બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What is Israel agency Mossad? What happened in Germany in 1972? History of the power of Israel agency

VTV વિશેષ / બદલો એવો કે હૈયું ધ્રુજી જાય: જ્યારે ઈઝરાયલે દુનિયાના અલગ-અલગ દેશોમાં ઘૂસીને આતંકીઓને ભૂંજી માર્યા, 20 વર્ષ સુધી ચાલ્યું હતું ઓપરેશન

Vaidehi

Last Updated: 05:20 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War: 51 વર્ષ પહેલાં 1972ની સાલમાં જર્મનીનાં મ્યૂનિખ શહેરમાં આતંકી ઘટના થઈ હતી જેનું કનેક્શન ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સાથે હતું. એ બાદ ઈઝરાયલી એજન્સી મોસાદે જે કર્યું તે જોઈને સમગ્ર દુનિયાની આંખો પહોળી જ રહી ગઈ!

  • ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદની ચર્ચા સમગ્ર વિશ્વમાં
  • 51 વર્ષો પહેલાં મોસાદની કાર્યવાહી જોઈ ચોંકી હતી દુનિયા
  • આ એજન્સીએ પેલેસ્ટાઈનનાં એક-એક આતંકીનો બદલો લીધો હતો

Israel-Hamas Conflict: ઈઝરાયલ પર ફરી આતંકી સંગઠન હમાસે હુમલો કર્યો છે. આ જોઈને બરબસ જર્મનીનાં મ્યૂનિખ શહેરમાં થયેલ આતંકી હુમલાની ઘટના યાદ આવે છે. તેનું પણ કનેક્શન ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સાથે હતું. એ સમયે ઈઝરાયલી એજન્સી મોસાદે પોતાનો પરિચય દુનિયાને આપ્યો. આ સંગઠનની ઈમેજ વિશ્વમાં એવી બની કે તે પોતાના દુશ્મનોને શોધી-શોધીને મારે છે અને સામે પણ નથી આવતી. લોકો હમાસનાં હુમલાના બાદ મોસાદ પાસે વળતા પ્રહારની આશા રાખીને બેઠાં છે. 

Mossad

1972માં શું થયું હતું?
જર્મનીનું શહેર મ્યૂનિખ ઓલંપિક ખેલોની યજમાની કરી રહ્યું હતું. ઈઝરાયલનાં ખેલાડીઓ પણ તેમાં શામેલ થવા પહોંચ્યાં હતાં. 5 સપ્ટેમ્બર 1972નાં રોજ પેલેસ્ટાઈનનાં 8 આતંકીઓ ખેલાડીની વેશભૂષામાં ઘુસી ગયાં. તેમણે ઈઝરાયલનાં ખેલાડીઓનાં રહેવાની જગ્યા પૂછી અને તેમને શોધવા લાગ્યાં.

ગોળીબારી કર્યાં બાદ બ્લેકમેઈલિંગ
ઈઝરાયલની રેસલિંગ ટીમનાં કોચ મોસે વેનબર્ગને આતંકીઓનાં ઈરાદાની ભનક પડી ગઈ. તેમણે કિચેઈનનાં ચાકુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ આતંકીઓએ ગોળીબારી શરુ કરી દીધી. 2 ખેલાડીઓ ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યાં જ્યારે 9 ખેલાડીઓને આતંકીઓએ પોતાના કબ્જામાં રાખ્યાં. પછી તેમણે જર્મન સરકાર પાસે ઈઝરાયલની જેલોમાં બંધ 200થી વધારે પેલેસ્ટાઈન આતંકીઓને છોડાવાની માંગ રાખી.

Munich massacre- terrorist attack

જર્મન સરકારે ઈઝરાયલ સાથે વાત કરી પણ ત્યાંનાં PM ગોલ્ડા મેયરે આ કામ કરવાથી ઈનકાર કરી દીધો. જર્મની શાંતિ ઈચ્છતું હતું પણ ઈઝરાયલે ઈનકાર કરી દેતાં તેમણે આતંકીઓની એક શરત માની લીધી જેનાં બદલે તેઓ બંધક ખેલાડીઓને ત્યાંથી સુરક્ષિત નિકાળવા ઈચ્છતાં હતાં.

તમામ ખેલાડીઓને મારી નાખ્યાં
આતંકીઓને બસની ફાળવણી કરવામાં આવી જેમાં ખેલાડીઓને લઈને આતંકીઓ એરપોર્ટ માટે નિકળ્યાં હતાં. પરંતુ જર્મની પોલીસને બંધક ખેલાડીઓને છોડાવવાનાં આદેશ આપવામાં આવ્યાં હતાં. પોલીસની હથિયારોથી સજ્જ ગાડીઓને જોઈને આતંકીઓ ગભરાઈ ગયાં અને તેમણે ખેલાડીઓને મારી નાખ્યાં. તો સામે પક્ષે જર્મનીએ પણ તમામ આતંકીઓને મારી નાખ્યાં. 

મોસાદ એજન્સીનો જન્મ
આતંકીઓએ આ ઑપરેશનને 'બ્લેક સપ્ટેમ્બર'નામ આપ્યું હતું. ઈઝરાયલે આ ઘટનાની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો. મોસાદને તેની જવાબદારી સોંપવામાં આવી. એટલે કે આતંકીઓને મારીને બદલો પણ લેવાનો હતો અને ઈઝરાયલનું નામ પણ ન આવવું જોઈએ.

ઑપરેશનનું નામ હતું થા-રાથ ઑફ ગૉડ
મોસાદે પોતાનો આ ઑપરેશન પૂર્ણ કરવામાં આશરે 20 વર્ષ લગાડ્યાં પણ કોઈને છોડ્યાં નહીં. કોઈને ગોળી મારી તો કોઈનાં ઘરને બોમ્બથી ઊડાડી દીધઆં. એક આતંકીનાં ઘરનાં રસ્તામાં ગાડી ઊભી રાખી અને તેમાં બોમ્બ રાખી તેને ઊડાવી દીધો. બદલાની આ કાર્યવાહી અલગ-અલગ દેશોમાં અલગ-અલદ સમય પર થઈ હતી.

PM Golda Meir

આતંકીઓ ભડ્કયાં, બનાવી યોજના
સતત થઈ રહેલાં હુમલાઓથી આતંકીઓ રોષે ભરાયા. તેમણે ઈઝરાયલનાં PM ગોલ્ડા મીરને રોમમાં મારવાની યોજના બનાવી લીધી. આ ઘટના 1973ની છે. પણ મોસાદને તેમના ઈરાદાઓની ખબર પડી ગઈ અને તેમણે PMને સુરક્ષિત ઊતારી લીધાં અને એરપોર્ટની પાસે મિસાઈલ પણ શોધી કાઢી. મિસાઈલ જે વેનમાં રાખી હતી તેનાં ડ્રાઈવરને ઊતરવાનો ઈશારો સુરક્ષાકર્મીઓએ કર્યો પણ તેણે ફાયરિંગ શરૂ કરી દીધી.

મોસાદની પહેલી સફળતા
મોસાદને પહેલી સફળતા એક જ મહિનામાં મળી ગઈ જ્યારે એજન્સીએ રોમમાં રહેતાં ટ્રાંસલેટર અબ્દુલ વાઈલને ગોળી મારી નાખી. 16 ઑક્ટોબર 1972નાં તે ડીનર કરીને ઘરે જઈ રહ્યો હતો જ્યાં એજન્ટે તેનો શિકાર કર્યો. 8 ડિસેમ્બરનાં મોસાદે પેરિસમાં પોતાનો બીજો શિકાર ડો. મહમૂદ હમશરીનો કર્યો. તેના માટે પત્રકારનાં રૂપમાં એજન્ટે તેની સાથે મિત્રતા કરી અને પછી તેના જ ઘરમાં ટેલિફોનની પાસે બોમ્બ ફીટ કરી દીધો. ફોન ઊપાડતાંની સાથે જ બ્લાસ્ટ થઈ ગયો. આ ઘટનાનાં એક મહિનાની અંદર જ વધુ 4 આતંકીઓને મારી દેવામાં આવ્યું.

લેબનાનમાં સુરક્ષિત આતંકીઓ પર હુમલો
મોસાદને માહિતી મળી કે બાકીનાં આતંકીઓ લેબનાનમાં કડક સુરક્ષા અંતર્ગત છુપાયેલા છે. મોસાદે 9 એપ્રિલ 1973નાં પોપ્યુલર ફ્રંટ ફોર લિબરેશન ઓફ પેલેસ્ટાઈનનાં મુખ્યાલય પર હુમલો કરી દીધો. આ ભયાનક ઓપરેશનમાં 3 આતંકીઓ મૃત્યુ પામ્યાં જેમનાં નામ મોહમ્મદ યૂસુફ, કમલ અદવાન, કમલ નાસિર હતાં.

Palestine Terrorist Luttif Afif

એજન્ટોની ધરપકડ
ઑપરેશન દરમિયાન મોસાદે ભૂલથી નોર્વેમાં એક નિર્દોષ વ્યક્તિને મારી નાખ્યું. નાર્વે પોલીસે 6 એજન્ટોને 21 જૂલાઈ 1973નાં રોજ પકડી લીધાં. ધરપકડ બાદ સમગ્ર પ્લાનનો ખુલાસો થઈ ગયો અને દુનિયા ઈઝરાયલ પર થૂ-થૂ કરવા લાગી.  આંતરરાષ્ટ્રીય દબાણને લીધે ઑપરેશન રોકી દેવામાં આવ્યું.

મોસાદનો પુનર્જન્મ
થોડાવર્ષો બાદ મોસાદે પોતાનાં મિશન ફરી શરૂ કર્યાં. રેડ પ્રિંસ ઊર્ફ અલી હસન સલામ નામક આતંકી વિશે સચોટ માહિતી મળ્યાં બાદ મોસાદ એજન્ટ બ્રિટિશ પાસપોર્ટથી બેરુત પહોંચ્યાં. તેમણે એ જ ગલીમાં રૂમ બુક કર્યો જ્યાં આ આતંકી રહેતો હતો. 22 જાન્યુઆરી 1979નાં પ્રોગામ અનુસાર રેડ પ્રિન્સ પોતાના ગાર્ડસ સાથે કારથી ગલીમાં પહોંચ્યો ત્યાં રસ્તામાં પહેલાથી ઊભેલી કારમાં વિસ્ફઓટ થયો અને ત્યાં આતંકી પણ પોતાના સુરક્ષાકર્મીઓ સાથે મૃત્યુ પામ્યો. આ આતંકીને બ્લેક સપ્ટેમ્બરનો માસ્ટર માઈન્ડ કહેવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ