બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / What happened that a brutal Ahmedabad youth threw a street dog from the third floor? You will be shocked to know the reason

હેવાનિયતે હદ વટાવી / એવું શું થયું કે અમદાવાદના ક્રૂર યુવકે સ્ટ્રીટ ડોગને ત્રીજા માળેથી ફેંકી દીધું? કારણ જાણી હચમચી જશો

Vishal Khamar

Last Updated: 05:10 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણનગરમાં રહેતા એક શખ્સે ત્રીજા માળેથી કૂતરાને નીચે ફેંકી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હોવાની ઘટના સામે આવી છે. આથી પાડોશમાં રહેતી મહિલાએ શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • ક્રૂર યુવકે સ્ટ્રીટ ડોગને ત્રીજા માળેથી ફેંકી દીધો
  • કૂતરાને નીચે ફેંકી દેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી
  • પાડોશમાં રહેતી દયાળુ મહિલાએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

લોકો એક શેરી કૂતરાને પણ સાચવતાં હોય છે ત્યારે કૃષ્ણનગરમાં રહેતા એક શખ્સે  ત્રીજા માળેથી  કૂતરાને નીચે ફેંકી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હોવાની ઘટના સામે આવી છે. આથી પાડોશમાં રહેતી દયાળુ મહિલાએ આ શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સેજપુર બોઘામાં રહેતાં ઉષાબહેન વાઘેલાએ નરેશ રાઠોડ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉષાબહેન કૃષ્ણનગર ખાતે આશાપુરા કિડની હોસ્પિટલમાં હાઉસકીપર તરીકે કામ કરે છે. 
કૂતરાને ત્રીજા માળેથી નીચે ફેંક્યું હતું
ગઈ કાલે ઉષાબહેનના ઘર આગળ શેરીમાં રહેતું એક કૂતરું બેઠું હતું. ઉષાબહેન તેમના ઘરમાં ચા બનાવતાં હતાં ત્યારે તેમના ઘરની બહાર કૂતરાની પીડાનો આવાજ આવતાં તેઓ તરત બહાર આવ્યાં હતાં. ઉષાબહેનના ઘરની બાજુમાં રહેતા નરેશ રાઠોડે કૂતરાને ત્રીજા માળેથી નીચે ફેંક્યું હતું. જેથી ઉષાબહેન તેને કહ્યું હતું કે કેમ તમે કૂતરાને નીચે ફેંકી દીધું? તેમ કહેતાં નરેશે ઉષાબહેન સાથે ઝઘડો કર્યો હતો.
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
ઉષાબહેન કૂતરા પાસે ગયા ત્યારે તે તડફડિયાં મારતું હતું અને કૂતરું ઊભું પણ થઇ શકતું ન હતું. ઉષાબહેને તાત્કાલિક કૂતરાની સારવાર માટે દર્શના એનિમલ વેલફેરના માણસોને ફોન કરી બોલાવી લીધા હતા. ઉષાબહેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નરેશ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ