બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : Look at Mahi's craze, 'Chennai Express' came from 700 km away for Dhoni, the entire station was painted yellow

IPL 2023 / VIDEO : માહીનો ક્રેઝ તો જુઓ, ધોની માટે 700 કિમી દૂરથી આવી 'ચેન્નઈ એક્સપ્રેસ', આખું સ્ટેશન રંગાયું પીળા રંગમાં

Vishal Khamar

Last Updated: 08:53 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપર કિગ્સનાં ચાહકોએ એક વીડિયો મુક્યો છે. વીડિયોમાં દેશનાં ઘણા બધા સ્ટેશનોનો છે. ત્યારે આખું સ્ટેશન એમ.એસ.ધોનીનાં રંગમાં રંગાયેલું દેખાઈ રહ્યું છે. ચાહકોથી ભરેલી ટ્રેન ધોની માટે ચેન્નઈ પહોંચી હતી.

  • ચેન્નઈ સુપર કિંગ્સ અને એમ.એસ. ધોનીને લઈ લોકો બન્યા ભાવુક
  • 700 કિલોમીટર દૂરથી ટ્રેન સીધી ચેન્નઈ પહોંચી
  • ધોનીને લઈને ચાહકો થયા ખૂબ જ ભાવુક

ચેન્નઈ સુપર કિંગ્સ અને એમ.એસ.ધોનીને લઈને લોકો ભાવુક બન્યા છે. એ કોઈપણથી છુપાયું નથી. સ્પર્ધા દેશનાં કોઈ પણ ખૂણામાં હોય. તે શહેર ચેન્નઈનાં રંગમાં ડૂબી જાય છે. સ્ટેડિયમમાં દર્શકો કરતા ધોનીનાં સમર્થકો વધારે દેખાય છે.  ત્યારે હવે તેમના માટે 700 કિલો મીટર દૂરથી ચેન્નઈ એક્સપ્રેસ આવી છે.

 

જેનાં કેટલાક વીડિયો CSK એ વાયરલ કર્યા છે. અને આ વીડિયો જોઈને કદાચ દરેક વ્યક્તિ ક્યા મોહબ્બત હૈ, ક્યા નજારા હૈ..... એ ગીત જરૂર ગાવા લાગશે. આઈપીએલ 2023 કે 41 મી મેચમાં ચેન્નઈની સામે પંજાબ કિગ્સ છે. જ્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે ચેન્નઈ ઘર આંગણે મેચ રમી રહી છે. 

આખું સ્ટેશન CSK નાં રંગમાં રંગાઈ ગયું
આ મેચ માટે ચાહકો દૂર-દૂરથી ચેન્નઈ પહોંચ્યા છે. ત્યારે આખું સ્ટેશન CSK નાં રંગમાં રંગાઈ ગયેલું દેખાય છે. ટ્રેન ધોની કે રંગમાં રંગાયેલું દેખાય છે. ત્યારે કન્યાકુમારીથી ચાહકો ભરેલી ટ્રેન સીધી ચેન્નઈ પહોંચી હતી. ચાહકો માત્ર કન્યાકુમારીથી જ નહી પરંતું દેશનાં ખૂણે ખૂણેથી ચાહકો પહોંચ્યા છે. 

ધોનીને લઈને તેના ચાહકો ભાવુક
એક સ્ટેશન પર તો ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 પર આવી હતી.  ત્યારે સ્ટેશનથી લઈને સ્ટેડિયમ સુધી ધોનીનાં ચાહકોનો જોશ દેખવા જેવા હતો. ધોનીને લઈને ચાહકો ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. કારણ કે તે તેની કારકિર્દીના છેલ્લા તબક્કામાં છે.

માનવામાં આવી રહ્યું છે કે ધોનીની આ છેલ્લી આઈપીએલ છે. આ કારણનાં લીધે તેનાં ચાહકો થોડાક વધારે ભાવુક દેખાઈ રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ ચેન્નઈની 9 મી મેચ છે. આ પહેલા 8 માંથી ચેન્નઈ 5 મેચ જીતી છે. જ્યારે 3 મેચ હારી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ