બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / whatsapp silence unknown callers feature rollout to ios android for safety

Tech / WhatsAppનું ગજબનું ફીચર: યુવતીઓ ‘Silence Unknown Callers’ને આ રીતે કરી દો એક્ટિવ, માથાકૂટ જ મટી

Bijal Vyas

Last Updated: 08:57 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ છેતરપિંડી કરનાર હજારો વખત કોલ કરશે, તો પણ તમારો ફોન નહીં વાગે. જાણો કેવી રીતે કામ કરશે...

  • મેટાના CEO માર્ક ઝકરબર્ગે Silence Unknown Callers ફીચરની જાહેરાત કરી છે.
  • આ નવા ફીચરનો હેતુ યુઝર્સને તેમના ઇનકમિંગ કૉલ્સ પર વધુ નિયંત્રણ આપવાનો છે.
  • અજાણ્યા નંબરો પરથી આવતા કોલ યુઝરના ફોન પર રીંગ વાગશે નહીં.

WhatsApp Silence Unknown Callers: વોટ્સએપ પર સ્પૈમ કોલ્સ સતત વધી રહ્યા છે. અજાણ્યા નંબર પરથી કોલ કરીને છેતરપિંડી કરનારાઓ ખૂબ જ સરળતાથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. તેથી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મેટાએ એક નવું ફીચર રજૂ કર્યું છે. આ સુવિધા યુઝર્સને પ્લેટફોર્મ પર છૂટાછવાયા કોલ્સને તેની જાતે જ મ્યૂટ કરવાની મંજૂરી આપશે. આ એક પ્રાઈવસી ફીચર છે, અને તેને 'Silence Unknown Callers' નામ આપવામાં આવ્યું છે.

WhatsApp દાવો કરે છે કે આ નવી સુવિધાનો હેતુ યુઝર્સને તેમના ઇનકમિંગ કૉલ્સ પર વધુ નિયંત્રણ આપવાનો છે, અને તે સ્પૈમ, સ્કૈમ અને અજાણ્યા કોલર્સ સામે વધુ સારી સુરક્ષા આપવામાં મદદ કરશે.

Meta CEO માર્ક ઝકરબર્ગે આ ફીચરની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ફીચર થોડા સમય માટે બીટા ટેસ્ટિંગ પર હતું અને હવે તેનું સ્ટેબલ વર્ઝન એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જો તમે પ્રાઈવસી સેટિંગમાં જઈને આ ફીચરને ઓન કરો છો, તો જ્યારે પણ કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે, તો તે આપમેળે સાઈલન્ટ થઈ જશે.

કેવી રીતે કરશે કામ ?
અજાણ્યા નંબરો પરથી આવતા કોલ યુઝરના ફોન પરની રીંગ વાગશે નહીં. જો કે, તેઓ ચોક્કસપણે કોલ લિસ્ટમાં મિસ્ટ કૉલ્સ તરીકે દેખાશે, જેથી યુઝર્સ પછીથી તેમની રિવ્યુ કરી શકે કે તેઓ તાત્કાલિક કોલ્સ તો હતા નહીં. 

જો તમે આ સુવિધાનો ઉપયોગ કરવા માંગો છો, તો ખાતરી કરો કે તમે તમારા ફોનમાં WhatsAppનું નવીનતમ સંસ્કરણ ઇન્સ્ટોલ કર્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સ Google Play Store અને iOS યુઝર્સ Apple એપ સ્ટોર પર જઈને એપને અપડેટ કરી શકે છે.

હવે તમારે WhatsApp ખોલવું પડશે, અને મેનૂમાં જઈને Settings પસંદ કરવાનું રહેશે. પછી Privacy પસંદ કરો અનેCall પસંદ કરો. અહીં 'Silence Unknown Callers' સક્ષમ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ