બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / whatsapp chat backup will no longer free users have to buy google one

ટેક્નોલોજી / હવે WhatsApp યુઝ કરવા પણ પૈસા આપવા પડશે? કંપની કરશે મોટો ફેરફાર, જાણો વિગત

Manisha Jogi

Last Updated: 05:58 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં વ્હોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, વ્હોટ્સએપ બેકઅપ માટે પૈસા આપવાના રહેશે.

  • વ્હોટ્સએપનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
  • વ્હોટ્સએપ બેકઅપ માટે પૈસા આપવાના રહેશે
  • વ્હોટ્સએપ બેકઅપ માટે ખરીદો આ પ્લાન

સમગ્ર વિશ્વમાં વ્હોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, વ્હોટ્સએપ બેકઅપ માટે પૈસા આપવાના રહેશે. વ્હોટ્સએપ બેકઅપને  ગૂગલ ડ્રાઈવના જનરલ સ્ટોરેજથી અલગ કાઉન્ટ કરવામાં આવતું હતું. ગૂગલ ડ્રાઈવમાં ફ્રી સ્પેસ આપવામાં આવતી હતી. હવે આ સ્પેસ 15GB જ આપવામાં આવે છે. 

વ્હોટ્સએપ બેકઅપ માટે ચાર્જ
કંપની પોલિસીમાં કેટલાક ફેરફાર કરી રહી છે.  Whatsapp Backup ગૂગલ ડ્રાઈવની 15GB ફ્રી સ્પેસમાં જ રહેશે. આ 15GBમાં ગૂગલ ફોટોઝ, ઈમેઈલ તથા અન્ય ડિટેઈલ્સ સેવ કરવામાં આવે છે. આ સ્પેસમાં વ્હોટ્સએપ બેકઅપ રાખવામાં આવશે તો આ 15GB સ્પેસ ઝડપથી ફીલઅપ થઈ જશે. 

વ્હોટ્સએપ બીટા યૂઝર્સ માટે આ અપડેટ રિલીઝ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર કંપની વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં આ અપડેટ રોલઆઉટ કરી શકે છે. વ્હોટ્સએપ યૂઝ કરવા માટે પૈસા આપવાના નહીં રહે, પરંતુ વ્હોટ્સએપ બેકઅપ માટે પૈસા આપવાના રહેશે. 

જો તમારી 15GB સ્પેસ ભરાઈ જાય તો તમારે Google Oneના પ્લાન રૂપે એક્સ્ટ્રા સ્પેસ ખરીદવી પડશે. Google Oneના ત્રણ પ્લાન બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ હોય છે. આ તમામ પ્લાનમાં મંથલી ચાર્જ અનુસાર સ્ટોરેજ આપવામાં આવે છે.

Google One પ્લાન ફી
બેઝિક પ્લાનમાં યૂઝર્સને 130 રૂપિયામાં 100GB સ્પેસ મળે છે. 210 રૂપિયામાં 200GB સ્પેસ મળે છે. પ્રીમયમ પ્લાનની કિંમત માસિક 600 રૂપિયા છે, જેમાં 2TB ડેટા આપવામાં આવે છે. હાલમાં આ પ્લાન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

Google Oneના બેઝિક પ્લાનની કિંમત માસિક રૂ.35 છે, સ્ટાન્ડર્ડ પ્લાનની કિંમત માસિક રૂ.50 છે, પ્રીમિયમ પ્લાનની કિંમત માસિક રૂ.160 છે. એન્યુઅલ પ્લાન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેથી ગૂગલ પાસે ફ્રી સ્પેસ ખરીદી શકાય છે, જેથી યૂઝર્સે વ્હોટ્સએપ બેકઅપ માટે સ્ટોરેજની ચિંતા નહીં રહે. 

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp WhatsApp Update google one google one પ્લાન whatsapp backup વ્હોટ્સએપ વ્હોટ્સએપ બેકઅપ Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ