બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Watch: Video Of Aishwarya Rai Bachchan's Daughter Aaradhya From A School Event Goes Viral

ક્યૂટ આરાધ્યા / VIDEO ઐશ્વર્યાની ઢીંગલી જવાન થઈ, આરાધ્યાનો સ્કૂલ ઈવેન્ટનો વીડિયો વાયરલ, વ્હાલ થાય તેવી માસૂમ

Hiralal

Last Updated: 03:22 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિષેક બચ્ચન- ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચનનો સ્કૂલ ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે હાથમાં ગિટાર લઈને સહેલીઓ સાથે વાતચીત કરી રહેલી દેખાય છે.

  • અભિષેક બચ્ચન- ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા જોતજોતામાં થઈ જવાન
  • સ્કૂલ ઈવેન્ટનો એક વીડિયો થઈ ગયો વાયરલ
  • આરાધ્યા હાથમાં ગિટાર લઈને સહેલીઓ સાથે ઊભેલી દેખાય છે 

બોલિવુડ સુપરસ્ટાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચન લોકોની પણ લાડકી દીકરી સમાન છે. બચ્ચન પરિવારમાં પણ તે ખૂબ વ્હાલી છે.  પેલી કહેવત છે ને છોકરીઓને વધતા ક્યાં વાર લાગે છે? એમ આરાધ્ય એક વીડિયોમાં જવાન જેવી દેખાય છે. 

સ્કૂલમાં હાથમાં ગિટાર લઈને સહેલીઓ સાથે વાતચીત કરતી દેખાઈ આરાધ્યા 
હવે, આરાધ્યાનો એક સ્કૂલ ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્લિપમાં,આરાધ્યા તેના સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ જોવા મળે છે, તેણે હાથમાં ગિટાર પકડેલી છે અને સહેલીઓ સાથે વાતચીત કરી રહેલી દેખાય છે પરંતુ તે બધાથી અલગ વાત તો એ છે કે તેના ચહેરા પર કેટલું નિર્દોષ હાસ્ય ચમકી રહ્યું છે, તેના હાવભાવ પણ માસૂમ બાળક જેવા નિર્દોષ દેખાય છે. સોશિયલ મીડિયામાં આરાધ્યાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ પણ પોતાની સગી દીકરી હોય તેમ વ્હાલ વરસાવ્યું છે. 

ઐશ્વર્યા રાયે બીજી પણ તસવીરો શેર કરી 
બચ્ચન પરિવાર સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય છે. અન્ય પ્રસંગે, ઐશ્વર્યા રાયે પણ આરાધ્યા સાથેની એક સુંદર તસવીર શેર કરી અને લખ્યું, “મારો પ્રેમ… મારું જીવન… હું તને પ્રેમ કરું છું, મારી આરાધ્યા,” અને હાર્ટ ઇમોજી મૂકી. તેના જવાબમાં અભિષેક બચ્ચને હાર્ટ ઈમોજી મુકી હતી. તે પહેલા ઐશ્વર્યા રાયે મંદિરમાં ક્લિક કરેલી આરાધ્યા સાથેની બીજી સુંદર તસવીર શેર કરી અને કહ્યું, “આભાર. તમારા બધાના અપાર પ્રેમ, હાર્દિક શુભેચ્છાઓ, આશીર્વાદ અને ઘણી હકારાત્મકતા માટે ખૂબ ખૂબ આભાર...હંમેશા ખૂબ પ્રેમ. દેવ આશિર્વાદ. તેના જવાબમાં અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, ડબ્બુ રત્નાની અને મનીષ મલ્હોત્રા સહિત અન્ય લોકોએ હાર્ટ ઇમોજીસ સાથે જવાબ આપ્યો. સ્ટાર્સના ચાહકોએ પણ કોમેન્ટ સેક્શનમાં ખુશામત કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ