બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli returned to the country by chartered flight, users put class on social media

PHOTO / વેસ્ટ ઈન્ડિઝથી ભારત આવવા વિરાટ કોહલીએ કર્યું એવું કામ ભડક્યા લોકો, કહ્યું બધુ જ્ઞાન બસ દિવાળી પર જ યાદ આવે છે

Megha

Last Updated: 05:32 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli: વિરાટ કોહલી ટી20 સીરિઝમાંથી બહાર છે. એવામાં ભારત પરત ફરતા સમયે કોહલીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતાં લખ્યું કે 'ગ્લોબલ એર ચાર્ટર સર્વિસે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી.'

  • મેનેજમેન્ટ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ટીમ ઈન્ડિયામાં જોરદાર પ્રયોગ કરી રહ્યું છે
  • કોહલી અને રોહિત શર્માને માત્ર એક જ વનડે રમવાની તક મળી હતી 
  • ગ્લોબલ એર ચાર્ટર સર્વિસે કોહલી માટે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી

Virat Kohli Chartered Flight: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરતા તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર સદી ફટકારી હતી. જો કે વિરાટ વનડે સીરિઝમાં માત્ર એક જ મેચ રમી શક્યો હતો પણ તેમાં એ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

કિંગ કોહલી માટે સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેન
ટીમ મેનેજમેન્ટ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જોરદાર પ્રયોગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને માત્ર એક જ વનડે રમવાની તક મળી. જ્યારે બંને ખેલાડીઓ ટી20 સીરિઝમાંથી બહાર છે. કોહલીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો અને દેશ પરત ફરતી વખતે કેટલીક તસવીરો શેર કરી હતી. આમાં ખાસ વાત એ છે જે ભારત આવવા માટે કિંગ કોહલીએ ચાર્ટર્ડ પ્લેનમાં ઉડાન ભરી હતી જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. 

લોકો કરી રહ્યા છે વિરાટ કોહલીને કરી રહ્યા છે ટ્રોલ 
આ તસવીર શેર કરતાં વિરાટે પોતાની શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, "ગ્લોબલ એર ચાર્ટર સર્વિસે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી." કોહલીએ પ્લેનમાંથી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જો કે ટ્વિટર પર કેટલાક યુઝર્સ આ વાતથી નારાજ હતા. તેમણે ચાર્ટર્ડ પ્લેન દ્વારા થતા કાર્બન ગેસના ઉત્સર્જનની ચિંતાજનક માત્રા તરફ ધ્યાન દોર્યું હતું અને એ કારણે લોકો એમને ટ્રોલ પણ કરી રહ્યા છે.  

કોહલીએ 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી બનાવી હતી 
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ બંને ટેસ્ટ મેચ રમી હતી અને ભારતે ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી હતી. બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત હતી પરંતુ વરસાદે ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. વિરાટ કોહલીએ આ પ્રવાસને ખાસ બનાવ્યો અને તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં 100 રન બનાવ્યા. તે પોતાની 500મી મેચમાં સદી ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન પણ બન્યો હતો. જે બાદ ભારતીય ટીમે 3 વનડે મેચોની સીરિઝ રમી હતી. જેમાં ભારતને બીજી મેચ હારવી પડી હતી. 

પહેલી મેચ સરળતાથી જીતનારી ટીમ ઈન્ડિયામાં બીજી વનડે માટે ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા. બીજી વનડેમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વનડે ઈતિહાસમાં ભારત 9 મેચ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે એક મેચ હારી ગયું છે. જો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્રીજી વનડેમાં પણ રમ્યા નહોતા પણ ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મેચની સાથે સીરિઝ પણ જીતી લીધી. હવે વિરાટ કોહલી એશિયા કપમાં સીધો જ રમતા જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ