બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli To Take Back Team India's Captaincy In Test? MSK Prasad Makes BIG Statement

દમ છે વાતમાં હોં / 'કોહલી કેમ નહીં'? BCCIને આંચકો આપી દીધો MSK પ્રસાદે, શું હવે મળશે આ સમાચાર

Hiralal

Last Updated: 05:44 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના પૂર્વ ચીફ સિલેક્ટરે અજિંક્ય રહાણેનું ઉદાહરણ આપીને કોહલીને ટેસ્ટનો કેપ્ટન બનાવાની હિમાયત કરી છે.

  • ટીમ ઈન્ડીયાના પૂર્વ ચીફ સિલેક્ટરે કરી કોહલીની તરફેણ
  • કોહલીને ફરી ટેસ્ટનો કેપ્ટન બનાવાય તેવી ઈચ્છા  
  • અજિંક્ય રહાણેનું ઉદાહરણ આપીને કરી જોરદાર હિમાયત 

 ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવાર (12 જુલાઈ)થી બે મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. બીસીસીઆઇએ વિન્ડિઝ પ્રવાસમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. આ સાથે જ દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણેને ફરીથી ટેસ્ટ ટીમની વાઈસ કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રહાણેને લગભગ 19 મહિના સુધી ટીમની બહાર રહ્યા બાદ ડબલ્યુટીસી ફાઇનલ રમવાની તક મળી હતી, જેમાં ભારતનો 209 રનથી પરાજય થયો હતો.

કોહલીને ટેસ્ટનો ફરી કેપ્ટન બનાવવાની એમએસકે પ્રસાદની તરફેણ 
ટેસ્ટ શ્રેણીના પ્રારંભ અગાઉ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે શ્રેણીના પ્રારંભ અગાઉ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રહાણે ફરી વાઇસ કેપ્ટન બની શકે છે, તો વિરાટ કોહલીને ટેસ્ટની ફરી કેપ્ટનશિપ કેમ ન આપી શકાય. પ્રસાદને જ્યારે રોહિત બાદ યુવા ખેલાડી કેપ્ટન બનવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, વિરાટ કોહલી કેમ નહીં? જ્યારે અજિંક્ય રહાણે પાછો આવીને વાઇસ કેપ્ટન બની શકે છે, તો વિરાટ કોહલી કેમ નહીં કરી શકે? મને ખબર નથી કે વિરાટની માનસિકતા કેપ્ટનશિપને લઈને શું છે. જો સિલેક્ટર્સ રોહિતથી આગળ વિચારી રહ્યા હોવ તો મને લાગે છે કે વિરાટ પણ વિકલ્પ બની શકે છે. 

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ-ટી-20માં કોણ બન્યું છે કેપ્ટન 
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે, જ્યારે ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડયાને કેપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી છે.

કોહલીએ ક્યારે છોડી હતી ટેસ્ટની કેપ્ટનશિપ
કોહલીએ જાન્યુઆરી 2022માં ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દીધી હતી. કોહલીએ વન-ડે ટીમની કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ આ નિર્ણય લીધો હતો. આ પહેલા તેણે ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની આખરી ટેસ્ટમાં 1-2થી હારનો સામનો કરવો પડયો. કેપ્ટનશિપ છોડવા પર કોહલીએ કહ્યું કે, "મેં મારું કામ પૂરી ઈમાનદારીથી કર્યું. મેં કોઈ કસર છોડી નથી. જો કે દરેક યાત્રાનો અંત હોય છે. મારા માટે મારી ટેસ્ટ કેપ્ટનશીપની સફર સમાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ