બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Vidit Gujarati pulls off a feat: Defeats world champion Magnus Carlsen in chess

ભારતનું ગૌરવ / વિદિત ગુજરાતીએ કર્યો કમાલ: ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન પણ જોતો રહી ગયો, બન્યો આ રેકૉર્ડ

Priyakant

Last Updated: 12:43 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદિતે પ્રો ચેસ લીગની મેચમાં નોર્વેના હાલના વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. આ રીતે તે કાર્લસન પર જીત મેળવનાર ચોથો ભારતીય પણ બની ગયો છે.

  • વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને મોટો ઉલટફેર કર્યો
  • કાર્લસન પર જીત મેળવનાર ચોથો ભારતીય પણ બની ગયો
  • વિદિત હાલમાં ભારતમાં નંબર 2 અને વિશ્વમાં 19મા ક્રમે 

ભારતીય ચેસની દુનિયામાં છેલ્લા ઘણા સમયથી ઘણા એવા ગ્રાન્ડમાસ્ટર આવ્યા છે જેણે દુનિયાના નંબર વન અને હાલના વિશ્વ ચેમ્પિયન મૈગ્નસ કાર્લસનને મ્હાત આપી છે. આ યાદીમાં વધુ એક ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીનું નામ પણ જોડાઈ ગયું છે. વિદિતે પ્રો ચેસ લીગની મેચમાં નોર્વેના હાલના વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. આ રીતે   તે કાર્લસન પર જીત મેળવનાર ચોથો ભારતીય પણ બની ગયો છે. આ કાર્લસન પર તેની પ્રથમ જીત હતી.

આ મુકાબલામાં 'ઈન્ડિયન યોગીઝ' માટે રમતા વિદિત ગુજરાતીએ દુનિયાના નંબર વન કાર્લસન દ્વારા કરવામાં આવેલી ભૂલનો જોરદાર ફાયદો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે કાર્લસન 'કેનેડા ચેસબ્રાસ'ની તરફથી 'પ્રો ચેસ લીગ'માં રમી રહ્યો છે. દુનિયાભરની ટીમોએ આ ઓનલાઈન ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. 16 ટીમો રેપિડ ગેમ   રમી રહી છે. 28 વર્ષના વિદિત ગુજરાતીએ બ્લેક મોહરા સાથે રમતા શાનદાર જીત મેળવી અને પ્રતિસ્પર્ધક પર ટેકનિક રણનીતિથી જીત મેળવી હતી.

વિદિત ગુજરાતીએ પાંચ વખતના હાલના વિશ્વ ચેમ્પિયન કાર્લસન સામે જીત મેળવ્યા બાદ કહ્યું કે,  'ગોટ' (ગ્રેટેસ્ટ ઓફ ઓળ ટાઈમ)ને હરાવવાનો અહેસાસ ખૂબ જ શાનદાર છે અને હું આનાથી વધુ સારી ક્ષણની આશા નહોતો કરી શકતો. હવે ખુશી થઈ રહી છે કે ફાઈનલી મે આ કરી બતાવ્યું છે. તમામ સાથી ખેલાડીઓ અને ટીમ તેમજ સમર્થકોનો આભાર. આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. વિદિત હાલમાં ભારતમાં નંબર 2 અને વિશ્વમાં 19મા ક્રમે છે.

આ પહેલા કાર્લસનને કોણે-કોણે હાર આપી?
કાર્લસનને હરાવ્યા બાદ વિદિત સાથી ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રાગનાનંદા, ડી ગુકેશ અને અર્જુન એરિગેસીની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેના પહેલા આ ત્રણેય ભારતીયોએ 2022માં અલગ અલગ પ્રતિયોગિતાઓમાં નોર્વેના સુપરસ્ટાર પર જીત મેળવી હતી. પ્રો ચેસ લીગ મેચમાં વિદિત ગુજરાતીની આગેવાનીવાળી ભારતીય ટીમમાં વૈશાલી, રૌનક અને અરોનયાક સામેલ છે, જેણે ફાઈનલ પહેલા કાર્લસન, આર્યન તારી, રજવાન પ્રેયોટૂ અને જેનિફિર યૂ પર જીત મેળવી છે. જે ટીમ સૌથી પહેલા 8.5 પોઈન્ટ મેળવે છે તે મેચ જીતી જાય છે. ઈન્ડિય યોગીઝે ચારેય બોર્ડમાં જીત મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ