેચમાં અણનમ 3 રન બનાવ્યા હતા. રેના કમેન્ટ્રી કરતા જોવા મળી શકે છે.

ઈરફાન પઠાણ 
ભારતના ડેબ્યૂ ટી20 મેચમાં ઈરફાને પણ ભાગ લીધો હતો. જોકે તેમણે કોઈ વિકેટ ન હતી સીધી. ઈરફાન પઠાણ રિટાયરમેન્ટ બાદ કમેન્ટ્રીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચુક્યા છે. આટલું જ નહીં ઈરફાન એક્ટિંગની દુનિયામાં પણ હાથ અજમાઈ ચુક્યા છે. 

હરભજન સિંહ 
દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે ડિસેમ્બર 2021માં રિટાયરમેન્ટ લીધી હતી. હરભજન હવે ક્રિકેટ નિષ્ણાંતની સાથે સાથે કમેન્ટેટર બની ચુક્યા છે. આટલું જ નહીં ભજ્જી રાજનીતિમાં ઉતરી ચુક્યા છે અને તે આમ આદમી પાર્ટીના ટિકર પર રાજ્યસભા સાંસદ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zaheer Khan (@zaheer_khan34)

ઝહીર ખાન 
લાંબા સમય સુધી ભારતીય બોલિંગની ધરી પર રહેલા પેસ બોલર ઝહીર ખાને 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાંસ લઈ લીધો હતો. ઝહીર ખાને પહેલી ટી20 મેચમાં બે વિકેટ લઈને જીતમાં મહત્વની ભુમિકા નિભાવી હતી. ઝહીર એક ફેમસ કમેન્ટેટર બની ચુક્યા છે. 

અજીત અગરકર 
ફાસ્ટ બોલર અજીત અગરકર પણ આ મેચમાં પ્લેઈંગ-11 ટીમનો ભાગ હતા. અગરકરે શાનદાર બેટિંગ કરતા ફક્ત 10 રન આપીને બે વિકેટ લીધી હતી. અગરકર ભારતીય ટીમના હાલના ચીફ સિલેક્ટર છે. 

એસ શ્રીસંત 
ભારતના પહેલા ટી20 મેચમાં શ્રીસંતે પણ ભાગ લીધો હતો. જોકે તેમણે ફક્ત 1 જ વિકેટ લીધી. ગયા વર્ષે માર્ચમાં શ્રીસંતે રિટાયરમેન્ટ લીધી હતી. શ્રીસંત હવે કમેન્ટ્રીમાં હાથ અજમાવી રહ્યા છે. શ્રીસંત બિગ બોસ જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચુક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ