બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / what is International No Diet Day , why people celebrate this, why you should not do diet, history of the day

No Diet Day / ડાઈટિંગના ટ્રેન્ડ વચ્ચે કેમ ઉજવાય છે નો ડાયટ ડે: ખાઈ-પીને મોજ માણતા પણ ઉતારી શકાય છે વજન, ડાયટિંગથી થઈ શકે છે આ સમસ્યા

Vaidehi

Last Updated: 09:08 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

International No Diet Day 2023: દુનિયાભરમાં દરવર્ષે 6 મેનાં રોજ 'નો ડાયટ ડે' ઊજવવામાં આવે છે. વજન ઉતારવા લોકો શા માટે ડાયટનો વિરોધ કરી રહ્યાં છે? આવો જાણીએ.

  • 6 મેનાં રોજ ઊજવાય છે International No Diet Day
  • વજન ઊતારવાની જગ્યાએ આત્મપ્રેમની ભાવના વિકસાવવાનો ધ્યેય
  • 1990નાં દશકામાં આ દિવસ ઉજવવાની કરવામાં આવી હતી શરૂઆત

દુનિયાભરમાં દરવર્ષે 6 મેનાં રોજ 'નો ડાયટ ડે' ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય ઉદેશ્ય પોતાના શરીરને જેવું છે તેવું સ્વીકારવાનાં વિચારને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે મુખ્યત્વે ડાયટિંગ અને પ્રતિબંધિત આહારનાં સેવનની આદતને લીધે શરીરને અનુભવવી પડતી મુશ્કેલીઓ અંગે જાગરૂકતા ફેલાવવામાં આવે છે.

શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ દિવસે લોકોને વજન ઘટાડવા કે ફૂડનો ત્યાગ કરવાની જગ્યાએ પોતાની સારસંભાળ અને આત્મપ્રેમ પર ધ્યાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય લક્ષ્ય વજન ઘટાડવા કે પ્રતિબંધિત આહાર ખાવાની પેટર્ન પર ધ્યાન આપવાની જગ્યાએ લોકોને સ્વાસ્થ આદતો અને સકારાત્મક શરીરની ઈમેજ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો આ દિવસ પોતાના શરીરની સામે લડવાની જગ્યાએ આત્મપ્રેમ કરી અને જેવા છીએ તેવા સ્વીકારવાનો છે.

શું છે ઈતિહાસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનાં મૂળ બ્રિટિશ નારીવાદી અને આહાર-વિરોધી પ્રચારક મેરી ઈવાંસ યંગનાં કામથી ઉત્પન્ન થઈ હતી જેમણે 1990નાં દશકાની શરૂઆતમાં 'ડાયટ બ્રેકર્સ' નામક એક સમૂહની સ્થાપના કરી હતી. આ સમૂહની વિચારધારા હતી કે તમારું શરીર જેવું છે તેવું જ સ્વીકાર્ય હોવું જોઈએ..તમારે તમારા શરીરને પ્રેમ કરવો જોઈએ...


ડાયટિંગ અને કસરત કર્યા વગર આ રીતે ઉતારી શકાય છે વજન : 

અનહેલ્ધી ફૂડથી દૂર રહેવું: બની શકે છે જંક ફૂડથી દૂર રહીને આપણે આપણાં સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકીએ છીએ. ખાવાની ખૂબ ઈચ્છા થાય તો એટલા પ્રમાણમાં જ ખાઓ જેનાથી તમારું વજન વધે નહીં. 

1. પીતાં રહો પાણી 
શરીરમાં પાણીની કમી થવાથી પણ વજન વધવાની સમસ્યા થાય છે. જો વજન ઘટાડવા માંગતા હોવ તો દિવસમાં સમયસર પાણી પીતાં રહેવું જોઈએ. વજન ઉતારવાની સાથે સાથે પાણી પીવાના બીજા પણ ઘણા લાભ છે.   

2. પૂરતી ઊંઘ લો 
ઓછી ઊંઘ પણ વધતાં વજન પાછળ કારભૂત છે. વ્યક્તિએ સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી જ જોઈએ. 

3. ધીમે ધીમે જમો 
સરખી રીતે ન જમવાના કારણે સ્થૂળતા અને ગેસની સમસ્યાઓ વધે છે. એવામાં જમવા બેસો ત્યારે બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં અને ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ. 

4. ચાલવા જવું 
હલકી ફૂલકી વોકને એક્સરસાઈઝ ન કહી શકાય પણ આમ કરવાથી વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે. 

No Diet Day

ડાયટિંગ કરતાં લોકોને થાય છે આ નુકસાન 
1. પોષક તત્વોની કમી 

અચાનક જ અમુક પ્રકારનો આહાર બંધ કરી દેવાના કારણે શરીરમાં પોષક તત્વોની કમી થઈ શકે છે. આવશ્યક વિટામિન અને લોહતત્વો શરીરમાં ન જાય તો નેગેટિવ અસર પણ થઈ શકે છે. 

2. ધીમી પાચનક્રિયા 
ડાયટિંગમાં લોકો ખૂબ ઓછી કેલેરી હોય તેવો આહાર લેતા હોય છે, જેના કારણે પાચનની આખી પ્રક્રિયા ધીમી પડી જાય છે. 

3. ઈટિંગ ડિસઓર્ડર 
ડાયટિંગથી એનોરેકસિયા નાર્વોસા અથવા બુલિમિયા નાર્વોસા જેવા ઈટિંગ ડિસઓર્ડર થઈ શકે છે, જેની ગંભીર અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડે છે. 

4. માંસપેશીઑ નબળી થવી 
જ્યારે લોકો સીમિત પ્રમાણમાં જ આહાર લેતા હોય ત્યારે શરીરમાં ઉર્જા માટે આપણું શરીર માંસપેશીઑ માંથી ઉર્જા લેવાની શરૂઆત કરી દે છે. જેના કારણે લાંબા ગાળે શરીર નબળું પડતું જાય છે. 

5. માનસિક અસર 
ડાયટિંગના કારણે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ નેગેટિવ અસર પડે છે. વ્યક્તિ આખો દિવસ ભોજન, વજન અને સ્વાદ વિશે ટેન્શન લીધા રાખે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ