બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / When will Hardik Pandya return? Who will captain T20 World Cup 2024? Jay Shah gave the answer

ક્રિકેટ / હાર્દિક પંડ્યા ક્યારે વાપસી કરશે? T20 વર્લ્ડ કપ 2024 માં કોણ કરશે કેપ્ટનશિપ? જય શાહે આપ્યો જવાબ

Megha

Last Updated: 08:25 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2022 પછી રોહિત શર્માએ ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી નથી. હવે રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને શું પ્લાન છે અને હાર્દિક પંડ્યા ક્યારે વાપસી કરી શકે છે, જય શાહે આપ્યો જવાબ..

  • હાર્દિક પંડ્યા સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક છે જે વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયો
  • T20 વર્લ્ડ કપ 2022 પછી રોહિત શર્માએ ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી નથી
  • હાર્દિક પંડ્યા ક્યારે વાપસી કરી શકે છે? જય શાહે આપ્યો જવાબ 

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા, વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવે છે અને આ ખેલાડી વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક માત્ર ભારતીય ટીમ માટે મહત્વનો ખેલાડી નથી પરંતુ ટી20માં ટીમનો કેપ્ટન પણ છે. પરંતુ આગામી T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટનશીપ માટે અટકળો લગાવવામાં આવી રહી છે. T20 વર્લ્ડ કપ 2022 પછી હિટમેન રોહિત શર્માએ ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી નથી. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને શું પ્લાન છે અને હાર્દિક પંડ્યા ક્યારે વાપસી કરી શકે છે, BCCI સેક્રેટરી જય શાહે આ બંને સવાલોના જવાબ આપ્યા છે.

વિમેન્સ પ્રીમિયર લીગના ઓક્શન કારણે 9 ડિસેમ્બરે હતા. આ દરમિયાન જય શાહે પુરૂષ ક્રિકેટ ટીમ વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રોહિત શર્માની કેપ્ટનશિપ અંગે જય શાહે કહ્યું કે, 'હવે સ્પષ્ટતાની શું જરૂર છે? જૂનમાં ટી20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, તે પહેલા અમારી પાસે આઈપીએલ અને અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ છે. અમે દરરોજ હાર્દિકની હેલ્થ પર ધ્યાન રાખી રહ્યા છીએ અને હાલ તે NCAમાં છે અને ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તે જેમ ફિટ થશે એમ જ અમે તમને યોગ્ય સમયે જણાવીશું. હાર્દિક અફઘાનિસ્તાન સીરિઝ પહેલા પણ ફિટ થઈ શકે છે.

સૂર્યાની કપ્તાનીમાં ટી-20 સીરિઝ શરૂ થશે
ટીમ ઈન્ડિયા T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે પહોંચી ગઈ છે. T20 સીરિઝ 10 ડિસેમ્બરથી એટલે કે આજથી શરૂ થશે. આ સિરીઝમાં ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. નોંધનીય છે કે આ ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સૂર્યા દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે હરાવવામાં સફળ થાય છે કે નહીં.

ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુન્દર, રવિ બીશ્નોઇ,  કુલદીપ યાદવ., અર્શદીપ સિંહ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ