બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli celebration video after hitting his first boundary on the 81st ball

ક્રિકેટ / VIDEO : એક ચોગ્ગો ફટકાર્યો એમાં તો કોહલીએ જાણે સેન્ચુરી ફટકારી હોય તેવું સેલિબ્રેશન કેમ કર્યું?, વીડિયો વાયરલ

Arohi

Last Updated: 02:26 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli: ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે રમાઈ રહેલી પહેલી મેચના બીજા દિવસે વિરાટ કોહલીએ ફક્ત 1 જ ચોગ્ગો માર્યો.

  • ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે મેચ 
  • વિરાટે બીજા દિવસે માર્યો 1 ચોગ્ગો 
  • કર્યું સેન્ચુરી જેવું સેલિબ્રેશન 

વિરાટ કોહલી એક વખત ફરી વેસ્ટઈન્ડિઝના વિરૂદ્ધ રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ખાસ અંદાજમાં જોવા મળ્યા. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસના બાદ બીજા દિવસે મેચ પર એટલી મજબૂત પકડ બનાવી લીધી છે કે હવે ત્યાંથી નિકળવું વેસ્ટઈન્ડિઝ માટે ખૂબ જ વધારે મુશ્કેલ થઈ ગયું છે. 

પહેલા દિવસે ઓપનર્સે સેન્ચુરી લગાવી અને તેના બાદ હવે વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યા. જો તમે લાઈવ મેચ જોઈ હશે તો યાદ હશે કે જ્યારે મેચના બીજા દિવસે વિરાટ કોહલીએ ચોગ્ગો માર્યો તો એવી રીતે સેલિબ્રેટ કર્યું કે લાગે કે સેન્ચુરી લગાવી ચુક્યા છે. આવું તેમણે એક વખત નહીં પરંતુ બે વખત કર્યું.  

વિરાટે પોતાના 81માં બોલ પર માર્યો પહેલો ચોગ્ગો 
વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતને પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માએ આઉટ થયા બાદ મળ્યો. ત્યાર બાદ નંબર ત્રણ પર શુભમન ગિલ આવ્યા જોકે તે વધારે કંઈ ન કરી શક્યા અને જલ્દી જ પવેલિયન જતા રહ્યા. તેના બાદ વારો આવ્યો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો. આશા રાખવામાં આવી રહી હતી કે વિરાટ કોહલી આવતા જ પોતાના અંદાજમાં આક્રામક બેટિંગ કરશે. પરંતુ એવું ન થયું. 

જ્યારે વિરાટ કોહલી આવ્યા ત્યારે ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતી. વિરાટ કોહલીએ સ્થિતિ સમજતા બેટિંગ કરી. વિરાટ કોહલીએ 80 બોલ બાદ બોલને બાઉન્ડ્રી લાઈનની તરફ માર્યો અને જ્યારે લાગ્યું કે હવે ચોગ્ગો લાગી ચુક્યો છે તો તેના બાદ પોતાની સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યું. એવું લાગી રહ્યું હતું કે તેમણે સેન્ચુરી પુરી કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ