બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Water storage is an urgent need of the present time

મહામંથન / ગુજરાતમાં જનભાગીદારીથી જળસંચય કેટલું શક્ય બન્યું? સરકારે પ્લાન 'રિચાર્જ' કરવાની જરુંર?

Dinesh

Last Updated: 03:17 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જળસંચય વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે તેમજ ગુજરાતમાં જળસંચયના ક્ષેત્રે કામગીરી થઈ રહી છે અને જળસંચયમાં અગત્યનો પ્રશ્ન જનભાગીદારીનો છે. જનભાગીદારી વગર જળસંચય કેટલું શક્ય બને તે મહત્વનો સવાલ છે

  • જળસંચય વર્તમાન સમયની તાતી જરૂરિયાત
  • નદી-તળાવ ઊંડા કરવા, કૂવા રિચાર્જ કરવાની જરૂર
  • નેતાઓ આ મુદ્દે વધુ પ્રયાસ ક્યારે કરશે?


માનવ શરીરના પંચતત્વમાનું એક અને જીવનની પાયાની જરૂરિયાત એટલે પાણી. વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી ઉપર જયારથી ગુરુત્વાકર્ષણ રચાયું એ પછી સૌથી પહેલા પાણી ઉદભવ્યું. આપણે અત્યારે ભલે છૂટથી પાણીનો વપરાશ કરતા હોઈએ પણ એક વાત જરૂરથી જાણી લેજો કે સમગ્ર પૃથ્વી ઉપર વપરાશમાં લઈ શકાય એવુ પાણી 1 ટકા જેટલું જ છે જયારે બીજી તરફ 97 ટકા જેટલો જથ્થો ખારા પાણીનો છે, બાકીના 2 ટકા જેટલું પાણી ધ્રુવપ્રદેશમાં બરફ સ્વરૂપે છે. હવે આપણે કલ્પના જ કરવી રહી કે પાણી અને તેનો સંગ્રહ આપણા માટે કેટલો મહત્વનો છે. જો કે વાત જયારે જળસંચયની આવે છે ત્યારે એવુ નથી કે સરકાર કે લોકોના પ્રયત્નો નથી પરંતુ એકંદરે ગુજરાત હોય કે દેશ જળસંચયમાં હજુ આપણે જોઈએ એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. હજુ પણ એ સ્થિતિ નકારી ન શકાય કે સરકારે ટપક સિંચાઈ અને ફૂવારા પદ્ધતિ માટે વારંવાર કહેવું પડે. આ તમામ ઘટનાઓની વચ્ચે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે મહત્વનું પ્રણ લીધું. તેમનું કહેવું હતું કે જ્યાં સુધી પોતાના વિસ્તારમાં જળસંચય માટે પૂરતી વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ કોઈ જાહેર મંચ ઉપર સન્માનનો સ્વીકાર કરશે નહીં. ધારાસભ્યએ ભલે ગંભીર સંકેત આપ્યો પરંતુ આ વાત સરકાર અને જનસામાન્ય દરેકે સમજવા જેવી છે. જો આજે પાણી ન બચાવ્યું તો આવતીકાલે કદાચ આપણે પણ નહીં બચી શકીએ તે સાદી પણ કડવી હકીકત સમજવી જ રહી. જો કે જળસંચયના પ્રણ ગણ્યા ગાંઠ્યા નેતાઓ જ લે તે કેમ ચાલે, જળસંચયના સરકાર દ્વારા થતા પ્રયત્ન કેટલા કારગર નિવડ્યા.

વર્તમાન સમયની તાતી જરૂરિયાત
જળસંચય વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે તેમજ ગુજરાતમાં જળસંચયના ક્ષેત્રે કામગીરી થઈ રહી છે અને જળસંચયમાં અગત્યનો પ્રશ્ન જનભાગીદારીનો છે. જનભાગીદારી વગર જળસંચય કેટલું શક્ય બને તે મહત્વનો સવાલ છે અને ઉનાળો આકરો થશે એમ પાણીની જરૂરિયાત વધશે તેમજ નદી-તળાવ ઊંડા કરવા, કૂવા રિચાર્જ કરવાની કામગીરી વેગ પકડે એ જરૂરી છે. જળસંચયના સરકાર દ્વારા પ્રયત્નો કેટલા કારગર નિવડ્યા તેની ચર્ચા જરૂરી છે. નેતાઓ પણ આ મુદ્દે વધુ પ્રયાસ કરે એ જરૂરી છે.

દિયોદરના ધારાસભ્યએ શું કહ્યું?
કેશાજી ચૌહાણે ઉત્તર ગુજરાતમાં જળસ્ત્રોતની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો છે. કેશાજી ચૌહાણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં જળસ્ત્રોત ઊંડા થઈ રહ્યા છે હવે ઉત્તર ગુજરાતમાં 11% જેટલો જ જળસ્ત્રોત બાકી છે. કેશાજી ચૌહાણે દિયોદરમાં જળસ્ત્રોતના પ્રશ્નને હલ કરવા તાકિદ કરી છે. જળસ્ત્રોતનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કોઈ જાહેર સન્માન ન સ્વીકારવા પ્રણ લીધા છે.

તળાવ ઊંડા કરવાથી શું ફાયદા થાય?
તળાવની આજુબાજુના વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. સિંચાઈના વિસ્તારમાં વધારો થાય છે. સારો વરસાદ થાય તો લાંબા સમય સુધી સિંચાઈ માટે પાણી મળી રહે તે જરૂરી છે. જળસંચયથી ખરીફ પાકને જીવતદાન મળી શકે છે. પશુધનને ચોમાસા સિવાયની ઋતુમાં પણ પીવાનું પાણી મળી રહેશે અને તળાવમાંથી નિકળતી માટીથી નીચાણવાળા વિસ્તારમાં પુરાણ થઈ શકે તેમજ તળાવની માટીથી તળાવના પાળા મજબૂત કરવાની કામગીરી પણ થઈ શકે છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ સમજો
ગુજરાતમાં વરસાદની દ્રષ્ટિએ ચાર ઝોન પાડવામાં આવ્યા છે જેમાં ગુજરાતના ચારેય ઝોનના વરસાદ અને જળસંચય અલગ-અલગ છે. જળસંચયની સામે પાણીના વપરાશની ખાધ બહુ મોટી છે અને ગુજરાતમાં કુલ વરસાદી દિવસોની સંખ્યા બે મહિનાથી પણ ઓછી છે તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાત સૌથી વધુ વરસાદી દિવસ ધરાવે છે. સૌથી ઓછા વરસાદી દિવસ કચ્છ ધરાવે છે

કયા ઝોનમાં કેટલા વરસાદી દિવસ?

દક્ષિણ-મધ્ય ગુજરાત

વરસાદી દિવસ 51
સરેરાશ વરસાદ 57 ઈંચ

ઉત્તર ગુજરાત

વરસાદી દિવસ 31
સરેરાશ વરસાદ 32 ઈંચ

સૌરાષ્ટ્ર

વરસાદી દિવસ 27
સરેરાશ વરસાદ 23 ઈંચ

કચ્છ

વરસાદી દિવસ 15
સરેરાશ વરસાદ 13 ઈંચ

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ