બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Want to lose weight So include this item in your diet from today, fat will also melt, belly fat will also decrease.

Health Tips / WEIGHT LOSS કરવું છે? તો આજથી જ તમારા ડાયટમાં સામેલ કરો આ ચીજ, ચરબી પણ ઓગળશે, બેલી ફેટ પણ ઘટશે.

Megha

Last Updated: 05:03 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા ભાગના લોકો એક્સર્સાઇઝ કર્યા વગર માત્ર અમુક વસ્તુ ખાઈને જ વેઇટલોસ કરવા ઇચ્છે છે. ઓટ્સ ખાવાથી આખો દિવસ ચરબી ઓગળતી રહે છે સાથે જ તેનાથી બેલી ફેટ પણ ઘટશે.

  • નાસ્તામાં નિયમિત ખાઓ ઓટ્સ, વજન ઘટશે
  • ઓટ્સમાં હોય છે હાઈ ક્વોલિટી પ્રોટીન
  • બ્રેકફાસ્ટમાં ખાવાથી મેટાબોલિઝમ તેજ થાય છે

વેઇટલોસ કરવું હોય તો નાસ્તામાં શું ખાવું જોઇએ. આવા સવાલો અનેક લોકોને થતા હશે. શું તમે જાણો છો કે ફેટ બર્ન કરનારાં ફૂડ કયાં છે, વેઇટલોસ માટે શું ખાવું. આ તમામ સવાલ સૌથી વધુ શોધવામાં આવે છે. મોટા ભાગના લોકો એક્સર્સાઇઝ કર્યા વગર માત્ર અમુક વસ્તુ ખાઈને જ વેઇટલોસ કરવા ઇચ્છે છે. તેથી આ વસ્તુ અંગે જાણવા જેવું છે, જે ખાવાથી આખો દિવસ ચરબી ઓગળતી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તેનાથી બેલી ફેટ પણ ઘટશે.

ઓટ્સમાં હોય છે હાઈ ક્વોલિટી પ્રોટીન
ઓટ્સમાં હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે, તેમાં બેલેન્સ એમિનો એસિડ હોય છે, જ્યારે તમે વેઇટલોસ કરો છો ત્યારે મસલ્સની જગ્યાએ માત્ર ચરબી જ ઘટે છે. તમે મસલ્સ વધારીને વધુ તંદુરસ્ત દેખાઈ શકો છો, તેમાં ફાઇબર અને કાર્બ્સ હોય છે, જે ડાઇજેશનને યોગ્ય રાખી પેટને સ્વસ્થ રાખે છે. ઓટ્સ કાર્બ્સનો હેલ્ધી સોર્સ છે. તે તમને આખો દિવસ એનર્જી આપે છે. તમને થાક પણ લાગતો નથી.

સવારે કરો ઓટ્સનો નાસ્તો
વેઇટલોસ માટે બ્રેકફાસ્ટમાં ઓટ્સ ખાવા જોઈએ. એક અભ્યાસ મુજબ આ ફૂડ ખાવાથી આખો દિવસ પેટ ભરાયેલું હોય તેવું લાગે છે. તેના કારણે તમે જંક ફૂડ કે ફેટ વધારતી વસ્તુઓથી દૂર રહી શકો છો, તેનાથી તમારો કેલરી ઇનટેક ઘટે છે, જે વજન ઘટાડવા માટે જરૂરી છે.

ફેટ થશે બર્ન
ઓટ્સમાં ફાઇબર હોય છે, તેને બ્રેકફાસ્ટમાં ખાવાથી મેટાબોલિઝમ તેજ થાય છે. વેઇટલોસ કરવા માટે મેટાબોલિઝમને તેજ રાખવું જરૂરી છે. તે ફેટ બર્ન થવાની ગતિ નક્કી કરે છે. ઓટ્સ ખાઈને તમારે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવું પડશે. સવારે ઓટ્સનો નાસ્તો કર્યા બાદ સાંજ સુધી તમારે જમવાનું નથી. આ ફાસ્ટિંગનો સમયગાળો તમે પહેલાં છ કલાકથી શરૂ કરીને ૧૨થી ૧૪ કલાકનો કરી શકો છો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ