બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Video of gruesome cruelty to national bird peacock has surfaced in MP

વાયરલ / VIDEO : MPમાં મોર સાથે ભયાનક ક્રૂરતા, છોકરાએ બળજબરીથી ખેંચી કાઢ્યાં પીછાં, વીડિયો વાયરલ થતાં હડકંપ

Kishor

Last Updated: 08:54 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MPમાં રાષ્ટ્રીય પક્ષી મોર સાથે ભયાનક ક્રૂરતાનો વીડીયો સામેં આવ્યો છે. જેમાં એક વ્યક્તએ મોરના પીંછા ખેંચી કાઢ્યા હતા. જે વ્યક્તિનો VIDEO વાયરલ થતા પોલીસ આરોપીની શોધમાં લાગી છે.

  • મધ્યપ્રદેશના કટનીનો ચકચારી બનાવ
  • મોરના પીંછા ખેંચી રહ્યો હોવાનો  વીડિયો વાયરલ
  • પોલીસ દ્વારા આરોપીને દબોચી લેવા કાર્યવાહી

મધ્યપ્રદેશના કટનીમાં એક વ્યક્તિ મોરના પીંછા ખેંચી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો છે. બીજી તરફ પોલીસે પણ આ મામલે સતર્ક બની આરોપીની ઓળખ કરી લીધી છે. જેને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


રાષ્ટ્રીય પક્ષી મોર સાથે ભયાનક ક્રૂરતા

મધ્યપ્રદેશના કટનીમાં રાષ્ટ્રીય પક્ષી મોર સાથે ભયાનક ક્રૂરતા કરવામાં આવી હોવાના બોલતા પુરાવા રૂપનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક શખ્સ મોરના પીંછા ખેંચી રહ્યો હતો. જે સામે આવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. બાદમાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીઓની ઓળખ કરી આરોપી સુધી પહોંચવા પોલીસે કાર્યવાહી આદરી છે. 


7 વર્ષ સુધીની સજા અને રૂપિયા 10,000 હજારના દંડની જોગવાઈ 

મહત્વનું છે કે ભારતમાં મોરને નુકસાન પહોંચાડવા બદલ 7 વર્ષ સુધીની સજા અને 10,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. જેનું કારણ એ છે કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને તેને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સંરક્ષિત જાહેર કરાયો છે. આથી કોઈ પણ લોકો મોરને નુકસાન કરતા હોય તો તમે સબંધિત અધિકારીને જાણ કરી શકો છો. બીજી બાજુ આ શખ્સ સામે કાર્યવાહી અંગે લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ