બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / What should you do if a check bounces Know this new rule otherwise there may be a big loss

કામની વાત / ચેક બાઉન્સ કરનારા ચેતી જજો! જાણી લો આ નવો નિયમ નહીં તો મૂકાઇ જશો મુશ્કેલીમાં

Arohi

Last Updated: 11:38 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો સરકાર નિષ્ણાંત સમિતિની ભલામણ બાદ ચેક બાઉન્સના નવા નિયમો લાગુ કરે છે તો ચેક બાઉન્સના કેસમાં ઘટાડો થઈ શકે છે.

  • જાણો ચેક બાઉન્સને લઈને શું છે નિયમ?  
  • બદલાઈ શકે છે ચેક બાઉન્સના નિયમ 
  • જાણો તેને લઈને શું છે અપડેટ 

આજના સમયમાં બેંક ટ્રાન્ઝેક્શન ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે. મોટાભાગના લોકો પૈસાની ચુકવણી કરવા માટે ચેક બુકની મદદ લેતા હતા આ ચુકવણી માટે સૌથી જુની રીતમાંથી એક છે અને આ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. ચેક બાઉન્સ જેવી ઘટનાઓ પણ થાય છે. ચેક બાઉન્સના વધતા કેસોને જોતા આશા રાખવામાં આવી રહી છે કે સરકાર જલ્દી જ આવા કેસો ન બને તેના માટે નિયમ લાવી શકે છે. 

સરકાર કરી રહી છે તેના પર કામ 
ચેક બાઉન્સ સાથે જોડાયેલા નિયમો માટે સરકાર ઝડપથી કામ કરી રહી છે. તેના માટે સરકારે સુપ્રીમ કોર્ટની એક એક્સપર્ટ કમીટી બનાવી છે જે તેની સાથે જોડાયેલા નિયમ બનાવે છે. 

તે ઉપરાંત નાણામંત્રીએ પણ અમુક સમય પહેલા નિયમોને લઈને હાઈ લેવલ મીટિંગ કરી હતી. જણાવી દીએ કે ચેક ઈશ્યુ કરતા પહેલા તમારે આ જરૂરી વાતોનું ધ્યાન રાખવું પડશે. નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

બીજા પૈસામાંથી કપાઈ જશે પૈસા 
જો ખાતાધારકના ખાતામાં પુરતા પૈસા નથી અને તેમન છતાં તે ચેક ઈશ્યુ કરે છે તો આવી સ્થિતિમાં ચેક બાઉસ થાય છે. એવામાં તેને રોકવા માટે નવા નિયમ લાગુ કરવામાં આવી શકે છે. 

જેના હેઠળ ખાતામાં પુરતુ બેલેન્સ ન હોવા પર નાણામંત્રાલય ખાતાધારકના બીજા બેંક ખાતામાંથી પૈસા કાપી શકે છે. સાથે જ કડક પગલા ભરતા કાયદાકીય કાર્યવાહીના રૂપમાં દંડ પણ લગાવી શકે છે. 

નહીં ખોલી શકે બીજુ ખાતુ 
ચેક બાઉન્સના નવા નિયમ લાગુ થયા બાદ જો કોઈ વ્યક્તિનો ચેક બાઉન્સ થઈ જાય છે તો તેના બાદ તે કોઈ અન્ય બેંક ખાતું નહીં ખોલાવી શકે. સરકારને આશા છે કે આ નિયમ આવવાથી ચેક બાઉન્સ રેટમાં ઘટાડો જોવા મળી શકે છે. 

ચેક બાઉન્સ થવા પર નહીં મળે લોન 
નવા નિયમ અનુસાર જો તમારો ચેક બાઉન્સ થાય છે તો તમને લોન લેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચેક બાઉન્સને લોન ડિફોલ્ટની રીતે જોઈ શકાય છે. એમ થવા પર ડિફોલ્ટરનો સિવિલ સ્કોર બગડી શકે છે અને ભવિષ્યમાં લોન મળવાની આશા પુરી થઈ શકે છે. માટે તમે ચેક ક્યારેય બાઉન્સ ન થવા દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ