બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO Kangaroo cricketer landed at the crease limping, batting for 27 minutes, the stadium echoed with applause

ક્રિકેટ / VIDEO: માની ગયા હોં ભાઈ! લંગડાતો-લંગડાતો ક્રિઝ પર ઉતર્યો આ સ્ટાર ક્રિકેટર, 27 મિનિટ કરી બેટિંગ, લોકોએ આ રીતે કર્યું સન્માન

Megha

Last Updated: 10:00 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોર્ડ્સના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે કાંગારૂ ઇજાગ્રસ્ત ક્રિકેટર નાથન લિયોને શાનદાર જુસ્સો બતાવ્યો હતો જેને જોઈ દર્શકો પણ ચોંકી ગયા હતા.

  • ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 371 રનનો લક્ષ્યાંક આપ્યો
  • ટેસ્ટ મેચના ચોથા દિવસે કાંગારૂ ક્રિકેટર નાથન લિયોને શાનદાર જુસ્સો બતાવ્યો
  • ઈજાગ્રસ્ત ખેલાડી લિયોન લંગડાતા ક્રીઝ પર પંહોચ્યો અને રન બનાવ્યા 

ઓસ્ટ્રેલિયાએ એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ (ENG vs AUS) સામે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લોર્ડ્સના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે કાંગારૂ ક્રિકેટર નાથન લિયોને શાનદાર જુસ્સો બતાવ્યો. તેની હિંમત જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું. ઈજાગ્રસ્ત લિયોન માત્ર લંગડાતા ક્રીઝ પર જ ન પહોંચ્યો પરંતુ રન પણ બનાવ્યા હતા જેને લઈને લિયોનના જોરદાર વખાણ થઈ રહ્યા છે.

લિયોન ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો
નાથન લિયોન ગુરુવારે ફિલ્ડિંગ કરતી વખતે કેચ પકડતી વખતે ઘાયલ થયો હતો પણ શનિવારે જ્યારે ટીમને તેની જરૂર હતી ત્યારે તે બેટિંગ માટે ક્રિઝ પર લંગડાતો પંહોચ્યો હતો અને દર્દ હોવા છતાં દોડીને સિંગલ રન બનાવ્યો હતો. ઇજાગ્રસ્ત નાથન લિયોન ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો હતો કારણ કે ઓસ્ટ્રેલિયાએ 15 રન ઉમેર્યા હતા અને બીજી ઇનિંગ 279 પર સમાપ્ત કરી હતી. લિયોન 4 રન બનાવીને આઉટ થનાર છેલ્લો ખેલાડી હતો

ઈજાગ્રસ્ત લિયોને 27 મિનિટ સુધી બેટિંગ કરી હતી.
ઈજાગ્રસ્ત લિયોને ટેસ્ટ મેચના બાકીના દિવસોમાં રમવાની અપેક્ષા નહોતી પરંતુ જ્યારે તે ઓસ્ટ્રેલિયન ઈનિંગમાં પેડ પહેરીને બેટિંગ કરવા ઉતર્યો તો દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે 27 મિનિટ સુધી ક્રિઝ પર રહ્યો. ગત સિઝનમાં ઇંગ્લેન્ડે એજબેસ્ટન ખાતે ભારત સામે 378 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ