બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / What is the difference between futures market and real market, Why do commodity prices fall in the market

મહામંથન / વાયદા બજાર અને વાસ્તવિક બજાર વચ્ચે તફાવત શું? કોમોડિટીના ભાવ બજારમાં આવતા ઘટી કેમ જાય છે?

Dinesh

Last Updated: 10:17 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: કપાસ, મગફળી,જીરુ જેવા મહત્વના પાક ગત વર્ષની સરખામણીએ લગભગ અડધા છે. બજારમાં સ્થિતિ એવી છે કે સંગ્રહખોરો હાવી થઈ ગયા છે અને ખેડૂત તથા સામાન્ય માણસની સ્થિતિ ઠેરની ઠેર છે

  • કોમોડિટીના બજાર ભાવમાં ઘટાડો
  • ગત વર્ષ કરતા કોમોડિટીના ભાવ ઘટ્યા
  • ગુજરાતમાં લેવાતા મહત્વના પાકના બજારભાવ ઘટ્યા

 

કોમોડિટી માર્કેટની મોટેભાગે તાસિર હોય છે કે ચોક્કસ સાયકલ આવે ત્યારે ભાવમાં ફેરફાર થાય અને વધઘટ થાય. જો કે ગત વર્ષ અને આ વર્ષના ફેરફારની સરખામણી કરીએ તો ગુજરાતમાં લેવાતા મહત્વના રોકડિયા પાકના ભાવમાં મોટો તફાવત છે. કપાસ, મગફળી,જીરુ જેવા મહત્વના પાક ગત વર્ષની સરખામણીએ લગભગ અડધા છે. બજારમાં સ્થિતિ એવી છે કે સંગ્રહખોરો હાવી થઈ ગયા છે અને ખેડૂત તથા સામાન્ય માણસની સ્થિતિ ઠેરની ઠેર છે. તાજેતરમાં જ મસાલામાં જીરુના ભાવ એટલા વધ્યા હતા કે મોટાભાગની ગૃહિણીઓ માટે વઘાર કરવો દુષ્કર બન્યો હતો. કપાસના ભાવ તૂટવા પાછળના પરિબળો સ્થાનિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય પણ છે. વધુ મુશ્કેલી એ છે કે મોટેભાગે કાપણીનો સમય એકસરખો હશે એટલે બજારમાં જે જથ્થો ઠલવાશે તે વિપુલ માત્રામાં હશે અને એટલે જ ખેડૂત પાસેથી વેપારી નીચા ભાવે માલ ખરીદશે અને પછી વેપારી મબલખ માલનો સંગ્રહ કરીને ઉંચા ભાવે બજારમાં વેંચશે. આખી સપ્લાય ચેઈનમાં જો મુશ્કેલી પડી હોય તો એક તરફ ખેડૂત છે કે જેણે મબલખ ઉત્પાદન કર્યું પરંતુ નજીવા ભાવે માલ વેચી દેવો પડ્યો અને બીજી તરફ સામાન્ય માણસ કે જેને જરૂરી વસ્તુઓ મોંઘા ભાવે ખરીદવી પડે છે.

કોમોડિટીના ભાવ ઘટ્યા
કોમોડિટીના બજારભાવમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા કોમોડિટીના ભાવ ઘટ્યા અને ગુજરાતમાં લેવાતા મહત્વના પાકના બજારભાવ ઘટ્યા છે. મોટાભાગની કોમોડિટીના ભાવ અડધાથી પણ ઓછા થયા છે. વિવિધ કારણોસર કોમોડિટીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.  

મહત્વના પાકના ભાવ શું? અને પ્રતિ મણના ભાવમાં કેટલો ફેરફાર?
કપાસ
ગત વર્ષનો ભાવ- 2800
હાલનો ભાવ- 1450

જીરુ
ગત વર્ષનો ભાવ- 12 થી 13 હજાર
હાલનો ભાવ- 5000-5500

મગફળી
ગત વર્ષનો ભાવ- 2100-2200
હાલનો ભાવ- 1100-1400

સોયાબીન
ગત વર્ષનો ભાવ- 1500
હાલનો ભાવ- 850

વરિયાળી
ગત વર્ષનો ભાવ- 3 થી 4 હજાર
હાલનો ભાવ- 1300-1400

ભાવમાં ઘટાડાના કારણો
જીરુ
પાક ઓછો અને માગ વધુ
30% જેટલો માલ ઓછો છે
બજારમાં સ્ટોકિસ્ટ હાવી થઈ ગયા છે
છૂટક બજારમાં જીરુ મોંઘુ મળી રહ્યું છે

કપાસ
વાવેતર વધુ પણ કમોસમી વરસાદથી ઉત્પાદન ઘટ્યું
ખેડૂતોને ખર્ચ સામે વળતર મળતું નથી
કપાસના ખરીદી કેન્દ્ર તરફ ખેડૂતોને ઝુકાવ નથી
આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર

મગફળી
આવક સતત વધી
આવક વધવાને પગલે ભાવમાં ઘટાડો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ