બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather expert Ambalal Patel's forecast for rain came out

હવામાન અપડેટ / આ વર્ષે દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચોમાસું રહેશે અતિભારે, નદીઓના જળસ્તર પણ વધશે, જુઓ શું કહે છે અંબાલાલની આગાહી

Malay

Last Updated: 11:12 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે ભારેથી અતિભારે વરસાદ.

  • વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
  • 27થી 30 જૂન દરમિયાન વરસાદની આગાહી
  • દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

જૂન અને જુલાઈ ગુજરાતના અતિભારે વરસાદ પડશે: અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.

'જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે'
તેમણે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે. 

VTV Gujarati News and Beyond on Twitter: "અખાત્રીજના પવન પરથી અંબાલાલ  પટેલની કમોસમી આગાહી: 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે, 25  મે અને 10 જૂન ...

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હવામાનની આગાહી મુજબ મેઘમહેર જોવા મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 5 ઇંચ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે અમીરગઢમાં સવા 2 ઈંચ, પોશિનામાં પોણા 2 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, ભીલોડામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. કડી, તલોદ, ધનસુરા તાલુકામાં વરસાદ, માલપુર, ઈડર, ખાનપુર તાલુકામાં વરસાદ, ખંભાત, ગરબાડા, કપરાડા તાલુકામાં અને ગાંધીનગર, આણંદમાં વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

બનાસકાંઠામાં તારાજીના દ્રશ્યો સર્જાયા
મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં સતત પવન સાથે વરસાદ વરસ્યો છે. જેમાં અનેક ખાના ખરાબી થઈ છે. જોકે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાનીય કામગીરીથી શક્ય તેટલી સતર્કતા રાખી આપદાથી લોકને જાગૃત કરાયા છે. પરંતુ ભારે પવન અને વરસાદના કારણે અનેક તારાજી સર્જાઈ છે. 

ખેતરો ફેરવાયા બેટમાં
બનાસકાંઠામાં ભારે વરસાદ થતાં અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સરહદીય વિસ્તાર થરાદ, ધાનેરા, સુઈગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને બાજરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે. જ્યાં ખેતરો રિતસરના બેટમાં ફેરવાયા છે. તો અનેક વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થયા છે. આ ઉપરાંત નદી, તળાવ અને ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ