બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / We are with India Chinese Foreign Minister's Big Statement on Mutual Relations After Violent Speeding in Tawang

નિવેદન / અમે ભારત સાથે....: તવાંગમાં હિંસક ઝડપ બાદ આપસી સંબંધને લઇ ચીની વિદેશમંત્રીનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 10:39 AM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ચીન દ્વિપક્ષીય સંબંધોના સ્થિર અને મજબૂત વિકાસ માટે તેઓ ભારત સાથે કામ કરવા તૈયાર છે.

  • ચીન બંને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા સંમત
  • 'વિકાસની દિશામાં ભારત સાથે કામ કરવા તૈયાર છીએ'
  • ભારત અને ચીન સંબંધો હાલ કેવા છે?

છેલ્લા થોડા સમયથી ભારત અને ચીનના સંબંધો બગડી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે એવામાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ચીન દ્વિપક્ષીય સંબંધોના સ્થિર અને મજબૂત વિકાસ માટે તેઓ ભારત સાથે કામ કરવા તૈયાર છે. જણાવી દઈએ કે બંને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા બનાવી રાખવા માટે સંમત થયા છે. બંને દેશોની સહરદ પર વર્ષ 2020 થી તણાવ બની રહ્યો છે એવામાં 2022માં આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ચીનના વિદેશી સંબંધો પર એક સેમિનારમાં વાંગે કહ્યું હતું કે, "ચીન અને ભારતે રાજકીય અને સૈન્ય-થી-સૈન્ય ચેનલો દ્વારા સંપર્ક જાળવી રાખ્યો છે અને બંને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા સંમત થયા છે."

વિકાસની દિશામાં ભારત સાથે કામ કરવા તૈયાર છીએ
તાજેતરમાં શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (CPC) સત્તામાં પરત ફરી છે અને શી જિનપિંગ ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વાંગ યીએ સેમિનારમાં કહ્યું હતું કે, "અમે ચીન-ભારત સંબંધોના સ્થિર અને મજબૂત વિકાસની દિશામાં ભારત સાથે કામ કરવા તૈયાર છીએ." વાંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ભારત-ચીન બાઉન્ડ્રી મિકેનિઝમના વિશેષ પ્રતિનિધિ છે, જે બંને દેશો વચ્ચે વર્તમાન સરહદ અવરોધને કારણે નિષ્ક્રિય રહે છે.

ભારત અને ચીન સંબંધો હાલ કેવા છે?
ચીનના રાજદ્વારી કાર્ય પર તેમના સંબોધનમાં વાંગે એ યુક્રેન યુદ્ધ છતાં અમેરિકા સાથે ચીનના ખરાબ સંબંધો અને રશિયા સાથેના વધતા સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને એ સાથે જ ભારત-ચીન સંબંધો પર ટૂંકમાં વાત કરી હતી. જણાવી દઈએ કે ચીન અને ભારત વચ્ચેના સંબંધો એપ્રિલ 2020 થી બગડ્યા હતા જ્યારે ચીને પૂર્વી લદ્દાખના વિવાદિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોને ખસેડવાનો પ્રયાસ કર્યો હતો અને આના પરિણામે લાંબા સમય સુધી લશ્કરી અથડામણ પણ થઈ હતી. આ વાતને ઉકેલવા માટે બંને દેશોએ અત્યાર સુધીમાં 17 રાઉન્ડની વાતચીત કરી છે અને અરુણાચલ પ્રદેશના યાંગત્સેમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ બાદ વાતચીતનો છેલ્લો રાઉન્ડ થયો હતો.

ચીને 'બ્લોક ક્લેશ'નો વિરોધ કર્યો
આ સાથે જ વાંગ યીએ બેઇજિંગના વિરોધ વિશે પણ વાત કરી જેને "બ્લોક ક્લેશ" કહે છે.  શી જિનપિંગ સરકાર યુએસ, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ક્વાડ સંગઠનનો વિરોધ કરી રહી છે અને આ સાથે ચીને યુએસ, ઓસ્ટ્રેલિયા અને યુકેના AUKUS ગઠબંધનનો પણ વિરોધ કર્યો છે. ચીનનો દાવો છે કે આવા જૂથોનો હેતુ એમનો ઉદયને રોકવાનો છે. વાંગે એક સેમિનારમાં જણાવ્યું હતું કે, "અમે બ્લોક ક્લેશ અને ઝીરો સમ કોમ્પિટિશનનો અસ્વીકાર કરવાનું ચાલુ રાખ્યું છે અને અન્ય મોટા દેશો સાથેના સંબંધોમાં વ્યૂહાત્મક સ્થિરતા જાળવી રાખી છે."

જણાવી દઈએ ક ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 17મો રાઉન્ડ 20 ડિસેમ્બરે યોજાયો હતો અને સંયુક્ત પ્રેસ રિલીઝ અનુસાર આ સમયગાળા દરમિયાન બંને પક્ષો નજીકના સંપર્કમાં રહેવા અને સૈન્ય અને રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત જાળવવા માટે સંમત થયા હતા. આ સાથે બંને દેશો બાકીના મુદ્દાઓનો વહેલામાં વહેલી તકે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા સંમત થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ