બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Voter ID does not have a picture right! So don't worry, just follow these steps at home and change your photo

તમારા કામનું / Voter IDમાં તસવીર નથી બરાબર! તો ચિંતા ના કરો, ફટાફટ ઘરે બેઠાં ફોલો કરો આ સ્ટેપ્સ ને ચેન્જ કરી દો તમારો Photo

Megha

Last Updated: 11:38 AM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારા વોટર આઈડીમાં ફોટો બદલવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. Voter ID Cardમાં ફોટો બદલાવવાની પ્રોસેસ તમે સરળતાથી ઓનલાઈન કરી શકો છો.

  • Voter ID Card માં ફોટો ઓનલાઈન કેવી રીતે બદલવો
  • Voter ID Cardમાં ફોટો બદલાવવાની પ્રોસેસ
  • નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની આ લિંક https://www.nvsp.in/ પર જવું

આધાર કાર્ડ અને PAN કાર્ડની જેમ જ મતદાર આઈડી કાર્ડ (Voter ID Card) પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જણાવી દઈએ કે Voter ID Cardને પણ આઈડી પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે અને આ કાર્ડની સાથે જ તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી શકો છો. 

ઘણી વખત એવું બને છે કે મતદાર આઈડી કાર્ડ બનાવતી વખતે ઘણી વખત કેટલીક ભૂલો થાય છે અને આમાં સૌથી સામાન્ય સમસ્યા છે આઈડી કાર્ડ પર ફોટો બ્લર આવો. જો કે ઘણી વખત એવું બને છે કે એ કાર્ડ બનાવતા સમયે કોઈએ ફોટો આપ્યો હોય અને હવે એ ફોટો બદલાવવા માંગતા હોય. એવામાં જો તમે પણ તમારા વોટર આઈડીમાં ફોટો બદલવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. Voter ID Cardમાં ફોટો બદલાવવાની પ્રોસેસ તમે સરળતાથી ઓનલાઈન કરી શકો છો. એટલે કે ઘરે બેસીને તમે તમારા આઈડી કાર્ડમાં ફોટો બદલી શકો છો, જાણો પ્રોસેસ.. 

Voter ID Card માં ફોટો ઓનલાઈન કેવી રીતે બદલવો
- જો તમે તમારા Voter ID Card માં ફોટો બદલવા માંગતા હોય તો એ માટે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની એટલે કે નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની આ લિંક https://www.nvsp.in/ પર જવું પડશે. 
- એ બાદ Voter IDમાં કરેક્શનનો વિકલ્પ પર ક્લિક કરવાથી ડાયરેક્ટ વોટર મિત્ર ચેટબોટ પર મોકલવામાં આવશે.
- ત્યાં પંહોચ્યાં બાદ અહીં કેટલીક વિગતો પૂછવામાં આવશે અને તમને પૂછવામાં આવેલી વિગતો ભરવી પડશે.
- એ બાદ તમને વોટર આઈડી નંબર પૂછવામાં આવશે અને જો તમારી પાસે મતદાર ID નંબર નથી, તો I do not have a Voter ID નંબરના વિકલ્પ પસંદ કરવાનો રહેશે 
- જણાવી દઈએ કે મતદાર આઈડી નંબર ન હોવાની સ્થિતિમાં મતદાર યાદીની વિગતો ભરવાની રહેશે.
- ડિટેલ ભર્યા પછી તમારા વિસ્તારની મતદાર ID યાદી તમારી સામે ખુલશે અને તે યાદી માંથી ત્માનારી વોટર આઈડી પસંદ કરો.
- આ બધું કર્યા પછી હવે અહીં Voter ID સુધારવાનું કારણ પૂછવામાં આવશે અને તમારે તેનો જવાબ આપવાનો રહેશે. 


- અહીં પૂછવામાં આવેલ વિગતો ભર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર પણ નાખવો પડશે.
- આ પછી, ફોટો બદલવા માટે નવો ફોટો અપલોડ કરીને Continue ના ઓપ્શન પર ક્લિક કરો.
- જે બાદ એક સંદર્ભ ID જનરેટ થશે. તમે આ સંદર્ભ ID વડે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.

આ રીતે ટુંક સમયમાં જ વોટર આઈડીમાં ફોટો અપડેટ થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ