બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Video: Train Passes Over Man At UP Station, Watch His Escape

શોકિંગ વીડિયો / VIDEO : મોત આંટો દઈને પાછું ગયું ! યુપીમાં ઉપરથી આખી ટ્રેન નીકળી ગઈ તોય બચી ગયો મુસાફર

Hiralal

Last Updated: 05:26 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ઈટામાં એક રેલવે સ્ટેશને એક મુસાફર ઉપરથી આખી ટ્રેન પસાર થઈ તોય તેનો વાળ વાંકો થયો નહોતો તેવી એક ચમત્કારીક ઘટના બની છે.

  • યુપીના ઈટાના એક રેલવે સ્ટેશનની ઘટના
  • પ્લેટફોર્મ અને પાટા વચ્ચે પડી ગયો મુસાફર
  • ઉપરથી આખી ટ્રેન નીકળી ગઈ
  • ટ્રેન ગયા બાદ ઊભો થઈને લોકોને હાથ જોડ્યા

જેનું આયખું બચ્યું હોય તેને દુનિયાની કોઈ તાકાત મારી શકતી નથી. એટલે કે ક્યારેક તો મોત પણ આંટો દઈને ખાલી હાથે ચાલ્યું જતું હોય છે. યુપીના ઈટા જિલ્લાના એક રેલવે સ્ટેશને પણ આખી ટ્રેન પસાર થવા છતાં પણ એક મુસાફર જીવતો બચ્યો હતો. 

પ્લેટફોર્મ અને પાટા વચ્ચે પડી ગયો મુસાફર
ભરથના રેલવે સ્ટેશને મંગળવારે સવારના 10ની આસપાસ  સુપરફાસ્ટ ઈન્ટરસીટી એક્સપ્રેસમાં બેસવા જતી વખતે પ્લેટફોર્મ અને પાટા વચ્ચે પડી ગયો હતો. આ દરમિયાન ટ્રેન રવાના થઈ હતી અને મુસાફરે પ્લેટફોર્મ અને ટ્રેકની વચ્ચે રહેલી જગ્યામાં પોતાની જાતને સંકોચી લીધી હતી અને સહેજ આડો સુઈ ગયો હતો અને આ દરમિયાન આખી ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન પ્લેટફોર્મ પર ઊભેલા લોકો બૂમો પાડતા રહ્યાં હતા. લોકોને તો લાગ્યું કે મુસાફર હવે નહીં બચે પરંતુ તેમની ધારણા ખોટી પડી અને આખી ટ્રેન ઉપરથી જવા છતાં પણ તે જીવતો નીકળ્યો હતો. ટ્રેનના ગયા બાદ મુસાફર લોકોને હાથ જોડતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

ઈશ્વરે બચાવી લીધો- મુસાફર ભૂરા સિંહ 
35 વર્ષીય રેલ પ્રવાસી ભૂરા સિંહે કહ્યું કે તે ટ્રેન દ્વારા જવા માટે ભરથના સ્ટેશને પહોંચ્યો હતો. પરંતુ અકસ્માતનો ભોગ બન્યો જોકે ઈશ્વરે મને બચાવી લીધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ