બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / what is bharat atta where it is sold and how much it costs know details explained

રાહત / દાળ બાદ હવે સાવ સસ્તા ભાવમાં ઘઉંનો લોટ વેચી રહી છે મોદી સરકાર, જાણો ક્યાંથી કરી શકાશે ખરીદી

Dinesh

Last Updated: 01:55 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bharat atta sold : ભારત બ્રાન્ડ હેઠળ આ ઘંઉનો લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોની એમઆરપીમાં મળી જશે, અત્યારે બ્રાન્ડેડ લોટની કિંમાત 40 રૂપિયા છે.

  • સરકાર સસ્તા ભાવે ઘંઉના લોટનો વેચાણ કરી રહી છે
  • ઘંઉનો લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલો મળશે
  • 18000 ટન ભારત આટાની પ્રાયોગિક વેચાણ 


છેલ્લા કેટલાક મહિનાથી મોઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લઈ રહી છે. આ બધાની વચ્ચે મોદી સરકાર સસ્તા ભાવે લોટ વેચવાનું શરૂ કર્યો છે. સરકાર ભારત બ્રાન્ડ હેઠળ લોટનું વેચાણ શરૂ કરાયું. ચાલો તો આ ભારત બ્રાન્ડના લોટ વિશે જાણીએ કે, તેનો ભાવ શું હશે અને તેને ક્યાંથી ખરીદી શકાશે.

શું કિમત ?
ભારત બ્રાન્ડ હેઠળ આ ઘંઉનો લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોની એમઆરપીમાં મળી જશે. અત્યારે બ્રાન્ડેડ લોટની કિંમાત 40 રૂપિયા છે. જેમાં પણ અન્નપૂર્ણા લોટની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે. જે અનુસંધાને જોવા જઈ તો ગ્રાહકોને 13 રૂપિયાથી લઈ 33 રૂપિયા સુધીનો ફાયદો થશે.

ક્યાંથી ખરીદી શકાશે
ભારત બ્રાન્ડનો લોટ કેન્દ્રીય ભંડાર, નાબાર્ડ અને એનસીસીએફથી તમામ ફિજિકલ અને મોબાઈલ આઉટલેટથી ખરીદી શકાશે. જેના માટે સરકાર દેશભરમાં 800 મોબાઈલ વાન અને 2000થી વધુ દુકાનોનો ઉપયોગ કરશે. સરકાર જેના માટે અન્ય દુકાનોનો પણ ઉપયોગ કરશે અને જ્યાંથી આ લોટ સસ્તામાં મળી જશે. અત્રે જણાવીએ કે, ફેબ્રુઆરીમાં સરકાર મૂલ્ય સ્થિરીકરણ કોષ યોજના હેઠળ કેટલીક દુકાનોમાં સહકારી સમિતિયોના માધ્યમથી 29.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર 18000 ટન ભારત આટાની પ્રાયોગિક વેચાણ કરશે. જેને હવે ઔપચારિક રૂપે શરૂ કરી દીધો છે. 

દાળનું વેચાણ પહેલાથી જ થઈ રહ્યો છે
ભાર દાળના નામથી ચણા દાણનું વેચાણ પહેલાથી જ થઈ રહ્યો છે. ત્રણ એજન્સીઓ દ્વારા કિલોના પેકિંગમાં 60 રૂપિયા કિલો જ્યારે 30 કિલોના પેકિંગમાં 55 રૂપિયા પ્રતિ કિલો વેચાણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ડૂંગળી પણ 25 રૂપિયા કિલો વેચવામાં આવી રહી છે. ત્યારે હવે ભારત લોટનો પણ વેચાણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગ્રાહક દાળ અને ડૂંગળીની સાથે સાથે લોટ પણ સસ્તા ભાવે મેળવી શકે છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ