બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Water will not flow on hard work. How should a farmer test fake seeds? Government guidelines for farmers released

મહામંથન / મહેનત પર પાણી નહીં ફરે.! નકલી બિયારણની પરખ ખેડૂતે કઈ રીતે કરવી? ખેડૂતો માટે સરકારની માર્ગદર્શિકા જાહેર

Vishal Khamar

Last Updated: 10:40 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરીફ પાકની સિઝનમાં બિયારણની ખરીદી પહેલા કેટલીક ઉપયોગી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. 2015 થી 2022 દરમ્યાન 9 કંપનીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

કૃષિ નિયામક તરફથી ખેડૂતો માટે ખરીફ પાકની સિઝનમાં બિયારણની ખરીદી પહેલા કેટલીક ઉપયોગી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી જેમાં ખેડૂતે બિયારણની ખરીદી કરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબત મુખ્ય હતી.આ પહેલીવાર નથી કે બિયારણની ખરીદી અંગે ખેડૂતને માર્ગદર્શન ન મળ્યું હોય પરંતુ ગુજરાત સહિત દેશના કેટલાય રાજ્યો એવા છે કે જયાં ખેડૂત નકલી બિયારણ ખરીદીને રાતે પાણીએ રડ્યો હોય. મોટાભાગના કિસ્સામાં એવુ પણ બને છે કે વેપારી અને ઉત્પાદકોની સાંઠગાંઠ ઉપર સુધી હોય છે એટલે મોટેભાગે નકલી બિયારણ પકડાય તો પણ દંડનીય કાર્યવાહી થતી નથી. નકલી બિયારણ કોઈ વેચતા પકડાય તો તેના માટેના કાયદા ઘણાં કડક છે પરંતુ કોઈ વેપારીને આકરી સજા થઈ હોય તેવા દાખલા ઓછા છે. સૌથી મોટો સવાલ એ છે કે સરકારની માર્ગદર્શિકા કે પછી ખેડૂતની સજાગતા બંને હોય તો પણ નકલી બિયારણનો ખેલ કેમ ચાલે છે. આ ખેલ આખરે બંધ કયારે થશે?

  • અધિકૃત લાયસન્સ ધરાવતી મંડળી કે સંસ્થા પાસેથી જ બિયારણ ખરીદવું
  • લાયસન્સ કે પરવાનો ન હોય તેવી મંડળી કે સંસ્થા પાસેથી બિયારણ ન લેવું
  • ધારાધોરણ ન દર્શાવ્યા હોય તેવું બિયારણ ખરીદવું નહીં

 બિયારણની ખરીદીમાં ખેડૂતે શું કાળજી લેવી?
અધિકૃત લાયસન્સ ધરાવતી મંડળી કે સંસ્થા પાસેથી જ બિયારણ ખરીદવું. લાયસન્સ કે પરવાનો ન હોય તેવી મંડળી કે સંસ્થા પાસેથી બિયારણ ન લેવું. તે સિવાય ધારાધોરણ ન દર્શાવ્યા હોય તેવું બિયારણ ખરીદવું નહીં. અને ઉત્પાદકનું નામ-સરનામું ન દર્શાવ્યા હોય તેવું બિયારણ પણ ન ખરીદવું. બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ચકાસણી કરવી. બિયારણની મુદત પૂરી થઈ ગઈ છે કે નહીં તે ચકાસણી કરવી. કપાસના પાકના બિયારણ જુદા-જુદા નામે વેચાય છે તે ન ખરીદવા. તેમજ  વાવણી પછી પણ બિયારણનું પેકેટ, થેલી કે બિલ સાચવી રાખવું.

 

 

  • પેકેટ ઉપર ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો તાત્કાલિક ધરપકડ થઈ શકે
  • પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો લાગે છે
  • ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો હાઈકોર્ટ સિવાય જામીન ન મળી શકે

નકલી બિયારણ વેચનારને શું સજા થાય?
પેકેટ ઉપર ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો તાત્કાલિક ધરપકડ થઈ શકે છે.  પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો લાગે છે. ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો હાઈકોર્ટ સિવાય જામીન ન મળી શકે. બિયારણનું પાઉચ કે પેકેટ બનાવનારને પણ આ જ ગુનો લાગુ પડે છે. 

  • ગુજરાતમાં બીટી કપાસના બીજનું મોટાપાયે ગેરકાયદે ઉત્પાદન થાય છે
  • કપાસમાં નકલી બિયારણ આવે તો ખેડૂતને મોટું નુકસાન થાય છે
  • ખેડૂતો કયારેક સસ્તા ભાવની લાલચમાં અનઅધિકૃત બિયારણ લઈ આવે છે

નકલી બિયારણ અને નુકસાનીની ભરમાર
ગુજરાતમાં બીટી કપાસના બીજનું મોટાપાયે ગેરકાયદે ઉત્પાદન થાય છે. કપાસમાં નકલી બિયારણ આવે તો ખેડૂતને મોટું નુકસાન થાય છે. ખેડૂતો કયારેક સસ્તા ભાવની લાલચમાં અનઅધિકૃત બિયારણ લઈ આવે છે. આધાર-પુરાવા વગર અધિકારીઓ ખેડૂતો છેતરાયાની વાત માનતા નથી. ગેરકાયદે બિયારણ વેચતા વેપારી અને ઉત્પાદકોની મોટાપાયે સાંઠગાંઠ હોય છે. છેલ્લા બે વર્ષમાં નકલી બિયારણની 15 જેટલી ફરિયાદ સરકારને મળી છે.

આ રાજ્યએ નકલી બિયારણના વેચાણની કરી જાણ

ગુજરાત
કર્ણાટક
મહારાષ્ટ્ર
તેલંગાણા
  • 2015 થી 2022 દરમિયાન 9 કંપની સામે ફરિયાદ
  • 9 કંપનીઓ સામે 7 વર્ષમાં નકલી બિયારણ અંગે ફરિયાદ થઈ
  • અત્યાર સુધીમાં રાજ્યમાં 38 લોકોની ધરપકડ 

ગુજરાતમાં શું થઈ કાર્યવાહી?
2015 થી 2022 દરમિયાન 9 કંપની સામે ફરિયાદ થઈ છે.  9 કંપનીઓ સામે 7 વર્ષમાં નકલી બિયારણ અંગે ફરિયાદ થઈ છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 38 લોકોની ધરપકડ
મોટેભાગે કપાસ, મગફળી, સોયાબીનના નકલી બિયારણનો જથ્થો ઝડપાયો. 2015 થી 2022માં 150 કરોડના નકલી બિયારણનો જથ્થો જપ્ત કર્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ