બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Viral infection cases in Ahmedabad due to double season

ચિંતા / બેવડી ઋતુના કારણે અમદાવાદમાં વધ્યા વાઇરલ ઇન્ફેક્શનના કેસ, આ રહ્યાં જવાબદાર કારણો

Priyakant

Last Updated: 04:33 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદૂષિત વાતાવરણમાં રહેલાં ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે તેનાથી લોકો વાઇરલ ઇન્ફેક્શનના રોગોનો બને છે ભોગ, અમદાવાદમાં ગળા પર એટેક કરતા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

  • અમદાવાદમાં ગળા પર એટેક કરતા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો
  • ડબલ સિઝનના કારણે ગળું પકડાઈ જવાના દર્દીઓ વધ્યા
  • હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને ખાસ કરીને વાઈરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બદલાતી જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હવામાં વધતું જતું પ્રદૂષણ વગેરે અનેક કારણો જવાબદાર છે. પ્રદૂષિત વાતાવરણમાં રહેલાં ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે તેનાથી લોકો વાઇરલ ઇન્ફેક્શનના રોગોનો ભોગ બને છે. આ વખતનો વાઇરલ એટેક અલગ જ પ્રકારનો છે, જેનું મુખ્ય કારણ વારંવાર બદલાતી ‌સિઝન અને હવાનું પ્રદૂષણ છે. હવે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વાલીઓને બાળકોની તબિયત બાબતની ચિંતા સતાવી રહી છે. 

વાતાવરણમાં છેલ્લાં બે સપ્તાહથી થઇ રહેલા અસામાન્ય ફેરફાર તેમજ ઠંડી અને ગરમીમાં થતી વધ-ઘટના કારણે અનેક લોકો વાઇરલ ઇન્ફેક્શનની ઝપટમાં આવી રહ્યા છે. દિવસે ગરમી અને રાતે તેમજ વહેલી સવારે વાતાવરણમાં ઠંડક સાથેના ભેજના કારણે તાવ, શરદી અને ખાસ કરીને ગળું પકડાઈ જવાના કેસોમાં અસામાન્ય વધારો થઇ રહ્યો છે. દવાખાનાં દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. સરકારી હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી નોંધાઈ રહી છે.

સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શનના કિસ્સામાં તાવ બેથી ત્રણ દિવસમાં ઊતરી જાય છે પણ અત્યારે ચેપ પખવાડિયા સુધી પરેશાન કરે છે ત્યારે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મોટા અને બાળદર્દીઓની સંખ્યામાં 30થી 40 ટકાનો વધારો થયો છે. ફિઝિશિયન ડૉ. તુષાર કાપડિયાએ આ મુદ્દે કહ્યું હતું કે શરદી, ગળામાં ઇન્ફેક્શન અને વાઇરલ, હવામાં પ્રદૂષણ, જીવનશૈલી અને ડબલ સિઝનના કારણે છે. દિવસે ગરમી અને રાતે ઠંડી પડે છે ત્યારે વાઇરલના કેસો વધે છે.

ખોરાક કે હવામાનની અસરના કારણે શરદીની શરૂઆતમાં ગળામાં સોજો આવે ત્યારે તેનું ધ્યાન રાખવામાં ન આવે તો હવામાં રહેલા બેક્ટેરિયા અને વાઇરસથી ચેપ વધીને તે ગળાથી આખા શરીરમાં ફેલાઈ શકે છે. તેથી બીજી અનેક બીમારી અને ન્યુમોનિયા પણ થઈ શકે. અત્યારે અમદાવાદમાં શરદી, ખાંસી, તાવ, ગળામાં સોજો, દુખાવા પછીની અસર અને અસ્થમાએ જોર પકડ્યું છે.

ગુજરાતી ભોજનમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે એટલે શરદી વધારે થાય છે. શહેરના દરેક નાગરિકને દર બે-ત્રણ મહિને શરદી થાય છે. નાકમાં અવરોધ, વહેતું નાક, છોલાયેલું ગળું, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ઉધરસ, છીંક, શરીરના તાપમાનમાં વધારો, કાન અને ચહેરા પર દબાણ, સ્વાદ અને ગંધ જતાં રહેવા માટે તથા શરદી ફેલાવા માટે એસી મુખ્ય માધ્યમ બને છે. વાઇરસ કે બેક્ટેરિયાને સેટ થવા 12 કલાક જોઈએ. એ પહેલાં તેનો ઈલાજ ન થાય તો તે અનેકગણી માત્રામાં વધે છે. ગળપણવાળી, આર્ટિફિશિયલ ફ્લેવરવાળી વસ્તુઓ વાઇરસને વધુ ફેલાવે છે.

100 દર્દીમાં 30 વ્યક્તિ વાઇરલ ઈન્ફેક્શનની દવા લે છે
મિશ્ર ઋતુમાં વાતાવરણમાં અસંખ્ય પ્રમાણમાં અનેક પ્રકારના વાઇરસમાં વધારો થાય છે. આ વાઇરસ શ્વાસોશ્વાસ દ્વારા, ખોરાક-પાણી કે સ્પર્શ મારફતે શરીરમાં પ્રવેશે છે. એક અંદાજ મુજબ છેલ્લા એક માસથી રોજ વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ અને મેલેરિયાની દૈનિક ચાર લાખથી વધુ દવા ખવાઇ જાય છે. શહેરમાં અંદાજે રોજ દોઢથી બે કરોડની દવા વેચાય છે, જેમાં 30 ટકા માત્ર વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ અને મેલેરિયાની દવાનો સમાવેશ થાય છે. 100 દર્દીમાં 30 વ્યક્તિ વાઇરલ ઈન્ફેક્શનની દવા લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ