બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / What to do to get a more attractive and young look after aging, famous dermatologist gives great tips

હેલ્થ / વધતી ઉંમરને પાછળ ધકેલી વધુ આકર્ષક અને યંગ લૂક મેળવવા શું કરવું, જાણીતા ડર્મેટોલોજિસ્ટ આપી જોરદાર ટિપ્સ

Vishal Khamar

Last Updated: 12:05 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી ઉંમર એ જીવનની કુદરતી અને સ્વાભાવિક પ્રક્રિયા છે. વીતી રહેલાં વર્ષોની સાથે વ્યક્તિના શરીર અને મનમાં ઘણાં જ અણધાર્યાં પરિવર્તનો આવે છે, જે ઘણીવાર સ્વીકારવાં અઘરાં હોય છે. આજે વધતી ઉંમરનાં થોડાંક વર્ષોને પાછળ ધકેલીને વધુ આકર્ષક અને યંગ લૂક મેળવી શકાય છે.

  • ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં અણધાર્યા પરિવર્તનો આવે છે
  • અમુક સારી આદતોથી આ બદલાવને ધીમો પાડી શકાય છેઃ ર્ડા. ઉર્વી શાહ
  • એજિંગને રોકવા SPF ૩૦ કે વધુ પ્રમાણવાળાં મોઈશ્ચરાઈઝર ખાસ વાપરવાં જોઈએ

ડર્મેટોલોજિસ્ટ ડો. ઉર્વી શાહે જણાવ્યું હતું કે એજિંગના આ બદલાવને હવે રિવર્સ પણ કરી શકાય છે. અમુક સારી આદતો, પૌષ્ટિક આહાર, પૂરતું પાણી, હેલ્ધી લાઈફસ્ટાઈલ, પૂરતી ઊંઘ, નિયમિત યોગ અને એક્સર્સાઈઝથી આ બદલાવ ધીમો પાડી શકાય છે.   
એજિંગનાં લક્ષણો શું હોઈ શકે?
એજિંગનાં લક્ષણોમાં ચહેરા પર કરચલી થવી, કપાળ, આંખ અને હોઠ પાસે કરચલી પડવી, ચામડી ઢીલી થવી અથવા લચી પડવી, આંખની નીચે ખાડા પડવા, આઈસ બેગ્સ આવવા, ત્વચાનાં છિદ્રો મોટાં થવાં, ગાલ અંદર બેસી જવા વગેરે એજિંગનાં લક્ષણો ગણી શકાય. વધતી ઉંમર સાથે ‌સ્કિનને સપોર્ટ આપતાં કોલાજન અને ઇલાસ્ટિન ઓછાં થઈ જાય છે. જેના કારણે ચામડી ઢીલી થઈ લચી પડે છે અને પાતળી થતી જાય છે. સ્કિનમાં ઓઇલ બનવાનું ઓછું થવાના કારણે ચામડી સૂકી અને નિસ્તેજ થઈ જાય છે. આગળ જતાં હાડકાં પણ નબળાં થઇ જાય છે. જેના લીધે આંખની નીચે ખાડા પડી જાય છે અને ચહેરો દબાયેલો લાગે છે.

ઝડપી એજિંગ થવાનાં કારણો
અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, પૂરતી ઊંઘ ના લેવી, તડકો-સન એક્સપોઝર, જિનેટિક્સ, ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી બીમારીઓ ઝડપી એજિંગ થવાનાં કારણો હોઈ છે.
એજિંગને કઈ રીતે રોકી શકાય?
એજિંગને રોકવા કે ધીમું કરવા માટે હેલ્ધી અને નિયમિત જીવનશૈલી ઉપરાંત મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો, તડકામાં ચામડી ઢંકાય તેવાં વસ્ત્રો પહેરવાં,   સ્કિન પર સીધો તડકો ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું અને જો નાની વયથી જ ચામડીની કાળજી લેવામાં આવે તો લાંબા સમય સુધી તે હેલ્ધી રહી શકે છે. આજકાલ અનેક પ્રકારનાં કોસ્મેટિક્સ માર્કેટમાં મળી રહ્યાં છે, ક્યારેક વ્યક્તિને તેનો ઉપયોગ કરવાની સમજ પડતી નથી કે કઈ પ્રોડક્ટ વાપરવી, ક્યારે અને કેવી રીતે વાપરવી. તમારી સ્કિન કેવા પ્રકારની છે તેના ઉપર તેનો આધાર રહે છે. જેમાં સેરામાઈડ, પેપ્ટાઈડ, હાઈલ્યુરોનિક એસિડ વગેરેવાળાં સનસ્ક્રીન ઉપયોગમાં લેવાં હિતાવહ છે. એસપીએફ ૩૦ કે વધુ પ્રમાણવાળાં મોઈશ્ચરાઈઝર ખાસ વાપરવાં જોઈએ. આ ઉપરાંત રેટિનોલ, વિટામિન -સીવાળાં નાઈટ ક્રીમ ઉપયોગમાં લઇ શકાય, પરંતુ ડર્મેટોલોજિસ્ટની સલાહ પ્રમાણેનાં ક્રીમ ઉપયોગમાં લેવાં વધુ જરૂરી છે.


આધુનિક ઉપાય અને ટેક્નોલોજી 
અત્યારે અનેક પ્રકારના આધુનિક ઉપાય ઉપલબ્ધ છે. જેવા કે રેડિયો ફ્રીક્વન્સી ટાઈટનિંગ HIFU ટ્રીટમેન્ટ, વેમ્પાયર ફેસિયલ, જેને પીઆરપી માઈક્રોનીડલિંગ કહે છે. મીસો ઇન્જેક્શન, આ બધી ટ્રીટમેન્ટ ચામડીના નીચેના લેયરમાં કોલાજન વધારે છે અને તેના કારણે ‌સ્કિન ટાઈટ થાય છે અને ગ્લોઇંગ બને છે.
બોટોક્સ અને ‌ફીલર્સ શું છે? 
આ બંને ટ્રીટમેન્ટ એ‌િન્ટએજિંગ ઇન્જેક્શન છે. બોટોક્સ ચામડીમાં પડતી કરચલીઓ દૂર કરી ‌સ્કિનને ટાઈટ અને શાઇન આપે છે. ફીલર્સ આંખની નીચે પડેલા ખાડા ભરવા, લચી ગયેલી સ્કિનને લિફ્ટ કરવી અને બેસી ગયેલા ગાલ કે અન્ય ભાગમાં વોલ્યૂમ આપી ચહેરાને યંગર લૂક આપે છે. આ બંને ટ્રીટમેન્ટ ઘણી જ સુરક્ષિત છે, પરંતુ આ ટ્રીટમેન્ટ અનુભવી ડર્મેટોલોજિસ્ટ કે પ્લાસ્ટિક સર્જન પાસે કરાવવામાં આવે તો એ ઘણી સફળ રહે છે. આ ઉપરાંત થ્રેડ લિફ્ટ   પણ લચી ગયેલા ચહેરાને શેપ આપવા માટે કરવામાં આવે છે.
ગેરમાન્યતાઓ
‘બોટોક્સ અને ફીલર્સ ખાલી ગ્લેમર વર્લ્ડ જ કરાવે છે અને એનાથી ચહેરો ફૂલી જાય છે’ એ માન્યતા ખોટી છે. ખૂબ જ નેચરલ લૂકિંગ પદ્ધતિ વાપરવામાં આવે છે, જે ચહેરાને યોગ્ય શેપ અને સુંદર તથા નેચરલ ફ્રેશ લૂક આપે છે.
લેસર હાનિકારક છે, એનાથી લાંબા સમયે ચામડીને નુકસાન થાય છે એ ગેરસમજ છે, કારણ કે લેસર ટેક્નોલોજી સચોટ અને અસરકારક છે, તેની લાંબા સમયે કોઈ આડઅસર થતી નથી, પરંતુ અનુભવી ડોક્ટર પાસે સારી ક્વોલિટીના લેસરથી ટ્રીટમેન્ટ કરાવવાથી અને તેની સારવાર પછી કાળજી સારી રીતે લેવાથી સારું પરિણામ મળે છે. 
આપ શું સલાહ આપશો? 
એક્સપર્ટની સલાહ વગર કેટલાંક ક્રીમ વાપરવાના કારણે ચહેરા કે ચામડી પર લાલાશ આવી જાય છે અને લાંબા ગાળે ‌સ્ટિરોઈડ ક્રીમ વાપરવાથી ચામડી પાતળી અને સે‌ન્સિટિવ બને છે. પૂરતી માહિતી વગર કે સ્કિન સ્પેશિયાલિસ્ટ સિવાય કોઈ પણ જગ્યાએ લેસર કે ઇન્જેક્શન ટ્રીટમેન્ટ કરાવવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે. ‌આથી સ્કિન કેર ખૂબ જ જરૂરી છે. આધુનિક યુગમાં સમય સાથે તાલ મિલાવી આકર્ષક અને યુવાન દેખાવામાં કશું જ ખોટું નથી. ‘બી બ્યુટીફુલ, બી કોન્ફિડન્ટ એન્ડ લવ યોર સેલ્ફ.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ