બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO Hum to Bageshwar Aye Dhirendra Shastri danced on Keertidan Gadhvi's song, people showered money

બાગેશ્વર ધામમાં ડાયરો / VIDEO: 'હમ તો બાગેશ્વર આયે...', કીર્તિદાન ગઢવીના ગીત પર ઝૂમી ઉઠ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી, લોકોએ પૈસાનો કર્યો વરસાદ

Megha

Last Updated: 11:53 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kirtidan Gadvi in Bageshwar Dham: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના જન્મદિવસ પર કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ ગયા હતા. કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો શેર કર્યો છે.

  • ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ ગયા હતા
  • સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો શેર કર્યા હતા 
  • કિર્તીદાન ગઢવી ના ડાયરામાં પણ અનોખો માહોલ જોવા મળ્યો હતો

Kirtidan Gadvi in Bageshwar Dham: બાબા બાગેશ્વર ધામ એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ દરેક લોકો દિવાના છે. ધીમે ધીમે એમની લોકપ્રિયતા ઘણી વધતી રહે છે. 4 જુલાઇના રોજ બાગેશ્વર ધામ સરકરાના પિઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મદિવસ હતો. આ સાથે જ એ દિવસે ગુરૂપૂર્ણિમામાં ખાસ અવસર પર મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં બાગેશ્વર ધામમાં મહોત્સવનું પણ આયોજન થયું હતું. 

જણાવી દઈએ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના જન્મદિવસ પર કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ ગયા હતા. કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો શેર કર્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બાગેશ્વર ધામમાં મોડી રાત્ર સુધી ગાયક કીર્તિદાન ગઢવીનું ભજન પરફોર્મન્સ ચાલી રહ્યું હતું અને ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્તો મોજ-મસ્તી નાચી રહ્યા હતા. સાથે જ વાયરલ થયેલ આ વિડીયોમાં એમ પણ જોવા મળે છે  કે આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્તોએ અચાનક લાખો રૂપિયા ઉડાવ્યા હતા અને સ્ટેજ પર રૂપિયાની ચાદર ફેલાવી દીધી હતી. 

કિર્તીદાન ગઢવી ના ડાયરામાં પણ અનોખો માહોલ જોવા મળ્યો હતો. જેના વીડિયો કિર્તીદાને તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે અને તેમાં બાગેશ્વર ધામમાં ચાલતી રમઝટ જોવા મળી રહી છે.

બાગેશ્વર ધામ ખાતે 5 દિવસીય ગુરુ પૂર્ણિમા ઉત્સવના ભાગરૂપે દરરોજ સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભજન સંધ્યામાં ગુજરાતના પ્રખ્યાત ભજન ગાયક કીર્તિદાન ગઢવી અને ગીતા રબારી પોતાની રજૂઆત આપવા આવી રહ્યા છે. 4 જુલાઇના રોજ ગીતા રબારી ચાઈના હતા. ત્યાંથી હોંગકોંગથી સીધા મુંબઈ અને મુંબઈથી ભોપાલ ગયા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ