બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Vitamin B12 deficiency can cause these diseases

સ્વાસ્થ્ય / વારંવાર મોઢામાં છાલા પડતાં હોય તો આ વિટામિનની હોઈ શકે છે કમી, જાણો બચાવના ઉપાય

Pooja Khunti

Last Updated: 12:33 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી જતી ઉંમર સાથે વિટામિન B12 ની ઉણપ થવા લાગે તો ડિમેન્શિયાની બીમારી થઈ શકે છે. તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો તમે વિટામિન B12 ની ગોળીઓ લઈ શકો છો.

કોઈ વ્યક્તિને વારંવાર થાક લાગે અથવા ચક્કર આવવા લાગે, ત્વચા પીળી પડવા લાગે અને જોવામાં પણ સમસ્યા જણાય તો તમને લોહીની ઉણપ છે. તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે તમને આ સમસ્યાઓ થઈ રહી છે. વિટામિન B12 નર્વસ સિસ્ટમના કામમાં મદદરૂપ થાય છે. જાણો, શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો કેવા લક્ષણો દેખાય છે અને તેની ઉણપને દૂર કરવા માટે શું કરવું જોઈએ. 

શરીરમાં આ લક્ષણો જોવા મળશે 

  • માથાનો દુ:ખાવો 
  • ઊબકા આવવા 
  • મોઢામાં છાલા પડવા 
  • મોઢામાંથી વધુ પ્રમાણમાં લાળ પડવી 
  • જમવામાં સ્વાદ ન આવવો 
  • વજન ઘટવું 
  • પેટને લગતી સમસ્યાઓ થવી 
  • તમારા વાળ ખરવા લાગે 
  • નખ તૂટવા લાગે છે 
  • ઊંઘને લઈને સમસ્યાઓ જણાય 

વિટામિન B12 ની ઉણપના કારણે આ બીમારીઓ થઈ શકે છે 

  • તમને એનિમિયા થઈ શકે છે 
  • હાડકાને લગતી બીમારીઓ થઈ શકે છે 
  • ડિમેન્શિયા 
  • તમારું નર્વસ સિસ્ટમ ખરાબ થવું 
  • ગર્ભવતી અને બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓને નુકસાન થઈ શકે છે 

વાંચવા જેવું: થાઇરોઇડથી માત્ર મોટાપા જ નહીં પ્રજનનની સમસ્યાઓ પણ થઈ શકે છે: આ રીતે કરો બચાવ

વિટામિન B12
શરીરમાં વિટામિન B12 નું નિર્માણ કુદરતી રીતે નથી થતું. તમારા ખાનપાન ઉપર વિટામિન B12 નિર્ભર કરે છે. લાલ રક્ત કણોના નિર્માણ માટે વિટામિન B12 જરૂરી માનવામાં આવે છે. વિટામિન B12 તમારા મગજ અને ચેતા કોષો માટે જરૂરી છે. વિટામિન B12 શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વધતી જતી ઉંમર સાથે વિટામિન B12 ની ઉણપ થવા લાગે તો ડિમેન્શિયાની બીમારી થઈ શકે છે. તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો તમે વિટામિન B12 ની ગોળીઓ લઈ શકો છો. 

વિટામિન B12 ની ઉણપને દૂર કરવા તમારા આહારમાં આ વસ્તુઓને સામેલ કરો 

  • દૂધનું સેવન કરો 
  • માછલી ખાઓ 
  • ઈંડા 
  • દહીં 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ