બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Want to avoid the new variant of covid JN.1? So follow these 5 tips, 80 percent less chance of danger

આરોગ્ય ટિપ્સ / કોવિડના નવા વેરિઅન્ટ JN.1થી બચવું છે? તો ફૉલો કરો આ 5 ટિપ્સ, 80 ટકા ખતરાનો ચાન્સ ઓછો

Megha

Last Updated: 02:37 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે, કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ સંક્રમણથી બચવા માટે દરેક લોકોએ આ 5 રીતો અપનાવી જોઇએ.

  • કોરોના ફરી એકવાર ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હલચલ મચાવી રહ્યો છે 
  • દેશમાં ઘણા કેસ નોંધાયા છે અને તમામ રાજ્યોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું 
  • કોવિડનું નવું સ્વરૂપ વધુ ખતરનાક છે અને આ 5 રીતોથી તેનાથી બચી શકે છે 

દેશમાં ફરી એક વાર કોરોનાનો નવો વેરિયન્ટ ઊભરાયો છે. હાલમાં સમગ્ર દેશમાં નવા વેરિયન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે અને વધી રહ્યાં છે. કેસ વધતા સંબંધિત સરકારો પણ એક્શનમાં આવી ગઈ છે અને જરુર પ્રમાણેના ઉપાયો કરી રહી છે. ખાસ કરીને ગોવા, કેરેલા, મહારાષ્ટ્રમાં જ્યાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

covid 19 new sub variant jn 1 knocks in kerala know its symptoms and precautions

 

JN.1 નો પહેલો કેસ ક્યારે આવ્યો?
ભારતમાં JN.1 નો પહેલો કેસ કેરળમાં 8 ડિસેમ્બરે નોંધાયો હતો. એક 79 વર્ષની મહિલાને તેનો ચેપ લાગ્યો હતો ત્યાર બાદ દેશમાં અલગ અલગ જગ્યાએ તેના કેસ સામે આવી રહ્યાં છે અને બાર દિવસમાં 21 સુધી આંકડો પહોંચ્યો છે અને હજુ વધી રહ્યાં છે. 

JN.1 વેરિયન્ટ કયા કયા દેશમાં ફેલાયો 
કોરોનાના આ નવા પ્રકારને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચેપમાં વધારો થઈ રહ્યો છે. તેની હાજરી અમેરિકા, બ્રિટન, આઈસલેન્ડ, સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ અને તાજેતરમાં ચીન સહિત વિવિધ દેશોમાં જોવા મળી છે. હવે આ યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ ગયું છે.

no space in hospitals American CDC has given a scary warning to the world amid the increasing cases of Corona

કોવિડ વેરિઅન્ટ JN.1 ના લક્ષણો શું?
તાવ
થાક
વહેતું નાક
સુકુ ગળું
માથાનો દુખાવો
ઉધરસ
પેટ સંબંધિત બીમારીઓ 

covid-19 corona active case mask new government alert amid arrival of jn1 variant of corona

કોવિડના નવા વેરિયન્ટ JN.1ને રોકવાનાં પગલાં- 
-આ વાઇરસ સરળતાથી ફેલાતો હોવાથી તમામ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું શરૂ કરો
- માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો
- વાસણો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવાનું ટાળો. 
- સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
- લોકો સાથે વાત કરતી વખતે 10 મીટરનું અંતર જાળવો.
-ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ