બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Weather will change again in many states of the country, see the forecast of the Meteorological Department

ઍલર્ટ / ક્યાંક વરસાદ તો ક્યાંક પડશે કરા: દેશના અનેક રાજ્યોમાં ફરી વાતાવરણમાં આવશે પલટો, જુઓ હવામાન વિભાગની આગાહી

Priyakant

Last Updated: 08:51 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી થોડા દિવસો દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ, વીજળી અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

  • હવામાન વિભાગની દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ-ગરમીને લઈ આગાહી
  • દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે
  • 8 રાજ્યોમાં કરા પડવાની આગાહી, મોટાભાગના રાજ્યોમાં પડશે વરસાદ 

હવામાન વિભાગે દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ અને ગરમીને લઈ આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં 24 એપ્રિલે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વાદળોના કારણે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન કાળઝાળ ગરમીથી ઘણી રાહત મળી હતી. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું હતું. ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં આજે ઘણી જગ્યાએ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

IMD અનુસાર અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહ્યું હતું. આ સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. જો કે છેલ્લા એક દિવસમાં દેશમાં ક્યાંય પણ હીટ વેવની સ્થિતિ જોવા મળી નથી. IMDએ કહ્યું કે, આગામી 5 દિવસ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક ભાગોમાં આંધી-તોફાન અને વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે.

8 રાજ્યોમાં કરા પડવાની આગાહી 
IMD એ 23 થી 25 એપ્રિલ સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે. 24 એપ્રિલે ઓડિશા, બિહાર અને છત્તીસગઢમાં ઘણી જગ્યાએ કરા પડવાની સંભાવના છે. જ્યારે 24 અને 25 એપ્રિલ દરમિયાન વિદર્ભમાં કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં 24 એપ્રિલે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ઘણા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. IMD એ 26 થી 27 એપ્રિલ દરમિયાન મરાઠવાડામાં વિવિધ સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે.

દેશના મોટાભાગના રાજ્યોમાં પડશે વરસાદ 
આગામી થોડા દિવસો દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ, વીજળી અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 4 દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વરસાદની સંભાવના છે. 24 એપ્રિલે કેરળ અને માહેમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અને 26 અને 27 એપ્રિલે ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમ રાજસ્થાન સિવાય સમગ્ર વિસ્તારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ