બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / want to free from home loan emis burden know some intresting tips

Home Loan Tips / હોમ લોનની EMIથી મેળવવો છે છુટકારો? તો અપનાવો આ જોરદાર ટિપ્સ, મળશે રાહત

Manisha Jogi

Last Updated: 01:51 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી લોન લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. EMIને કારણે લોકોનું માસિક બજેટ પણ ખોરવાઈ ગયું છે. હોમ લોનના માસિક હપ્તાથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • લોન લેનારા લોકોની સંખ્યામાં વધારો
  • છેલ્લા એક વર્ષમાં હોમ લોન પરના વ્યાજમાં વધારો
  • EMIને કારણે લોકોનું માસિક બજેટ પણ ખોરવાઈ ગયું છે

છેલ્લા ઘણા સમયથી લોન લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હોમ લોન પરના વ્યાજમાં પણ વધારો થયો છે, જેથી EMIનું ભારણ પણ વધ્યું છે. EMIને કારણે લોકોનું માસિક બજેટ પણ ખોરવાઈ ગયું છે. હોમ લોનના માસિક હપ્તાથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

માસિક હપ્તામાં વધારો કરો
હોમ લોન ટેન્યોર ઓછોમાં ઓછો 5 વર્ષ માટે હોય છે. જો તમે ખાનગી ક્ષેત્રના અથવા સરકારી કર્મચારી છો, તો દર વર્ષે તમારી આવકમાં વધારો થતો હશે. આ પ્રકારે તમે EMIમાં પણ વધારો કરી શકો છો. EMIમાં વધારો કરવાથી હોમ લોન ટેન્યોર ઓછો થઈ જશે અને ઝડપથી લોન ચૂકવી શકશો. 

એડવાન્સમાં EMIની ચૂકવણી
જો તમારી પાસે વધારાની રકમ હોય તો તેનો લોન રિપેમેન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો. આ પ્રકારે તમારી લોન એમાઉન્ટ ઓછી થઈ જશે અને લોન ટેન્યોર ઓછો થતા ઝડપથી લોન પૂરી શકો છો. 

સમય પહેલા લોનની ચૂકવણી
જો તમારી પાસે પર્યાપ્ત પૈસા છે, તો સમય પહેલા હોમ લોન ચૂકવી દો. આ પ્રકારે કરવાથી લોન પરનું વ્યાજ ઓછું થશે અને ઝડપથી લોન પૂરી થઈ જશે. 

શું લોનની સમય પહેલા ચૂકવણી કરી શકાય?
અનેક લોકોના મનમાં સવાલ થતો હોય છે કે, શું ટેન્યોર પહેલો હોમ લોનની ચૂકવણી કરી શકાય છે? તમામ બેન્ક ઉધારકર્તાને લોન ઝડપથી ચૂકવવા માટેનો વિકલ્પ આપે છે, જેથી તમે ઝડપથી લોન ચૂકવી શકો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ