બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral Wedding Video: Bride kisses groom in public during Jaymala, boy is shocked

મોર્ડન જમાનો / OMG! જયમાળા પહેરાવતી વેળાએ દુલ્હને અચાનક તસતસતું ચુંબન કરી લીધું, શરમાઈ ગયો દુલ્હો, જુઓ વીડિયો

Pravin Joshi

Last Updated: 05:18 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યા છોકરાને માળા પહેરાવતા પહેલા તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી જાય છે.

  • ફરી એક વખત વર કન્યાનો વીડિયો થયો વાયરલ
  • જયમાલા સમયે દુલ્હને વરરાજાને કરી જોરદાર કિસ
  • કન્યાના ચુંબન જોઈને હાજર તમામ લોકો દંગ રહી ગયા

આ ઈન્ટરનેટના જમાનામાં દરરોજ અને વીડિયો વાયરલ થતા રહે છે. તેમાં પણ ખાસ કરીને મેરેજના મજેદાર વીડિયોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં મેરેજનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે જોયું જ હશે કે લગ્નમાં વરરાજા ઘણીવાર શરમાળ જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ક્લિપમાં દુલ્હનની અલગ-અલગ સ્ટાઇલે લોકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પણ તેની હરકતો જોઈને દંગ રહી જાય છે. એવું બન્યું કે જ્યારે માળા પહેરવાનો સમય આવે છે ત્યારે કન્યા તેના ગળામાં માળા પહેરાવતા પહેલા વરરાજાને તેના ગાલ પર ચુંબન કરે છે. જેને લઈને વરરાજા પોતે પણ દંગ રહી જાય છે. 

 

ગાલ પર કરી પ્રેમ ભરી કિસ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જયમાલા વિધિ માટે સ્ટેજ પર વર-કન્યા બંને હાજર છે. સાથે સાથે સગા-સંબંધીઓ પણ આ સુંદર ક્ષણને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરવા માટે ઉત્સુક છે. પરંતુ ત્યારે જ દુલ્હન કંઈક એવું કરે છે જેની પરિવારના સભ્યોએ કલ્પના પણ કરી ન હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યા છોકરાને માળા પહેરાવતા પહેલા તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી જાય છે.

લોકોએ આપી ફની પ્રતિક્રિયા

દુલ્હનની આ નીડર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @memecentral.teb નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે, વાહ શું સીન છે. થોડી સેકન્ડની ક્લિપ પર અત્યાર સુધીમાં લગભગ 6 હજાર લાઈક્સ આવી ચૂકી છે. આ સિવાય ઘણા લોકોએ કોમેન્ટ્સ કરીને ફની રીતે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે, બાબુ ભૈયા, આ બધું સરકારી નોકરીનો ચમત્કાર અજાયબી છે. અન્ય એક યુઝર કહે છે કે, રીલ બનાવવાની પ્રક્રિયામાં લોકો ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારના કામ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, લોકોએ લગ્નને મજાક બનાવી દીધા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ