બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / virat kohli said every setback becomes an opportunity for me to come back stronger ahead of asia cup

ક્રિકેટ / વિરાટ કોહલીએ શેર કરી કમબેકની કહાની: કહ્યું મારા માટે દરેક નિષ્ફળતા વાપસીનો એક મજબૂત મોકો

Manisha Jogi

Last Updated: 10:36 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે છેલ્લુ એક વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી તેઓ પહેલાની જેમ બેટીંગ કરી રહ્યા છે.

  • વિરાટ કોહલી માટે છેલ્લુ એક વર્ષ ખૂબ જ સારું રહ્યું
  • ‘અગાઉની સફળતામાંથી પ્રેરણા લીધી’
  • ‘હું મારી અગાઉની સફળતા અને સીખમાંથી પ્રેરણા લઉં છું’

 ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે છેલ્લુ એક વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. વર્ષ 2019થી સતત 3 વર્ષ સુધી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી તેઓ પહેલાની જેમ બેટીંગ કરી રહ્યા છે, તેમણે સતત અગાઉની સફળતામાંથી પ્રેરણા લીધી અને સતત આગળ વધતા રહ્યા. 

વિરાટ કોહલીએ એશિયા કપ 2023 પહેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ‘હું મારી અગાઉની સફળતા અને સીખમાંથી પ્રેરણા લઉં છું. મેં જ્યારે સર્વશ્રેષ્ઠ બેટીંગ કરી હતી, તે વિશે વિચારું છું. હાર્યા પછી કઈ બાબતોને સુધારી શકાય તેના પર વિશ્લેષણ કરું છું. તમામ અસફળતા મારા માટે મજબૂત થઈને વાપસીનો એક મોકો બની જાય છે. ખુદ પર વિશ્વાસ અને સતત પોઝિટીવ રહેવાથી મારી બેટીંગમાં સુધારો કરવાની તક મળે છે.’

કોહલીએ વધુમાં જણાવ્યું કે, ‘હું મારી ટ્રેનિંગમાં કોઈ કમી રાખવા માંગતો નથી. હું ટ્રેનિંગમાં સતત વધુ સમય આપી રહ્યો છું, જેથી હું ખુદને મજબૂત કરી શકું અને ઈજાગ્રસ્ત ના થઉં. જેનાથી વધુ સારી રીતે રમી શકાય છે. યોગ્ય આરામની પણ જરૂર હોય છે, જેથી હું સારી ઊંઘ લેવાની પણ કોશિશ કરું છું, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.’

લોકોના પોતાના વિચાર હોય છે
વિરાટ કોહલીએ ટીકાકારોને જવાબ આપતા કહ્યું છે કે, ‘લોકોના પોતાના વિચાર હોય છે, પરંતુ મેં મારી ક્ષમતા અને મારા પર વિશ્વાસ કરવાનું શીખી ગયો છું. મેદાન પર મારા ઉપલબ્ધિઓ મારા માટે આત્મવિશ્વાસ છે.’ 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ