બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / What if company doesnt pay you back the amont debited as a PF? EPFO will help

કામની વાત / કંપની PFના પૈસા કાપી લે, પરંતુ જમા ન કરાવે તો શું કરશો? તુરંત કરો અહીં ફરિયાદ

Vaidehi

Last Updated: 05:28 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક કંપનીઓ કર્મચારીનાં વેતનમાંથી PF તો કાપે છે પણ એ રાશિ કર્મચારીનાં ખાતામાં જમા નથી કરતી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ.

  • કંપનીમાં કર્મચારીનાં વેતનમાંથી ચોક્કસ રકમ PF સ્વરૂપે કપાય છે
  • ઘણીવખત કપાયેલ આ ફંડ કર્મચારીનાં એકાઉન્ટમાં જમા થતું નથી
  • તેવામાં કર્મચારી પાસે આ અંગે ફરિયાદ કરવાનાં રસ્તાઓ ઉપલબ્ધ છે

દેશમાં કરોડો કર્મચારીઓનું PF ખાતું છે. કર્મચારી જે જગ્યાએ કામ કરે છે ત્યાં દરમહિને તેના વેતનમાંનો કેટલોક હિસ્સો PF એકાઉન્ટમાં રહે છે. પ્રોવિડેંટ ફંડ ખાતામાં જમા પૈસા કર્મચારીઓનાં ભવિષ્યને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ PF ખાતામાં જમા પૈસા આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. ઘણીવાર જોવા મળે છે કે કેટલીક કંપનીઓ કર્મચારીનાં વેતનમાંથી PF તો કાપે છે પણ એ રાશિ કર્મચારીનાં ખાતામાં જમા નથી કરતી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. 

કંપનીમાં પૂછપરછ
ફરિયાદ કરતાં પહેલાં એ કન્ફર્મ કરવું કે કોઈ સામાન્ય વહીવટી ભૂલ તો નથી થઈ. આ જાણ્યાં બાદ તમારે એ વેરીફાઈ કરવું પડશે કે કપાત ડિપોઝિટની રકમ સાથે મેળ ખાય છે કે નહીં. જો આવું કંઈ નથી તો તમારે તમારી કંપનીનાં HR વિભાગનો સંપર્ક કરવો પડશે. અહીં તમારે તમારા દ્વારા એકત્ર કરવામાં આવેલાં પુરાવાઓ રજૂ કરવા પડશે. આ સિવાય તમારે PF ખાતામાં યોગદાન કરવા અંગે થયેલ વિલંબ અંગે પૂછપરછ કરવી પડશે.

EPFO માં ફરિયાદ
જો HR તમારી મુશ્કેલીનો કોઈ સમાધાન લાવવા માટે સક્ષમ નથી તો તમારે EPFO પાસે ફરિયાદ કરવી પડશે. ફરિયાદ કરવા માટે તમારે EPFOની વેબસાઈટ પર ફરિયાદનાં સેક્શનમાં જવું પડશે. અહીં તમારે જરૂરી ડિટેલ્સ ભરવી પડશે. આવું કરીને તમે સરળતાથી તમારી ફરિયાદ નોંધાવી શકશો. આ સિવાય તમે શ્રમ વિભાગનો સંપર્ક કરીને પણ ફરિયાદ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ