બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat said After two drinks, he used to dance all night now I sleep till 9.30 o'clock

ક્રિકેટ / વિરાટ કોહલીએ કહ્યું, ડ્રિંક પછી ડાન્સ પર ફ્લોર મારો કબજો રહેતો હતો... હવે 9.30 વાગે સૂઈ જઉં છું

Megha

Last Updated: 01:05 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઈવેન્ટમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ પોતાના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. જેમાં વિરાટે કહ્યું કે તે બે ડ્રિંક્સ પછી ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતો હતો.

  • બે ડ્રિંક્સ પછી ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતો વિરાટ 
  • વિરાટ-અનુષ્કાને હવે નથી ગમતી લેટ-નાઈટ પાર્ટી
  • રાત્રે 9:30 વાગ્યા સુધીમાં સૂઈ જાય છે 

ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સૌથી ફિટ ખેલાડીઓમાં થાય છે અને આજે દરેક લોકો તેમને ઓળખે છે. આ સાથે જ વિરાટ કોહલી, જે તેની ફિટનેસને કારણે યુવા પેઢી માટે એક ઉદાહરણ બની ગયો છે. જો કે એક સમય એવો હતો જ્યારે તે ખૂબ પાર્ટી કરતો હતો અને તેના જીવનમાં શિસ્ત જેવું કંઈ જ મહત્વનું ન હતું. 

બે ડ્રિંક્સ પછી ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતો વિરાટ 
તાજેતરમાં એક ઈવેન્ટમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ પોતાના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. જેમાં વિરાટે કહ્યું કે પહેલા એક સમય એવો હતો જ્યારે એ પાર્ટીઓમાં ડ્રિંક કરીને આખી રાત ડાન્સ કરતો હતો. જ્યારે તે ડ્રિંક કરતો હતો ત્યારે માત્ર તે ડાન્સ ફ્લોર પર જ કબજો કરતો હતો. પોતાના જૂના દિવસોની વાત શેર કરતાં કોહલીએ કહ્યું, "હું હવે પીતો નથી પણ પહેલાના દિવસોમાં જ્યારે હું બે ડ્રિંક્સ પછી પાર્ટીમાં જતો ત્યારે ડાન્સ ફ્લોર પર ખૂબ જ ધૂમ મચાવતો હતો. બે કે ત્રણ ડ્રિંક્સ પછી, મને કોઈની ચિંતા ન રહેતી, જો કે હું હવે પીતો નથી આ ભૂતકાળની વાત છે."

અમને હવે 3 વાગ્યા સુધી જાગવાનું પસંદ નથી
ઈવેન્ટમાં એમને પૂછવામાં આવ્યું હતું કે   તેમના જીવનમાં એવા મિત્ર કોણ છે જેની સાથે તેઓ રાત્રે 3 વાગે પણ વાત કરી શકે છે. તેના જવાબમાં અનુષ્કાએ કહ્યું હતું કે 'જો અમારામાંથી કોઈ સવારે 3 વાગ્યા સુધી જાગીએ તો અમે એકબીજાને ફોન કરીએ છીએ. જોકે હવે અમને 3 વાગ્યા સુધી જાગવાનું પસંદ નથી અમે બંને રાત્રે 9:30 વાગ્યા સુધીમાં સૂઈ જઈએ છીએ. અનુષ્કાએ પણ વિરાટના વખાણ કરતાં કહ્યું હતું કે વિરાટની અંદર એક ગુણ છે કે તે ક્યારેય કંઈપણ ભૂલતો નથી. તેની યાદશક્તિ ઘણી સારી છે. ડે

અનુષ્કા અને વિરાટના લગ્ન 2017માં થયા હતા
જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કર્યા હતા. બંને લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ પણ કર્યા હતા. 2021માં બંને માતાપિતા બન્યા હતા અને અનુષ્કાએ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ