બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 04:13 PM, 16 March 2023
ADVERTISEMENT
હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હિંદી કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનો પહેલો મહિનો હોય છે અને ફાગણ મહિનો છેલ્લો મહિનો હોય છે. 8 માર્ચથી ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે, 22 માર્ચ 2023થી હિંદુ નવવર્ષ ઊજવવામાં આવશે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે, જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે. જેને ગુડી પડવો, વર્ષ પ્રતિપદા અને યુગાદિ નામથી ઓળખવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગુડી પડવાની ઊજવણી કરવામાં આવે છે. ગુડીનો અર્થ થાય છે, વિજય પતાકા અને પડવાનો ચંદ્રમાના પહેલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 22 માર્ચ 2023થી હિંદૂ વિક્રમ સંવત 2080નો આરંભ થશે. આ દિવસે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થાય છે. ગુડી પડવાના મહત્ત્વ અને તેની ઊજવણી વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગુડી પડવો શું છે?
ગુડી પડવાના દિવસે વિક્રમ સંવત 2080 શરૂ થઈ જશે, પરંતુ અંગ્રેજી કેલેન્ડર વર્ષ 2023 ચાલી રહ્યું છે. મરાઠી સમુદાયના લોકો ખૂબ જ ધામધૂમથી મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઊજવણી કરે છે. દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામથી આ તહેવારની ઊજવણી કરવામાં આવે છે. આ ચૈત્ર પ્રતિપદાને, ગુડી પડવો, નવ સંવત્સર, ઉગાદી, ચેટી ચાંદ નામથી ઓળખવામાં આવે છે. આ પર્વના દિવસે ઘરને વિશેષ રૂપે શણગારવામાં આવે છે. ઘરના દરવાજ પાસે રંગોળી કરવામાં આવે છે.
ગુડી પડવાનું મહત્ત્વ
આ દિવસે લોકો પોતાના ઘરમાં ગુડી લગાવે છે, જેના કારણે આ પર્વને ગુડી પડવો કહે છે. મરાઠી સમુદાયના લોકો વાંસની લાકડી લઈને તેના પર ચાંદી, તાંબા અથા પિત્તળના કળશને ઊંધો મુકે છે. જેમાં કેસરી રંગનું પતાકા લગાવીને તેને લીમડાના પાન, આંબાના પાન અને ફૂલથી શણગારવામાં આવે છે અને ઘરના સૌથી ઉંચા સ્થાન પર લગાવવામાં આવે છે. આ પર્વ ગોવા અને કેરળમાં સંવત્સર પડવો, કર્ણાટકમાં યુગાડી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગુડી પડવો, કાશ્મીરમાં નવરેહ, મણિપુરમાં સજિબૂ નોંગમા પાનબા, ઉત્તરપ્રદેશ અને મધ્ય ભારતમાં ચૈત્ર નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.
ગુડી પડવાની માન્યતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.