બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / what is LiFi technology? how lifi provides internet from bulb light

જાણવું જરૂરી / શું વાત કરો છો! વીજળીના બલ્બથી મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ! જાણો શું છે WIFI થી પણ તેજ LIFI ટેક્નોલોજી

Vaidehi

Last Updated: 05:03 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LED બલ્બમાંથી પણ હવે વાયરલેસ ઈંટરનેટની સુવિધા મળી શકશે. LiFi ટેકનોલોજી ડેટા ટ્રાંસમિશન માટે લાઈટનો ઉપયોગ કરે છે. વધુ વાંચો.

  • WiFiથી પણ ફાસ્ટ છે LiFi
  • બલ્બમાંથી મળી શકશે ઈંટરનેટ સુવિધા
  • 100 Gbps સુધીની સ્પીડથી ઈંટરનેટ ઓફર કરી શકાશે

સુપરફાસ્ટ અને વાયરલેસ ઈંટરનેટ સ્પીડ માટે આપણે Wifiનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમને WiFiથી પણ સ્પીડથી ઈંટરનેટ સુવિધા ફાળવાર LiFi ટેકનોલોજી વિશે ખબર છે? આ LiFi ટેકનોલોજી ઘણાં સમયથી અસ્તિત્વ ધરાવે છે પરંતુ ઘણાં ઓછો લોકોને આ વિશે માહિતી છે.

શું છે LiFI?
LiFi નું ફુલફોર્મ છે લાઈટ ફિડેલિટી. આ લાઈટ બેસ્ડ એક કમ્યુનિકેશન સિસ્ટમ છે જે વાયરલેસ ઈંટરનેટ ટ્રાંસમિટ કરી શકે છે. તેમાં 100 Gbps સુધીની સ્પીડથી ઈંટરનેટ ઓફર કરી શકાય છે. LiFi ટેકનોલોજી ડેટા ટ્રાંસમિશન માટે લાઈટનો ઉપયોગ કરે છે.

બલ્બથી મળશે ઈંટરનેટ
કંપનીઓ હવે લાઈટ્સનો ઉપયોગ ઈંટરનેટ પ્રોવાઈડ કરવા માટે કરી શકે છે. આ 5G અને WiFi ની જેમ કમ્યુનિકેશનનું એક માધ્યમ બનશે. આ ટેકનોલોજીની મદદથી LED બલ્બથી પણ ડેટા ટ્રાંસફર કરી શકાય છે. જ્યારે તમે કોઈ LED બલ્બને ઓન કરશો તો તેનાથી લાઈટ નિકળશે અને તે લાઈટની સાથે ડેટા પણ ટ્રાંસફર થઈ શકશે. એટલે કે સ્ટ્રીટ લાઈટથી પણ ઈંટરનેટ પ્રોવાઈડ કરી શકાશે.

IEEEએ સેટ કર્યો છે સ્ટાન્ડર્ડ
હાલમાં જ IEEE ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ ઈંજીનિયરિંગે 802.11bb ને લાઈટ બેસ્ડ વાયરલેસ કમ્યુનિકેશન માટે સ્ટાન્ડર્ડ સેટ કર્યો છે.

શા માટે LiFiની જરૂર છે?
LiFi.co અનુસાર દરવર્ષે વાયરલેસ ડેટાની ખપત 60% વધી રહી છે. તેનાથી રેડિયો ફ્રિકવેંસી સ્પેસ સેચ્યુરેટ થઈ રહ્યું છે. તેવામાં LiFi ટેકનોલોજી વાયરલેસ ઈંટરનેટ પહોંચાડવામાં આપણી મદદ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ