બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli hotel room viral video post on instagram t20 world cup 2022

વીડિયો લીક / VIDEO: મારા હૉટલ રૂમમાં તો પ્રાઈવસી આપો... લાલઘૂમ થયો કોહલી, સોશ્યલ મીડિયા પર કાઢ્યો ગુસ્સો

Premal

Last Updated: 11:37 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીના હોટલ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની જાણકારી વિરાટ કોહલીએ જાતે પોતાના પ્રશંસકોને આપી છે.

  • વિરાટના હોટલ રૂમનો વીડિયો થયો લીક
  • આ હરકતને જોઇને વિરાટને આવ્યો ગુસ્સો
  • સો.મીડિયામાં વીડિયો પોસ્ટ કરી કોહલીએ આક્રોશ દર્શાવ્યો 

વિરાટ કોહલીના હોટલ રૂમનો વીડિયો થયો લીક

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ દરમ્યાન વિરાટ કોહલીના હોટલ રૂમનો એક વીડિયો લીક થયો છે. કોહલીએ પણ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી તેનો આક્રોશ દર્શાવ્યો છે. 

વિરાટ કોહલીને આવ્યો ગુસ્સો 

વિરાટ કોહલીના હોટલ રૂમનો આ વીડિયો કોઈ પ્રશંસકે બનાવ્યો છે. પ્રશંસકની આ હરકત પર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરીને પોતાના ગુસ્સાનો એકરાર કર્યો છે. તેમણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું, હું સમજુ છુ કે પ્રશંસકો તેના મનપસંદ ખેલાડીને જોઈને વધુ ખુશ થાય છે અને તેને મળવા માટે ઉત્સાહિત રહે છે અને મેં હંમેશા તેના વખાણ કર્યા છે, પરંતુ આ વીડિયો ખતરનાક છે. જેણે મારી પ્રાઈવસી અંગે ઘણુ ખરાબ મહેસૂસ કરાવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

પ્લીઝ, લોકોની પ્રાઈવસીનુ સન્માન કરો: વિરાટ કોહલી

વિરાટ કોહલીએ વધુમાં લખ્યું, જો હું પોતાના હોટલના રૂમમાં પ્રાઈવસી જાળવી શકતો ના હોઉ તો હું હકીકતમાં કોઈ પણ વ્યક્તિગત સ્થાનની અપેક્ષા ક્યા કરી શકુ છુ? હું આ પ્રકારની પ્રાઈવસીના પૂર્ણ હનનથી સહમત નથી. મહેરબાની કરીને લોકોની પ્રાઈવસીનુ સન્માન કરો અને તેમને મનોરંજનની વસ્તુ ના સમજશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ