બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / virat kohli leave behind ms dhoni most win as player india sachin tendulkar record

ક્રિકેટ / વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં વિરાટ કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, હવે સચિનથી માત્ર આટલાં સ્ટેપ જ દૂર

Manisha Jogi

Last Updated: 01:11 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને પહેલી ટેસ્ટ મેચની ઈનિંગમાં 141 રનથી હરાવી દીધું છે. આ મેચમાં ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. મેચ જીતવાની સાથે એક મોટો રેકોર્ડ પોતાનો નામે કરી લીધો છે.

  • વિરાટ કોહલીએ બનાવ્યો રેકોર્ડ
  • મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી દીધા
  • યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું

 ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને પહેલી ટેસ્ટ મેચની ઈનિંગમાં 141 રનથી હરાવી દીધું છે. આ મેચમાં ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતીય ટીમ માટે પહેલી મેચમાં સદી ફટકારી હતી અને લોકોનું દિલ જીતી લીધું હતું. યશસ્વી જયસ્વાલે 171 રન ફટકાર્યા હતા. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી છે, પરંતુ મેચ જીતવાની સાથે એક મોટો રેકોર્ડ પોતાનો નામે કરી લીધો છે. 

વિરાટ કોહલીના નામે રેકોર્ડ
વિરાટ કોહલીએ ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. અનેક વર્ષોથી ભારતીય ક્રિકેટ ટીમમાં બેટ્સમેનના મુખ્ય આધાર રહ્યા છે. વેસ્ટઈન્ડિઝ સામેની પહેલી મેચમાં 76 રનની ઈનિંગ રમી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં જીત મેળવતા જ વિરાટ કોહલી ભારત માટે મેચ જીતનાર બીજા નંબરના ખેલાડી બની ગયા છે. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ભારત માટે ત્રણ ફોર્મેટમાં 296 મેચ જીતી છે અને ધોનીએ 295 મેચ જીતી છે. સચિન તેંડુલકરે સૌથી વધુ 307 મેચ રમી છે. 

ભારત માટે સૌથી વધુ મેચ જીતનાર ખેલાડી- 

  • સચિન તેંડુલકર- 307 મેચ
  • વિરાટ કોહલી- 296 મેચ
  • મહેન્દ્ર સિંહ ધોની- 295 મેચ
  • રોહિત શર્મા- 277 મેચ
  • યુવરાજ સિંહ- 227 મેચ

ભારતે આ સીરિઝમાં લીડ મેળવી
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં સ્પિનર્સે શાનદાર પ્રદર્શન કર્યું. રવિચંદ્રન અશ્વિને મેચમાં 12 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 229 રનની સમજૂતી કરી છે. રોહિતે 103 રન અને યશસ્વીએ 171 રન કર્યા છે. આ ખેલાડીઓની મદદથી ભારતીય ટીમે જીત મેળવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ