બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Thyroid can cause not only obesity but also fertility problems
Sanjay Vibhakar
Last Updated: 12:30 PM, 20 February 2024
થાઇરોઇડ તમારા શરીરની મહત્વપૂર્ણ ગ્રંથિ છે. થાઇરોઇડની સમસ્યાના કારણે માત્ર વજનને લગતી નહીં પણ પ્રજનનથી લગતી સમસ્યાઓ પણ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં થાઇરોઇડની સમસ્યા જોવા મળે છે. ગળામાં એક નાના પતંગિયા જેવી ગ્રંથિ હોય છે. જેને થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે છે. આ ગ્રંથિ જરૂરી હોર્મોન્સનું ઉત્પાદન વધારવામાં અને શરીરના અન્ય કાર્યોમાં પણ મદદરૂપ થાય છે. થાઇરોઇડની સમસ્યાને કારણે પ્રજનન અને ગર્ભાવસ્થામાં સમસ્યાઓ સર્જાય શકે છે.
ADVERTISEMENT
હાઇપોથાઇરોડિઝમ
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, થાઇરોઇડ હોર્મોન્સના સ્તરમાં ઘટાડાને કારણે હાઇપોથાઇરોડિઝમની સમસ્યા સર્જાય છે. તેના કારણે ઓવ્યુલેશન, ઈંડા છોડવાની સમસ્યા સર્જાય શકે છે. જો લાંબા સમય સુધી હોર્મોન્સના સ્તરમાં ઘટાડો જોવા મળે તો તેના કારણે પ્રજનન સમસ્યાનું કારણ પણ વધી શકે છે. તમારી દિનચર્યામાં સામાન્ય પરિવર્તન કરીને તમને થોડી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
દરરોજ વ્યાયામ કરો
થાઇરોઇડના જોખમને ઓછું કરવા માટે તમારે નિયમીત રીતે વ્યાયામ કરવા જોઈએ. તેનાથી થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થ રાખવામાં અને પ્રજનન ક્ષમતામાં સુધાર જોવા મળી શકે છે.
નિયમિત રીતે થાઇરોઇડ પરીક્ષણ જરૂરી છે
જે મહિલા ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી રહી હોય તેણે નિયમિત રીતે થાઇરોઇડ પરીક્ષણ જરૂર કરાવવું જોઈએ. પરીક્ષણના કારણે તમે સમયસર સારવાર કરાવી શકો છો.
વાંચવા જેવું: કોરોના એક વખત થઈ ગયો હોય તો ચેતજો! રિસર્ચમાં થયો છાતી બેસી જાય તેવો ખુલાસો, આવું થઈ શકે
યોગને તમારી દિનચર્યાનો ભાગ બનાવો
તણાવના કારણે થાઇરોઇડ અને પ્રજનન ક્ષમતા બંને પર પ્રભાવ પડી શકે છે. ધ્યાન અને યોગના કારણે તણાવને દૂર કરી શકાય છે. તેના કારણે થાઇરોઇડની સમસ્યામાં સુધાર જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.