બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Video: Doctor, Son Say Beaten For Delay In Opening Clinic Door

ક્રાઈમ / VIDEO : નિર્દયી લોકો ! દવાખાનું ખોલવામાં વાર લગાડતા ડોક્ટર અને પુત્ર પર તીડની જેમ તૂટી પડ્યાં

Hiralal

Last Updated: 02:50 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના બારામતીમાં કેટલાક અધીરીયા લોકોએ વૃદ્ધ ડોક્ટર અને તેમના પુત્રને દવાખાનામાં ઘુસીને માર મારવાનો એક વીડિયો વાયરલ થયો છે.

  • મહારાષ્ટ્રના બારામતીના એક ગામની ઘટના
  • દવાખાનું મોડું ખોલતા લોકો ગુસ્સે ભરાયા
  • અંદર ઘુસીને ડોક્ટર અને તેમના પુત્રને માર માર્યો

મહારાષ્ટ્રના બારામતીમાં કેટલાક લોકો જરાક અમથી વાતે ઉશ્કેરાઈને એક ડોક્ટર અને તેમના પુત્રને માર માર્યો હતો. ડોક્ટરનો વાંક એટલો કે તેમનાથી દવાખાનું ખોલવામાં થોડી વાર થઈ અને લોકોથી આ વાત સહન ન થઈ તેમાં તો જાણે કંઈ મોટું થઈ ગયું હોય તેમ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને કારણ વગર ડોક્ટરને માર માર્યો હતો. 

ડોક્ટર દવાખાનું ખોલવામાં વાર લગાડી એટલે લોકો તૂટી પડ્યાં 
યુવરાજ ગાયકવાડ નામના ડોક્ટર સાંજના સમયે દવાખાનું બંધ કરીને પરિવાર સાથે ભોજન કરી રહ્યાં હતા આ દરમિયાન કેટલાક દર્દીઓ બહાર ઊભા હતા તેમણે શોરબકોર મચાવ્યો હતો. આથી ડોક્ટર દરવાજો ખોલીને બહાર આવ્યાં હતા એટલી વારમાં તો દર્દી સાથે ઊભેલા ચાર લોકો અંદર ઘસી આવ્યાં હતા અને પહેલા ડોક્ટર અને ત્યાર બાદ તેમના પુત્રને જોરજોરથી માર મારવા લાગ્યા હતા. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. 

વીડિયો થયો વાયરલ 
સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ક્લિનિકની અંદર એક વખત દરવાજો ખોલતો જોવા મળે છે અને શર્ટ પકડીને ગાયકવાડના પુત્રને રૂમમાંથી બહાર ખેંચી કાઢે છે અને તેને ધડાધડ માર મારવા લાગે છે. બાજુના ઓરડામાં બેઠેલી બે મહિલાઓ આ ઘટનાને નિહાળે છે, જ્યારે એક મહિલા પુરુષોની તસવીર લેતી જોવા મળે છે. માલેગાંવ પોલીસે ડોક્ટર પર હુમલો કરવા બદલ ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે અને ફરિયાદની તપાસ ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ